SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રક્રમ-૪ शालिभद्र महाकाव्यम् 8282828282828282828282828282828282 તે આંગણું એટલે જાણે શરીરધારી સૌંદર્ય ! જાણે પોતાના સ્થાને રહેલો વૈભવ ! જાણે મૂર્તિમાન કુતૂહલ ! દેવલોકના રૂપથી પણ અતીત ! ચતુર પુરુષોના અવધાન અને ધ્યાન ખેંચવાનું સાધન, પ્રકાશમય અને મહાન આબાદીનું કારણ. ગૌણાર્થ : પિંડસ્થ, પદસ્થ અને રૂપાતીત - ચારેય પ્રકારના ધ્યાનના જોડાણનું કારણ, આત્મજયોતિર્મય અને મોક્ષનું કારણ આંગણું શોભે છે. || ૯૯ / ૧૦૦ || આ શું છે? આગળ કેવું હશે ? આવા વિચારોથી રાજાની મતિ ત્યાં મૂંઝાઇ ગઇ. જેમ પ્રૌઢ પ્રિયતમ પાસે પહેલી વાર જનારી સ્ત્રી મૂંઝાઇ જાય. || ૧૦૧ // કોઇક ઠેકાણે... જયાં સૂર્યકાંત અને ચંદ્રકાંત મણિના ફરસથી ગંગાજળનો ભ્રમ થઈ રહ્યો છે, જયાં ચારે બાજુ નીલરત્નોની શ્રેણિથી બનેલા (ગંગાના) કિનારે તાજા પરવાળાઓથી કાળાશ જણાઈ રહી છે, એવી તે ભૂમિ પાણીથી ખરેખર અતિ દૂર હોવા છતાં હોંશિયાર લોકોને પણ (પાણીના ભ્રમથી) ઠગતી હતી, જેમ અહિંસારૂપ ધર્મથી અતિ દૂર હોવા વેદકથિત હિંસા પંડિતોને પણ ઠગે છે. || ૧૦૩ // સોનાના સ્તંભોથી શોભાવાળું, ઉત્તમ વજરત્નથી બનેલી ભીંતવાળું, દેવતાઇ ચંદરવાવાળું દેવોએ આપેલાં ફૂલોથી બનાવેલાં ફૂલોના ઘરવાળું, ઘંટાકારે સૂર્ય અને ચંદ્ર રહેલા હોવાથી અંધકારથી રહિત, ઇન્દ્રના વિમાનની જેમ પરમ તેજનું ધામ, શાલિભદ્રનું નિવાસસ્થાન હતું. ARRARAUAYA8A82828282828282888 II ૨૪
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy