SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રક્રમ-૨ शालिभद्र महाकाव्यम् 8282828282828282828282828282828282 જેમ વાદળ નીચે નમીને ક્ષીર-સમુદ્રમાંથી પૃથ્વી પર ઉપકાર કરવા માટે ચૂપચાપ મધુર-પાણી પીએ, તેમ શાલિભદ્ર નમ્ર બની કલાચાર્ય પાસેથી નિશ્ચલ ઉપકાર માટે મૌનપૂર્વક કલારૂપી અમૃત પીવા લાગ્યો (ભણવા લાગ્યો). // ૮૪ / શબ્દ-સિદ્ધિને આપનારા, સારી વિભક્તિના સંબંધથી યુક્ત કર્યા વગેરે છે કારણો વડે, ગુણ અને વૃદ્ધિ કરનારા કુત્ય પ્રત્યયો વડે તે બાળ શાલિભદ્ર વૈયાકરણી (વ્યાકરણશાસ્ત્ર-વેત્તા) થયો. ગૌણાર્થ : શબ્દાત્મક ઉપદેશથી મોક્ષને આપનારા અને સાધુઓની વિશિષ્ટ ભક્તિ તથા સમાગમને કરાવનારા જૈનાચાર્યો દ્વારા તેમ જ ગુણોની વૃદ્ધિ કરનારા કાર્યો વડે તે શાલિભદ્ર જૈન લક્ષણોથી યુક્ત થયો. || ૮૫ // તે શાલિભદ્ર વિવેકપૂર્વકના કાવ્યશાસ્ત્રોક્ત શ્લેષાલંકાર વગેરે અલંકારો વડે, વિદ્વાનોએ પ્રગટ કરેલા શૃંગાર વગેરે રસો વડે, વૈદર્ભી-ગૌડી-પાંચાલી-માગધી-આ રીતિયુક્ત ટીકાઓ વડે સાહિત્યથી સુશોભિત હતો. ગૌણાર્થ : વિવેકપૂર્વકના આભુષણો વડે, સભ્ય પુરુષોએ પ્રગટ કરેલા સ્નેહ વડે, સારા સ્વભાવના આચરણ વડે તે સજજનોની સંગતિથી શોભવા લાગ્યો. || ૮૬ / તે શાલિભદ્રને ખુશ થયેલી ૭૨ મનોહર કળાઓએ તરત જ ઘેરી લીધો, કારણ કે-કલાના સમૂહમાં ચક્રવર્તી સમો ધર્મ ત્યાં રહેલો હતો. || ૮૭ // યુવાન શાલિભદ્રનું વર્ણન : - હવે મનોહર માણસોમાં શોભતા શ્રીશાલિભદ્રના મહારાજા જેવા રૂપની સેવા કરવા માટે શ્રેષ્ઠ શોભાથી પવિત્ર યૌવન-વય આવી પહોંચી. || ૮૮ / 8282828282828282828282828282828888 / રૂ૭૬ |
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy