SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વ સંપત્તિનો આધાર પણ તું પોતે જ છે, માટે તું તારા તત્ત્વને પ્રગટ કરવા સદા પુરુષાર્થશીલ અને જાગ્રત બન ! (૩) આત્મભાવના : ઉપર્યુક્ત રીતે શુભ ભાવનાથી ભાવિત થયેલો આત્મા પરમાત્માના ધ્યાનમાં તન્મય બની શકે છે. પરમાત્મસ્વરૂપમાં સ્થિરતા મેળવવા આ પ્રમાણે ભાવના ભાવવી જોઇએ. (૧) એકતા : હું જ્ઞાનાદિ અનંત ગુણ-પર્યાયના સમુદાય સ્વરૂપ એક, અખંડ, અવિનાશી આત્મદ્રવ્ય છું. (૨) શુદ્ધતા : નિશ્ચયનયની અપેક્ષાએ હું પૂર્ણ, શુદ્ધ, નિષ્કલંક, નિર્દોષ, નિરામય, નિઃસંગ આત્મા છું. જોકે વ્યવહારનયની અપેક્ષાએ અનાદિકાળથી પરભાવમાં લુબ્ધ બની, સ્વભાવભ્રષ્ટ થઇ અશુદ્ધ બનેલો છું. છતાં જાતિથી મૂળધર્મે તો હું શુદ્ધ-ગુણ પર્યાયમય આત્મા જ છું. (૩) નિર્મમ : હું મમતા (મારાપણ)થી રહિત છું. (૪) હું કેવલ જ્ઞાનમય અને કેવલ દર્શનમય છું. (૫) શુદ્ધ સ્વરૂપનાં ભાસન (અનુભવજ્ઞાન) અને રમણતામાં સ્થિર થયેલો હું સર્વ બાહ્ય અને અત્યંતર ઉપાધિઓનો નાશ કરી રહ્યો છું. આ પ્રમાણે પ્રભુભક્તિ અને આત્મભાવના આદિ ઉપાયો દ્વારા પકારકચક્ર શુદ્ધ આત્મસ્વરૂપનું સાધક બને છે અને સાધકતાને પામેલા કારકોની પ્રવૃત્તિ પરિવર્તન પામે છે ત્યારે સાધકને ‘હું આત્મધર્મનો કર્તા છું, આત્મધર્મમાં પરિણમવું એ મારું કાર્ય છે; જ્ઞાનાદિ ગુણો એ મારા આત્મધર્મને અનુરૂપ પ્રવૃત્તિ કરે છે, આત્માની અપૂર્વ અપૂર્વ શક્તિઓ ક્રમશઃ પ્રગટતી જાય છે. અને સમગ્ર ગુણપર્યાયનો આધાર મારો આત્મા જ છે', એવી પ્રતીતિ થાય છે. આ રીતે ‘ષટ્કારક' સાધક ભાવને પામે છે ત્યારે અવશ્ય સિદ્ધતારૂપ કાર્ય સિદ્ધ થાય છે. આ છ કા૨ક એ કાર્યને ઉત્પન્ન કરવાનાં સાધનો છે, માટે એ કારણના જ પ્રકારો છે. સર્વ કાર્ય કર્તાને આધીન હોય છે; પરંતુ કારણાદિ સામગ્રી વિના કર્તા કોઇ પણ કાર્ય કરવા સમર્થ બની શકતો નથી. પરમતત્ત્વની ઉપાસના * ૧૨૦ આત્માના છ કારક એ આત્માના પ્રગટ-નિરાવરણ પર્યાય છે. કર્તાપણું વગેરે આત્માનો વિશેષ સ્વભાવ છે. ગુણ અને પર્યાયને આવરણ હોય છે પણ સ્વભાવને કોઇ આવરણ હોતું નથી; પરંતુ તેનાં કારણભૂત ચેતના અને વીર્ય કર્મથી આવૃત્ત છે, તેથી કર્તૃત્વશક્તિ મંદ પડે છે. વિપરીત રૂપે પરિણમે છે. પણ તે કર્તૃત્વશક્તિ કદાપિ મૂળથી આવૃત થતી નથી. મૂળ આત્મસ્વરૂપ કર્મથી આવૃત હોવાને લીધે કર્મબંધ રૂપ અશુદ્ધ કાર્યનો કર્તા જીવ બને છે, પરંતુ જ્યારે પરમાત્માના આલંબને શુદ્ધ સ્વભાવને પ્રગટ કરવાની રુચિ જાગે છે, ત્યારે કર્તૃત્વઆદિ ષટ્કારક સ્વકાર્ય કરવાને શક્તિમાન થાય છે. માટે શ્રી અરિહંત પરમાત્માની સેવા એ જ મોક્ષપ્રાપ્તિનો સરળ અને સર્વશ્રેષ્ઠ ઉપાય છે, આ જ સર્વશાસ્ત્રોનું પરમ રહસ્ય છે. તે રહસ્યને પામીને સર્વ મુમુક્ષુ આત્માઓએ જિનભક્તિમાં તત્પર અને તન્મય થવા સદા ઉદ્યમશીલ બનવું જોઇએ. આત્મજ્ઞાનની પ્રાપ્તિ કેવી રીતે થાય ? પૂજ્યશ્રી : જેમ ઝવેરાત ઝવેરીની દુકાનેથી મળે તેમ આત્મજ્ઞાન ગુરુગમવર્ડ મળે. તે માટે ગુરુજનો પ્રત્યે અત્યંત બહુમાન જોઈએ. ગુરુજનોના બહુમાન વગરનું જ્ઞાન જીવનું પતન કરાવે, ગર્વ કરાવે. ગુરુજનો આ જન્મે કે અન્ય જન્મે તીર્થંકરનો યોગ કરી આપે તેવી ચાવી આપે છે. જે મોક્ષનું કારણ બને છે. પરમતત્ત્વની ઉપાસના * ૧૨૧
SR No.008967
Book TitleParam Tattvani Upasana
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherVardhaman Tattvagyan Vidyalaya Mundra
Publication Year2008
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati, Soul, & Spiritual
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy