SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકમ-૨ शालिभद्र महाकाव्यम् 8282828282828282828282828282828282 પોતાના સામર્થ્યથી (સૈન્યથી) મોહરાજાના અનંતાનુબંધી આદિ સપ્તકને રાજયના સપ્તાંગની જેમ હણીને સાચે જ જે શ્રેણિક શ્રીવીરપ્રભુની ચરણસેવા (શુરવીરો દ્વારા ચરણ-સેવા) પામ્યો. || ૨૮ || તેણે (શ્રેણિકે) તન્મય બની તે રીતે શ્રીવીર પ્રભુનું ધ્યાન ધર્યું, જેથી ભાવિમાં તે વીર પ્રભુ જેવો જ થશે, જેમ ઇયળ ભમરીના ધ્યાનથી ભમરી બને છે. || ૨૯ || સુવર્ણસિદ્ધિના રસ સમાન સમ્યગ્દર્શનથી ભાવિત થયેલું તેનું લોઢા જેવું રાજય પણ સોના જેવું બની ગયું. // ૩ /. - તે શ્રેણિકને ઇન્દ્રાણી જેવા લક્ષણવાળી સામુદ્રિક લક્ષણ-યુક્ત ચલણી નામની પ્રિયા હતી. જેની આંખ પાસે | મૃગલી પણ ચીપડા ભરેલી આંખવાળી લાગતી હતી. / ૩૧ || શ્રેણિક રાજાની શંકાના કાદવમાં પડેલી, શીલથી ચંદ્રકાન્ત મણિ જેવી જે ચેલ્લણાની, ચંદ્ર શા શ્રીવીરપ્રભુનાં કિરણો દ્વારા પરમ જ્યોતિ પ્રગટી. (ચંદ્રકિરણના સંસર્ગથી ચંદ્રકાન્ત મણિનું તેજ વધતું જ હોય છે.) || ૩૦ || તે શ્રેણિક રાજાનો પુત્ર અભયકુમાર મંત્રીસ્થાને શોભતો હતો. તે ઔત્પાતિકી આદિ ચાર બુદ્ધિને રહેવા માટે ઘર, પુણ્યના હાથીને રહેવા માટે હસ્તિશાળા, કીર્તિકન્યાને પરણવા માટે ચોરી, લક્ષ્મીનો ચોરો અને પુણ્યશાળીઓને મુખ્યમણિપણા વડે ચિન્તામણિ સમાન હતો. // ૩૩ // ૩૪ || રાજય અને ધર્મમાં અગ્રેસર નિર્ભય અને સભ્ય શ્રીઅભયકુમાર શોભી રહ્યો હતો. રાજ્યમાં .................................................. ............... ધર્મમાં સામ-દાનાદિ ૪ ઉપાય ......... ........... દાનાદિ ૪ ધર્મ વિગ્રહાદિ ૬ ગુણો .............................. સામાયિકાદિ ૬ આવશ્યકો 8282828282828282828282828282828888 / રૂ૬૧ ||
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy