SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ [(૨૨) શ્રી નેમિનાથ જિન સ્તવન પ્રશસ્ત ભક્તિરાગનો પ્રભાવ | (પદ્મપ્રભ જિન જઇ અલગ વસ્યા.. એ દેશી) નેમિજિનેશ્વર નિજ કારજ કર્યું, છાંડ્યો સર્વ વિભાવો જી ! આતમશક્તિ સકલ પ્રગટ કરી, આસ્વાદ્યો નિજ ભાવો જી ! નેમિ0 / ૧ // શ્રી નેમિનાથ ભગવાને નિજ સ્વસિદ્ધતારૂપ કાર્યને પૂર્ણ કર્યું છે, એટલે કે શ્રી નેમિનાથ ભગવાને સર્વવિભાવ દશાનો – વિષય-કષાય અને રાગદ્વેષાદિનો સર્વથા ત્યાગ કર્યો છે, તથા આત્માની જ્ઞાનાદિ સર્વશક્તિઓને પૂર્ણપણે પ્રગટાવી અને નિજ શુદ્ધ સ્વભાવનું આસ્વાદન કર્યું છે. આમ તેઓ પોતાના આત્માના શુદ્ધ સ્વભાવના ભોક્તા બન્યા છે. રાજુલ નારી રે સારી મતિ ધરી, અવલંખ્યા અરિહંતો જી ! ઉત્તમ સંગે રે ઉત્તમતા વધે, સધે આનંદ અનંતો જી નેમિ0 | ૨ ||. શીલાદિ ગુણથી વિભૂષિત રાજિમતીએ પણ ઉત્તમ બુદ્ધિને ધારણ કરી, પતિ તરીકેના અશુદ્ધ રાગને છોડી દીધો અને શ્રી અરિહંત પ્રભુને પોતાના દેવાધિદેવ તરીકે સ્વીકાર્યા. ખરેખર ! ઉત્તમ પુરુષોના સહવાસથી ઉત્તમતા વૃદ્ધિ પામે છે અને અનુક્રમે અનંત આનંદ પ્રાપ્ત થાય છે. રાજિમતીએ જેમ આ સૂક્તિની યથાર્થતા કરી બતાવી તેમ આપણે પણ આ સૂતિની યથાર્થતા કરવી જોઇએ. ધર્મ અધર્મ આકાશ અચેતના, તે વિજાતિ અગ્રાહ્યો જી ! પુદ્ગલ ગ્રહવે રે કર્મ કલંકતા, વાધે બાધક બાહ્યો જી નેમિ0 | ૩ || શ્રી રાજિમતીએ જે તત્ત્વની અનુપ્રેક્ષા - વિચારણા કરી હતી તે બતાવે છે : સમગ્ર લોકમાં રહેલા પંચાસ્તિકાય (ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ અને જીવ)માંથી ધર્મ, અધર્મ અને આકાશ આ ત્રણ દ્રવ્યો અચેતન અને વિજાતીય છે, તેથી તે ત્રણેનું ગ્રહણ થઇ શકતું નથી. પુદ્ગલ દ્રવ્ય વિજાતીય હોવા છતાં ગ્રાહ્ય છે, પણ ગ્રહણ કરવાથી જીવ કર્મથી કલંકિત બને છે, બાહ્ય ભાવ વૃદ્ધિ પામે છે અને તેનાથી સ્વગુણોનો અવરોધ (બાધ) થાય છે. રાગી સંગે રે રાગ દશા વધે, થાયે તિણે સંસારો જી ! નિરાગીથી રે રાગનું જોડવું, લહીએ ભવનો પારો જી નેમિ0 || ૪ || સંસારી જીવો રાગદ્વેષયુક્ત છે. તેમની સાથે સંગ-પ્રેમ કરવાથી રાગદશા વધે છે અને તેથી સંસારની વૃદ્ધિ થાય છે. પરંતુ નીરાગી એવા શ્રી અરિહંત પરમાત્માની સાથે રાગ-પ્રીતિ કરવાથી ભવનો પાર પામી શકાય છે. અપ્રશસ્તતા રે ટાળી પ્રશસ્તતા, કરતાં આસવ નાચે જી ! સંવર વાધે રે સાધે નિર્જરા, આતમભાવ પ્રકાશે જી નેમિ0 | ૫ | બાહ્ય પદાર્થ ઉપરનો અપ્રશસ્ત રાગ દૂર કરવાથી અને શ્રી અરિહંત પરમાત્મા ઉપર પ્રશસ્ત રાગ ધારણ કરવાથી આમ્રવનો નાશ થાય છે, એટલે કે નવીન કર્મબંધ અટકી જાય છે તેમ જ પૂર્વકૃત કર્મોની નિર્જરા - ક્ષય થાય છે અને તે સંવર અને નિર્જરાના યોગે આત્મશક્તિઓ પ્રગટે છે. કરેલ છ, જ, ઝ, થ પરમતત્તની ઉપાસના * ૧૩૩ , , , , be ple એક છોક કોક , કોઈક પરમતત્ત્વની ઉપાસના * ૧૩૨ . , + 9
SR No.008967
Book TitleParam Tattvani Upasana
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherVardhaman Tattvagyan Vidyalaya Mundra
Publication Year2008
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati, Soul, & Spiritual
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy