SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ श्री शालिभद्र महाकाव्यम् FRERERE ત્યારપછી પોતાને ધન્ય માનતી ધન્યા સંગમ માટે ખીર મેળવીને રાજી રેડ થઇ ગઇ. || ૭૩ || વાછરડાઓને વિદાય આપી, સ્નાન કરી, થાક ઉતારી, ભાવિમાં પુણ્યના સંગમવાળો સંગમ પોતાને ઘેર આવ્યો. ॥ ૭૪ || નિઃશલ્ય, નિશ્ચલ, માતાએ તૈયાર કરેલા આસન પર તે ઉત્તર દિશા સન્મુખ બેઠો. જાણે નિર્મળ જૈન-ધર્મ પર બેઠો. ગૌણાર્થ : ઉત્તમ નિષ્ઠાને આગળ કરી, પ્રવચનમાતાથી બનેલા નિશ્ચલ અને નિઃશલ્ય જૈનધર્મ પર તે પ્રતિષ્ઠિત થયો. ॥ ૭૫ || માતા જાણે ભાવિના ફળને જાણનારી હતી. તેણે બાળકની આગળ ગૃહસ્થધર્મરૂપી વૃક્ષ પરથી દાનનું ફળ લેવા જાણે બાજોઠ-પાટલો મૂક્યો. (ઊંચા ઝાડ પરથી નાનું બાળક ફળ શી રીતે તોડી શકે ? નીચે બાજોઠ તો મૂકવો જ પડેને ?) || ૭૬ || તે પાટલા પર ગોળ કુંડાળું દોરતી ભવ્ય ભવિતવ્યતા શી માતાએ જાણે તેના પાપ-કર્મને કુંડલિત (સીમિત) કર્યું. || ૭૭ || સજ્જનના ચિત્ત જેવી વિશાળ (ઉદાર), સજ્જનના વાક્યની જેમ સારી રીતે માંજેલી (વિચારાયેલું) સજ્જનના શરીરની જેમ રુચિ (કાન્તિ)ના સ્થાન સમી થાળી તેણીએ પાટલા પ૨ મૂકી. ॥ ૭૮ || TRERERE પ્રક્રમ-૧ ॥ રૂપર
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy