SearchBrowseAboutContactDonate
Page Preview
Page 527
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકમ-૫ ત્તિમદ્ર | महाकाव्यम् 8282828282828282828282828282828282 તેમ હું ધર્મની ઇચ્છાવાળો છું જ... અને વળી મહાન ઉદાર ગુરુનો સમાગમ થયો-આ પ્રમાણે મંગળનું ધામ શાલિભદ્ર વિચારવા લાગ્યો. મેં ૧૭ || ૧૮ || ૧૯ // વેગથી વિમાન જેવા ઘોડાના વાહન વડે, અભિમાનરહિત મનથી, ઇન્દ્ર સમાન શોભાવાળો શાલિભદ્ર, જ્ઞાનદર્શન-ચારિત્રરૂપી દુધ-દહીં અને ઘી મેળવવાની ઇચ્છાથી ધર્મના ગોકુળ સરખા ધર્મઘોષ નામના આચાર્ય ભગવંત પાસે ઉપસ્થિત થયો . (દૂધ-દહીં મેળવવાની ઇચ્છાવાળો ગોકુળમાં જ જાયને ?) || ૨૦ | ૨૧ //. આચાર્યદેવને વંદન કરી, વિનયરૂપી અગત્ય ઋષિને રહેવા માટે દક્ષિણ દિશા સમાન, કલ્યાણદાત્રી, પુણ્યને અનુકૂળ ત્રણ પ્રદક્ષિણા આપીને બેઠો. || ૨૨ //. અમૃત સરખી, સદ્ધર્મના લક્ષણોવાળી, મિથ્યાત્વથી વિપરીત, આત્માનંદથી પૂર્ણ ક્ષણોવાળી વાણી, આચાર્ય દેવ કહેવા લાગ્યા. || ૨૩ || હે ભવ્ય જીવો ! સંસારના યુદ્ધમેદાનમાં નવ શીલનાં નવાં બન્નર પહેરી, સુસિદ્ધાંતનું શીર્ષણ્ય (મસ્તકનું બન્નર) પહેરી, સંયમનાં ઘોડા પર સવારી કરી, જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપી ત્રિશૂળ હાથમાં લઇ જલદીથી મોહ-રાગદ્વેષરૂપી ત્રણ શત્રુઓને જીતી લો. || ૨૪ || ૨૫ //. આવું દેશના-અમૃત ધરાઇને વારંવાર પીને તેણે મુનિપુંગવને પોતાના સંદેહની વિચારણા પૂછી. || ૨૬ છે. ઓ વિશ્વબંધુ ! મનસ્વીઓના મનના સરોવરે પડતો આ સ્વામી સેવકનો પ્રવાહ કયા પુણ્યના બંધથી અટકાવી શકાય ? || ૨૭ || 8A%A88888A YAUAAAAAAAA / રૂ ||
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy