SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રક્રમ-૨ शालिभद्र महाकाव्यम् 8282828282828282828282828282828282 એક વખતે પ્રેમાળ શેઠે તે જાણી લઈને તરત જ દોહલો પૂર્ણ કર્યો. શ્રીમંતોને તો ઇચ્છા થાય તે જ મહોત્સવ ! (અને ગરીબોને ઇચ્છા થાય તે જ દુઃખ ! શ્રીમંતોની ઇચ્છા તરત જ પ્રાયઃ ફળે જયારે ગરીબ માટે મુશ્કેલ !) || ૬ | સર્વવ્યાપી દયા-દાન દ્વારા અને ગુણથી ઉત્તમ પાત્રદાન દ્વારા પોતાના પતિ ગોભદ્રને હર્ષ આપનારી (પૃથ્વીગાય-બળદને આનંદ-મંગળ આપનારી) વર્ષા ઋતુની જેમ ભદ્રા વરસી પડી. / ૬૧ ||. શાલિભદ્રનો જન્મ : હવે નવ માસ અને કંઇક ન્યૂન નવ દિવસો પૂરા થતાં ગ્રહો ઉચ્ચ-દશામાં હતા ત્યારે પૂર્વ દિશા જેવી ભદ્રાએ તપેલા સોનાની કાંતિવાળા, કલ્યાણ-કમળનો ઉલ્લાસ કરનારા, પૂજનીય, સૂર્ય જેવા પુત્રને જન્મ આપ્યો. // ૬૨ // ૬૩ // દિવાળીનો મહોત્સવ તો પુત્ર-જન્મોત્સવનો ૧૬મો ભાગ પણ નથી. પુત્રજન્મ તો સદા મંગળરૂપ અને સદા પ્રકાશ આપનાર છે. જયારે દિવાળી તો વર્ષમાં એક જ વાર હોય)-એમ વિચારી અઢળક સંપત્તિવાળા સૌભાગ્યમંડિત શેઠે જન્મોત્સવ નિમિત્તે નિર્દોષ સુંદર સંગીત વગડાવ્યાં. કેદીઓને જેલમાંથી છૂટકારો અપાવ્યો. સર્વ લોકોને સન્માન અપાવ્યું. ઉંચી-ઉંચી ધજાઓ ફરકાવી, શ્રી શ્રેણિકરાજાના આદેશથી સમર્થ પ્રભાવવાળા તે જન્મોત્સવના સમારોહથી શેઠે, અલકાનગરીને પણ ગોઠ (ગોકુળ) જેવું નાનું બનાવતું આખું રાજગૃહ નગર એવું શણગાર્યું કે જાણે સાક્ષાત્ રાજમહેલ જ જોઇ લો ! || ૬૪ || ૬૫ / ૬૬ / ૬૭ // હવે તે ગોભદ્ર શેઠે સુર્ય-ચંદ્રના દર્શન કરાવીને છટ્ટે દિવસે રાત્રિજાગરણ કરીને સૌભાગ્યકારી નામસ્થાપન કર્યું. સર્વ સ્વજનોની સાક્ષીએ માતાના સ્વપ્નના અનુસાર પોતાના પુત્રનું ‘શાલિભદ્ર' એવું નામ પાડ્યું. // ૬૮ // ૬૯ . 8A%A88888A YAUAAAAAAAA / રૂ૭ |
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy