SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રક્રમ-૨ પ્રક્રમ - ૨ शालिभद्र महाकाव्यम् 8282828282828282828282828282828282 તે સંગમના દાનના પરાક્રમથી ખુશ થયેલા ધર્મ મહારાજાએ જે કૃપા કરી તેની લીલા અમે પ્રસ્તુત કરીએ છીએ. // ૧ /. જંબુદ્વીપ-ભરતક્ષેત્રનું વર્ણન : ચંદ્ર જેવી ગોળ ભૂમિવાળું (ચંદ્ર જેવા અપ્રમત્ત વર્તનવાળા મહાપુરુષ) મહાપુરુષ સમાન, મંગળનું સ્થાન ‘જંબુદ્વીપ’ નામનું શાશ્વત દ્વીપ છે. || ૨ || લાખ યોજન વિસ્તારવાળા જે જંબુદ્વીપની વચ્ચે લાખો દીવાઓની જેમ ઝળહળતો, સદા કાંતિમાન સોનાનો મેરુ પર્વત છે. || ૩ || સૂર્યના રથમાં સાત ઘોડા, ઇન્દ્રના ઘોડામાં સાત મુખ, લગ્નકુંડલીમાં સાત ગ્રહો, સંગીતમાં સાત સ્વરો, રાજયમાં સાત અંગો, હાથીમાં સાત અવયવો અને શરીરમાં સાત ધાતુઓ છે, તેમ આ જંબુદ્વીપમાં જિનેશ્વર દેવોએ સાત ક્ષેત્રો કહ્યાં છે. નવાઇની વાત છે કે આ જંબુદ્વીપ છ વર્ષધર (પર્વત)વાળો હોવા છતાં ‘સપ્તવર્ષ' કહેવાય છે. | ૪ || ૫ | તે જંબુદ્વીપના હૈમવતાદિ ૪ યુગલિક ક્ષેત્રો ધમધર્મની પ્રવૃત્તિ વગરનાં છે. જયારે ભરતાદિ ત્રણ ક્ષેત્રો ધર્માધર્મની પ્રવૃત્તિથી ધમધમતાં છે. જાણે સર્વસંપત્તિનો વેપાર કરનાર કમાઉ દીકરા ! || ૬ || 82828282828282828282828282828282888 સૃ૬ ૪ ||
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy