SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ श्री शालिभद्र महाकाव्यम् BREKER સુંદર શોભાવાળા સરોવરો સરખી શાલિભદ્રની સોહામણી સુંદરીઓમાં કેસર અને કંકુના ગુચ્છા, લાલ બરફના ગોળા જેવા શોભતા હતા ! || ૧૪૬ || કમળ અને ગરીબોને માથાના દુ:ખાવારૂપ, ભોગી શ્રીમંતોને સુખના મૂળરૂપ, પુષ્કળ હિમવાળી શિશિર ઋતુ, ત્યાર પછી શરૂ થઇ. ।। ૧૪૭ || મારવાડમાં (પાણી વિના) સીદાતા બગલા જેવો ફૂલોનો સમૂહ જ્યારે કરમાયો ત્યારે (શિશિર ઋતુમાં) ચિંતનશીલ અને પર્યટનશીલ લોકોની રુચિ મરુબક નામના વૃક્ષ પર સુંદર રીતે પ્રસરવા લાગી. ॥ ૧૪૮ ॥ ઘણા ફૂલોના સમૂહનો વિનાશ કરનારી શિશિર ઋતુમાં, ફૂલોમાં એકમાત્ર મચકુંદનું ફૂલ જ મુકુંદની જેમ શોભા પામ્યું. ગૌણાર્થ : સમુદ્રનું મંથન થયું ત્યારે દેવોમાં માત્ર વિષ્ણુએ જ લક્ષ્મીને મેળવી. ।। ૧૪૯ ॥ શિવજી જેમને વહાલા હતા તે દમનક નામના મુનિ પાસેથી ભીમ મહારાજાએ જે રીતે દમયંતી પુત્રી મેળવી, તે રીતે શિવજીને પ્રિય ડમરાના ફૂલે શિશિર ઋતુમાં શોભા મેળવી. ॥ ૧૫૦ || જેની પાસે દુ:સાધ્ય કાર્યોનો સાધી આપનાર પિતા દેવ હાજર છે, તે આ શાલિભદ્ર મહા મહિનો આવી પહોંચવા છતાં ઠંડીથી શી રીતે પીડાય ? ગૌણાર્થ : કષ્ટપૂર્વક સમજી શકાય તેવા પદાર્થો સમજાવનાર શિક્ષક જેની પાસે હાજર છે, તે શાલિભદ્ર માથકાવ્યની વિચારણામાં પણ મૂર્ખતાથી શી રીતે ઘેરાય ? || ૧૫૧ || હસમુખી, દેદીપ્યમાન આભૂષણોવાળી બત્રીશ પ્રિયાઓ જેની પાસે છે, તે શાલિભદ્રને ઠંડી શું કરે ? | SE TET પ્રક્રમ-૩ ॥ ૪૦૮ |
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy