SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ જે ભિન્નતા ભાસે છે તે કર્મકૃત અવસ્થાનું પરિણામ સમજવું. માટે જ શ્રી અરિહંત પરમાત્માના દ્રવ્ય-ગુણ-પર્યાયનું ધ્યાન કરવાથી આત્મા નિર્મળ બને છે. પરમગુણી પરમાત્માના ધ્યાનપ્રભાવે ભેદભાવ હટી જાય છે. વસ્તુતઃ અરિહંત પરમાત્માનું ધ્યાન એ જ આત્માનું ધ્યાન છે. એ બેમાં કોઇ પણ ભેદ નથી. એ જ પરમ નિધાન છે. આ પ્રમાણે સદ્ભાવના ભાવી સમ્યગ્દિષ્ટ આત્મા સદા નિજસ્વરૂપમાં મગ્ન રહે છે. આત્માનું સ્વરૂપ નિહાળી તેના ચિંતનમાં લીન બનવાથી સર્વકર્મનો ક્ષય થતાં પરમાનંદપદની પ્રાપ્તિ થાય છે. આત્મચિંતન એ જ પરમજ્ઞાન છે. એ જ પરમ ધ્યાન છે. એ જ પરમ જ્યોતિ છે. એ જ પરમબ્રહ્મને પ્રગટ કરવાનું ઉત્તમ સાધન છે. ભવભ્રમણના નિવારણ માટે એના જેવું અન્ય કોઇ સાધન નથી. માટે વારંવાર આત્મસ્વરૂપના ધ્યાનમાં તન્મય બનવું જોઇએ. (૩) સ્વજન યોગ્ય હિતશિક્ષા : સમ્યગ્દષ્ટિ શ્રાવક પોતાના માતા-પિતાદિને મોહ-મમત્વ ઘટાડવા આ પ્રમાણે હિતોપદેશ આપે છે - આ શરીરનું બળ અને તેની સ્થિતિ વગેરે પૂરી થવા આવી છે, આયુષ્ય હવે ઓછું રહ્યું છે. માટે હવે તેની મમતા છોડવી જોઇએ. જો હજુ પણ તેની મમતા રાખશો તો તે અતિ દુઃખદાયક નીવડશે. સુર-અસુર, દેવ-દેવેન્દ્ર અને ચક્રવર્તીઓ મહાન ઋદ્ધિ, સમૃદ્ધિ અને શક્તિવાળા હોય છે, છતાં કાળપિશાચ આગળ કોઇનું જોર ચાલી શકતું નથી. આયુષ્યની સ્થિતિ પૂર્ણ થતાં તેઓને કોઇ રાખી શકતું નથી. મોહાધીન પ્રાણીઓ હાય-વોય વિલાપ કરી ફોગટ કર્મ બાંધે છે. દેહ માત્ર પુદ્ગલની રચના છે. ધૂળ (માટી)ના ઘરની જેમ તેને નાશ પામતાં વાર લાગતી નથી. માટે તેના પરથી મારાપણાની મમતા છોડી પરમ સારભૂત ધર્મના પાલનમાં તત્પર બનો ! સહજ સમાધિ • ૧૪૦ સંસાર અસાર છે, અસત્ય છે, પરંતુ અનાદિકાલીન અજ્ઞાન અને મોહવશ જીવ તેને સત્ય અને સારભૂત માની લે છે. સમાગમો (ભોગ) સ્વપ્નતુલ્ય છે, સંપત્તિ વીજળીના ઝબકારા જેવી ચપળ છે. આયુષ્ય ડાભ ઉપર રહેલા જળબિંદુ જેવું અસ્થિર છે, કર્મના સંયોગે સાથે રહેલા પ્રાણીઓ, આયુષ્ય સમાપ્ત થતાં, પંખીઓની જેમ ભિન્ન ભિન્ન સ્થાને ચાલ્યા જાય છે. કર્મના સંબંધથી તમારો હું પુત્ર થયો છું. આ હકીકત તમો પણ સારી રીતે જાણો છો માટે મોહ મમતાને મૂકી આત્મહિતમાં તત્પર બની જાઓ; રાગદશાથી જીવને કારમા કર્મબંધ થાય છે. દુર્ગતિમાં જઇ ભયંકર દુઃખોની પરંપરા ભોગવવી પડે છે. એ રીતે મારા પરનું મમત્વ તમને દુઃખદાયી ન બને માટે હું વારંવાર એક જ ભલામણ કરું છું કે મમતાનો ત્યાગ કરી, પુણ્યયોગે મળેલા માનવજીવનને શ્રી જિનધર્મની આરાધના કરીને સફળ બનાવો, સમતાસાગરમાં ઝીલીને સાચા સુખનો આસ્વાદ ચાખો. શુદ્ધ ધર્મનું લક્ષણ : • જગતમાં ધર્મ ધર્મ કરતાં સર્વ કોઇ ફરે છે. પરંતુ ધર્મનો મર્મ (રહસ્ય) વિરલ જીવોને જ પ્રાપ્ત થાય છે. શુદ્ધ ધર્મને પામ્યા વિના ભવનો ભ્રમ ભાંગતો નથી. નિર્મળ સ્ફટિક જેવો આત્માનો શુદ્ધ સ્વભાવ એ (નિશ્ચયથી) ‘વાસ્તવિક ધર્મ’ છે, તથા પંચ પરમેષ્ઠિનું સ્મરણ, વંદન, પૂજન, ધ્યાન વગેરે તેમજ અહિંસા, સંયમ, તપ, આદિ અનુષ્ઠાન એ શુદ્ધ ધર્મને પ્રગટાવવાના પ્રધાન સાધન હોવાથી ‘વ્યવહાર ધર્મ’ કહવાય છે. વ્યવહાર ધર્મના પાલનથી નિશ્ચય ધર્મ અવશ્ય પ્રગટે છે. શુદ્ધ સ્વરૂપી શ્રી અરિહંત પરમાત્માના ધ્યાનથી આત્માના નિર્મળ સ્વરૂપનો અનુભવ થાય છે. પરભાવનો પ્રપંચ : એ સિવાય રાગ-દ્વેષની પરિણતિ, વિષય-કષાયની પ્રવૃત્તિ, સહજ સમાધિ - ૧૪૧ •
SR No.008968
Book TitleSahaj Samadhi
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherKalapurnsuri Sadhna Smarak Trust Patan
Publication Year2006
Total Pages77
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy