SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ સદા લોકરંજન કરવામાં કુશળ છે, ક્રોધવશ બની ધમધમી રહ્યો છે, શુદ્ધ જ્ઞાન, દર્શન, ચારિત્ર કે ક્ષમાદિ ગુણોમાં તન્મય બનતો નથી, પરંતુ વિષયોમાં જ આસક્ત બનીને ભવભ્રમણ કરી રહ્યો છે. આદર્યું આચરણ લોક ઉપચારથી, શાસ્ત્ર અભ્યાસ પણ કાંઇ કીધો ! શુદ્ધ શ્રદ્ધાન વલી આત્મ અવલંબ વિનુ, તેહવો કાર્ય તેણે કો ન સીધો || તારી || ૩ // ભવભ્રમણ કરતાં કરતાં ક્યારેક માનવભવમાં આવશ્યકાદિ દ્રવ્યક્રિયાઓ લોકોપચારથી કરી હશે, એટલે કે વિષ, ગરલ અને અન્યોન્યાનુષ્ઠાનવાળી ક્રિયાઓ કરી હશે, તેમ જ જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમથી શાસ્ત્રોનો કંઇક અભ્યાસ પણ કર્યો હશે, પરંતુ શુદ્ધ સત્તાગત આત્મધર્મની શુદ્ધ રુચિ (શ્રદ્ધાન) વિના તેમ જ આત્મગુણના આલંબન વિના માત્ર બાહ્ય ક્રિયા વડે કે સ્પર્શ અનુભવજ્ઞાન વિનાના શાસ્ત્રાભ્યાસ વડે સમ્યગુદર્શનની પ્રાપ્તિરૂપ કોઇ કાર્ય સિદ્ધ થયું નથી. સ્વામી દરિસણ સમો નિમિત્ત લઇ નિર્મલું, જો ઉપાદાન એ શુચિ ન થાશે ! દોષ કો વસ્તુનો અહવા ઉદ્યમ તણો, સ્વામી સેવા સહી નિકટ | લાસે | તાર0 | ૪ | વીતરાગ પરમાત્માના દર્શન (શાસન) જેવું નિર્મળ, પુષ્ટ નિમિત્ત પ્રાપ્ત કરીને પણ જો મારી આત્મસત્તા પવિત્ર - શુદ્ધ ન થાય તો વસ્તુનો - આત્માનો જ કોઇ દોષ છે, અથવા જીવદળ તો યોગ્ય છે, પણ મારા પોતાના પુરુષાર્થની જ ઊણપ છે ? પરંતુ હવે તો સ્વામીનાથની સેવા જ ખરેખર મને પ્રભુની નજીક લઇ જશે અને મારી અને તેમની વચ્ચેના અંતરને ભાંગી નાંખશે. સ્વામીગુણ ઓળખી સ્વામીને જે ભજે, દરિસન શુદ્ધતા તેહ પામે! જ્ઞાન ચારિત્ર તપ વીર્ય ઉલ્લાસથી, કર્મ જીપી વસે મુક્તિ ધામે || તાર0 || ૫ | જે આત્મા અરિહંત પરમાત્માના ગુણોને ઓળખી તેમની સેવા કરે છે, તે આત્મા શુદ્ધ સમ્યગદર્શન પામે છે અને જ્ઞાન (યથાર્થ અવબોધ), એક છોક કોક કોક છોક પરમતત્ત્વની ઉપાસના * ૧૪૪ ૪દરેક tople who ચારિત્ર (સ્વરૂપમણ), તપ (તત્ત્વએકાગ્રતા), વીર્ય (આત્મશક્તિ) ગુણના ઉલ્લાસ વડે અનુક્રમે સર્વ કમોને જીતી મોક્ષ - મુક્તિમંદિરમાં જઇ વસે છે. જગતવત્સલ મહાવીર જિનવર સુણી, ચિત્તપ્રભુ ચરણને શરણ વાસ્યો ! તારજો બાપજી બિરુદ નિજ રાખવા, દાસની સેવના રખે ન જોશો | | તાર૦ | || મહાવીર પરમાત્મા ત્રણે જગતનું હિત કરનારા છે.' એમ સાંભળીને મારા ચિત્તે આપનાં ચરણોનું શરણ સ્વીકાર્યું છે, તેથી તે જગતાત ! હે રક્ષક ! પ્રભુ ! આપ આપના તારકતાના બિરુદને સાર્થક કરવા માટે પણ મને આ સંસારસાગરથી તારજો ! પરંતુ દાસની સેવાભક્તિ તરફ ધ્યાન ન દેતા, અર્થાત્ આ સેવક તો મારી સેવા-ભક્તિ બરાબર કરતો નથી એમ જાણી મારી ઉપેક્ષા ન કરશો, પણ મારી સેવા તરફ જોયા વિના ફક્ત આપના એ તારક બિરુદને રાખવા માટે મને તારજો-પાર ઉતારજો ! વિનતી માનજો શક્તિએ આપજો, ભાવ સ્યાદ્વાદતા શુદ્ધ ભાસે ! સાધી સાધક દશા સિદ્ધતા અનુભવી, દેવચંદ્ર વિમળ પ્રભુતા પ્રકાશે || તાર) | ૭ || હે કૃપાળુદેવ ! મારી એક નાની શી વિનંતીને આપ જરૂર સ્વીકારજો અને મને એવી શક્તિ આપજો કે જેથી હું વસ્તુના સર્વ ધર્મોને જરા પણ શંકાદિ દૂષણ સેવ્યા વિના યથાર્થરૂપે જાણી શકું, તેમ જ સાધક દશાને સાધી સિદ્ધ અવસ્થાને અનુભવી શકું અને દેવોમાં ચંદ્ર સમાન ઉજવળ એવી પ્રભુતાને પ્રગટાવી શકું. Dાવાદના જ્ઞાનથી સાધકતા પ્રગટે છે, અને સાધકતાથી સિદ્ધતા પ્રાપ્ત થાય છે. જ ચોવીસમાં સ્તવનનો સાર : ‘મોક્ષનો પ્રધાન હેતુ જિનભક્તિ છે.' આ સર્વ સિદ્ધાંતોનું સારભૂત વચન છે, જ્ઞાની પુરુષો મુક્તિ કરતાં પણ પ્રભુભક્તિને હૃદયમાં અધિક શક, ઝોક જ દરેક જી. પરમતત્ત્વની ઉપાસના * ૧૪૫ . .જો આમ થક
SR No.008967
Book TitleParam Tattvani Upasana
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherVardhaman Tattvagyan Vidyalaya Mundra
Publication Year2008
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati, Soul, & Spiritual
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy