SearchBrowseAboutContactDonate
Page Preview
Page 515
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રક્રમ-૪ शालिभद्र महाकाव्यम् BACA SUR 8282828282828282828282828282 રાજા થી પોતાને દબાયેલો માનતો ધીર શાલિભદ્ર વિચારવા લાગ્યો : ખરેખર ! સંસાર એ જ પરાજયનું સ્થાન છે. જયાં મારા જેવા જ હાથપગવાળો કોઇ માણસ પણ ‘સ્વામી’ બની બેસે છે. || ૧૨૧ // ગ્રહોમાં આ સૂર્ય હજાર કિરણોની સંખ્યાથી ભલે રાજા બનો. નાગલોકોમાં હજાર ફેણની સંખ્યાથી શેષનાગ ભલે રાજા બનો અને હજાર આંખો વડે દેવોમાં ઇન્દ્ર ભલે રાજા બનો. કારણ કે તેઓ પાસે બીજાથી વિશેષ અવયવો છે. || ૧૨ ૨ || ૧૨૩ || પરંતુ સંસારરૂપી સરોવરનાં પાણીમાં પરપોટા જેવા ચંચળ આ માણસનું પાર્થિવપણું (રાજાપણું-પત્થરપણું) પંડિતો કઇ રીતે કહે છે. || ૧૨૪ || જેનો પરિભોગ રાજા વગેરેને પરાધીન છે, જે ચંચળ છે, ચંચળ સ્થિતિવાળી છે, જે વારાંગના અને વેશ્યા સ્ત્રી જેવી છે, (ગમે ત્યાં જનારી છે) કુલટા છે, તે લક્ષ્મીને ધિક્કાર હો ! || ૧૨૫ // બીજાએ બનાવેલાં કાવ્યોથી કવિપણું બતાવવું, માગીને પહેરેલા ઘરેણાંથી વટ બતાવવો, માંગવાથી તૃપ્તિ અનુભવવી-આ બધા મૂર્ધનાં લક્ષણો છે. || ૧૨૬ // ત્રણ લોકના નાથ પોતાનું પ્રભુત્વ આપી દેનારા ભગવાનશ્રી મહાવીરદેવ જો વિદ્યમાન છે તો જુગારની રમતના કલ્પિત રાજા જેવા આ નિષ્ફળ શ્રેણિકથી શું કામ છે ? // ૧૨૭ // પુણ્યની અધિકતાથી જો કોઇ માલિક બનતું હોય અને પુણ્ય જો જાતે મેળવી શકાતું હોય તો “બીજો પણ મારો માલિક છે' એમ કયો જીવતો માણસ સહી શકે ? || ૧૨૮ // 8A%A88888A YAUAAAAAAAA I ૬ર૭ |
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy