SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ श्री शालिभद्र महाकाव्यम् FRERERE ચંદ્ર વગરની પણ દિવાળીની રાત જેમ દીવાઓથી ઝળહળે છે તેમ ધન્યા, પતિ વિનાની હોવા છતાં પણ પુત્રરૂપ દીવાથી શોભી રહી હતી. ॥ ૨૩ ॥ જેમ કારતક સુદ પૂનમ દિવાળી જેવી (દેવદીવાળી) ગણાય છે તેમ ધન્યા, વિધવા હોવા છતાં પણ પુત્રના લીધે સધવા જેવી હતી. || ૨૪ || ‘ઉત્તમ પુરુષો સ્વગુણોથી પ્રખ્યાત હોય છે અને મધ્યમ માણસો પિતાના ગુણોથી પ્રખ્યાત હોય છે.’ આ નીતિવાક્યના અનુસાર જાણે સંગમના પિતાનું નામ જણાતું નથી. (માટે જ સંગમ સ્વનામધન્ય હોવાથી ઉત્તમ પુરુષ હતો.) | ૨૫ ॥ ધન્યાની દરિદ્રતા : પોતાના પુત્રના પોષણ માટે, પૂર્વ કર્મના શોષણ માટે નિર્મળ અને નિષ્કપટ ધન્યા પારકા ઘરોમાં કામ કરતી હતી. || ૨૬ || પુત્રરૂપી આંબાના ઝાડને સિંચવા માટે, ગરીબાઇરૂપી આગને બૂઝવવા માટે, ચિન્તા-સત્તાપના નાશ માટે, દુઃખરૂપી કાદવ દૂર કરવા માટે, દક્ષ, દંભ વિનાની, ઉગ્ર આન્તર રોગથી પીડાતી ધન્યા જલયોગ-ઇચ્છુકની જેમ આક્રોશપૂર્વક પાણીના ઘડા ઠાલવતી હતી. ॥ ૨૭ || ૨૮ || તે હવેલીઓની સફાઇ કરતી હતી... જાણે કર્મોની સફાઇ કરતી હતી ! તે ઘંટીથી દળતી હતી... જાણે તે ઘંટી દુ:ખોને દળનારી હતી. ॥ ૨૯ || | EREREREREREI પ્રક્રમ-૧ ॥ ૩૪૬ ॥
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy