SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રક્રમ-૩ शालिभद्र महाकाव्यम् 828282828282828282828282828282828288 ગૌણાર્થ : હું શત્રુઓની ચિંતા કરનારો અને યુદ્ધનો અભ્યાસી છું. મારી શત્રુઓની જીતવાની ઇચ્છા તો સફળ થશે, જો તું આપણા દેશનું તંત્ર સંભાળી લે. || ૫૦ || તેથી હે ધીરોમાં અગ્રેસર ! મારા કુળના ભારને તું સંભાળી લે. તારી માતાને પણ જરા ખબર પડશે કે અહીં (કુટુંબ સંભાળવામાં) તને જરાય તકલીફ પડતી નથી. || પ૧ // આ ભદ્રાનું કુટુંબ મારી બુદ્ધિની નાવડીથી ચિંતા-નદીને પાર ઉતાર્યું છે. આથી હું તારી માતા પાસેથી તેનું ભાડું માગું છું. | પ૨ || શાલિભદ્ર બોલ્યો : હે પિતાજી ! આપ તત્ત્વવેત્તાની નદી સમી વાણી મારા સુખ-સાગરમાં ચિતારૂપી વડવાનલ નાખવાની ઇચ્છાવાળી છે. ગૌણાર્થ : બ્રહ્માની પુત્રી સરસ્વતી મારા સુખ-સમુદ્રમાં વડવાનલને રાખવાની ઇચ્છાવાળી છે. || પ૩ || હે માતા ! પિતાજી તો પોતાના સામર્થ્યથી મેરુ-પર્વતને પણ તોલવામાં સમર્થ છે. નાના વહાણ સરખા મારા જેવા પર કુલાચલ-પર્વતના ભાર જેવો કુળનો ભાર શા માટે નાખે છે ? | ૫૪ || જયાં મા-બાપની સેવા નથી. જયાં હમેશાં પોતાનું જ પેટ ભરવાની રાક્ષસી વૃત્તિ છે, જયાં ધર્મનો નાશ છે, તે ગૃહવાસને તત્ત્વજ્ઞો પશુધર્મ કહે છે. || પપ || હે પિતાજી ! આપ સ્વયં રોહિત મત્યની જેમ સંસારની જાળને છેદીને, ભયભીત થયેલા અમને અહીં સંસારમાં જ મૂકીને કેમ ભાગી જાઓ છો ? // પદ // 828282828282828282828282828282828282 | ૬ ||
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy