SearchBrowseAboutContactDonate
Page Preview
Page 553
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકમ-૬ शालिभद्र महाकाव्यम् 8282828282828282828282828282828282 હવે શાલિભદ્ર પ્રત્યક્ષ આવેલા ગોભદ્ર દેવને કહ્યું : પિતાજી ! મને આપે સ્વર્ગ સમૃદ્ધિના ભોગની લક્ષ્મી આપી તેથી આપ પિતાઓમાં મુખ્ય બન્યા છો. પુત્રોમાં જેમ રામ મુખ્ય થયા. ભાઇઓમાં લક્ષ્મણ જેમ મુખ્ય થયા. સેવકોમાં જેમ હનુમાન મુખ્ય થયા. // ૨૩ || ૨૪ ||. દુનિયામાં પણ પિતાઓ આ લોકની મિલ્કત પુત્રને સોંપી દે છે. જયારે હું તો આપની પરલોકની સંપત્તિ પણ પામ્યો છું. ૨૫ / છાંયડાવાળા વૃક્ષનું ફૂલથી પેદા થયેલું ફલ પંખીઓ ખાય, પણ સદ્બુદ્ધિમાન પુણ્યશાળીઓ તો ધર્મ-પ્રભાવથી પેદા થયેલું આ ફળ (દિવ્ય લક્ષ્મીનો ભોગ) ભોગવે છે. || ૨૬ || આપની કૃપાથી મેં દિવ્ય લક્ષ્મી અનુભવી. અધ્યાત્મવેત્તા યોગી પુરુષ જેમ જીવન્મુક્તિ (જીવતાં જ મુક્તિનો આનંદ) અનુભવે. || ૨૭ || ઓ પિતાજી ! હવે આપના આ પુત્રનું પ્રભુશ્રી મહાવીર સ્વામી પાસેથી શાંતિ સુંદરીના આંલિગનના આટોપ ભર્યા આરંભનું કુતુહલ પૂરું કરાવો. અર્થાતુ દીક્ષા મહોત્સવમાં સહકાર અપાવો. | ૨૮ || દેવ બોલ્યા : ઓ બુદ્ધિના ભંડાર ધીર પુત્ર ! તું મારાથી પણ અધિક ગુણીયલ છે. જે દીક્ષા મેં ઘડપણમાં લીધેલી, તેને તું યુવાનીમાં લેવા ઇચ્છે છે. || ૨૯ // | દોરીથી હરણ બંધાય તેમ માણસો મનુષ્ય લક્ષ્મીથી પણ બંધાઇ જાય પણ તું દેવ-લમીથી પણ ન બંધાયો. સિહ જેમ લોખંડની સાંકળથી ન બંધાય. || ૩૦ || ARRARAUAYA8A82828282828282888 | ૬૬૬ |
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy