SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રક્રમ-૩ પ્રક્રમ - ૩ शालिभद्र महाकाव्यम् 8282828282828282828282828282828282 હવે પૂર્ણિમાના સાંનિધ્યથી જેમ સાગરમાં ભરતીની વૃદ્ધિ થાય તેમ દેવોના સાંનિધ્યથી શ્રીશાલિભદ્રના સૌભાગ્ય અને ભાગ્યના ક્ષીર-સમુદ્રની સમૃદ્ધિના સમયની થતી વૃદ્ધિનો વિલાસ જુઓ. / ૧ / ગોભદ્રની સંયમ માટે વિચારણા : પુત્રના મુખ-કમળનાં દર્શન પર ગોભદ્ર શેઠે વિચાર્યું : યતિ-ધર્મના માર્ગમાં મુસાફર સમા મને આ શુભ શકુન બનો ! (માર્ગમાં કમળનું દર્શન જેમ શકુન બને તેમ ચારિત્રના માર્ગમાં મને, પુત્રનું મુખ-કમળ શુભ-શકુન હો !) // ૨ // કારણ કે મોટે ભાગે કેટલાક પુત્રો જુગારની જેમ પૈસા ખોઈ નાખનારા હોય છે. તો કેટલાક ભારે કરજની જેમ ચિંતાસંતાપના કારણ હોય છે. || ૩ ||. અગણિત પુણ્યની જેમ સંપત્તિ અને આનંદને આપનારા ધર્મના અંશો પૂર્ણ કરનાર સતયુગ જેવા કોઇ બેત્રણ જ પુત્રો હોય છે. || ૪ || આ મારો પુત્ર તો લક્ષ્મીની વૃદ્ધિમાં કાળી ચિત્રાવેલ છે. ચિંતા શલ્યને દૂર કરવામાં વિશલ્યા સતી જેવો અને ધર્મરૂપ કલ્પવૃક્ષ માટે નંદનવન છે. || ૫ // 82828282828282828282828282828282888 / રૂ II
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy