SearchBrowseAboutContactDonate
Page Preview
Page 563
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકમ-૬ शालिभद्र महाकाव्यम् ૪૮૪૪8 | 8282828282828282828282828282 તે શાલિભદ્રને જંગલમાં સંપૂર્ણ ભૂમિ પર છવાઈ ગયેલા, ખૂબ જ રાડો પાડનારા, ઊંચા મોંવાળા ભયંકર શિયાળો (તેમના અવાજો) પ્રિયતમાઓનું સુંદર સંગીત બનવા લાગ્યા. // ૯૫ // નિર્દય ઘૂવડના ધૂત્કારો (અવાજો) તથા દુર્ગા ચકલીના ભયંકર અવાજો, મુક્તિમાર્ગના મુસાફર આ શાલિભદ્રમુનિને ચારેબાજુથી શુભને સૂચવનારા શુકન બનતા હતા. // ૯૬ || શાલિભદ્ર મુનિની બુદ્ધિ દોષોને દૂર કરનારી પ્રશમને ધરનારી, શ્રુત-અમૃતને પીનારી અને એકમાત્ર પરમાર્થને જ જોનારી હતી. || ૯૭ | મુક્તિના શ્રેષ્ઠ આરાધક તે ધન્ના અને શાલિભદ્ર મુનિઓએ સંસારથી પાર ઊતારનારા, મનોદંડ આદિથી રહિત તપથી શરીરની સાતેય ધાતુઓને જલ્દીથી શોષી નાખી. ગૌણાર્થ : બે સુવર્ણ-સાધકોએ આશ્ચર્ય છે કે દંડ વગરના પારાથી તાંબા વગેરે ધાતુઓનું પરિવર્તન કરી નાખ્યું ! || ૯૮ || પ્રચુર ભોજનના છ રસથી શરીરના સાતેય ધાતુઓ દીપ્ત થયા. તે ધાતુઓથી શૃંગાર વગેરે આઠેય રસો (નવમો શાંતરસ નહિ) દીપ્ત થયા. આથી ધશા અને શાલિભદ્ર મુનિઓએ (સર્વ અનર્થના મૂળ) ભોજનના છયે રસોનો ત્યાગ કર્યો. || ૯૯ // રૂપ, કીર્તિ, ધન વગેરેની ઇચ્છાથી દૂર આ મુનિઓનું માસક્ષપણ (માસોપવાસ) જાણે આસક્તિથી લાગતા વિલાસના બિંદુથી રહિત બન્યું. (બિંદુ સહિત માસક્ષપણ-માંસની ક્ષીણતા.) 8A%A88888A YAUAAAAAAAA // 99 II
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy