SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ જ નિમિત્ત કાર્ય-કારણની અપેક્ષાએ વિચારણા : શ્રી અરિહંત પરમાત્માનું જે શુદ્ધ-સિદ્ધતારૂપ કાર્ય પ્રગટેલું છે, તે જ મુમુક્ષુ ભવ્યાત્માને નિમિત્ત કારણ છે. અરિહંત પરમાત્માના કેવળજ્ઞાનાદિ ગુણોનાં ચિંતન-ધ્યાન વડે મુમુક્ષુ આત્માને તેવું જ પોતાનું શુદ્ધ સ્વરૂપ પ્રગટાવવાની રુચિ ઉત્પન્ન થાય છે. અને મોક્ષરુચિ રૂપ ઉપાદાન કારણ એ અંતે મોક્ષરૂપ કાર્યમાં પરિણમે છે. આ રીતે, પરમાત્માની સકલ સિદ્ધતા એ જ ભવ્યાત્માને પરમ સાધન રૂપ છે. શ્રી અરિહંત પરમાત્માને આદર અને બહુમાનપૂર્વક કરેલો એક જ નમસ્કાર એ ભવ્યજીવોને સંસારસાગરથી પાર ઉતારવામાં સમર્થ છે. આ છે પ્રભુવંદનાનું મહાન ફળ ! પ્રભુની પ્રભુતાને યથાર્થ રીતે ઓળખી અને સ્વસાધ્યને સિદ્ધ કરવા માટે જે કોઇ શ્રી અરિહંત પરમાત્માને વંદન કરે છે, તેનું જીવન ધન્ય બને છે, કૃતાર્થ થાય છે. આવા મુમુક્ષુ આત્માઓ અલ્પકાળમાં જ મોક્ષસુખના ભોક્તા બને છે, એ નિશ્ચિત વાત છે. હોવા છતાં દેવ-ગુરુરૂપ નિમિત્ત ન મળવાથી તેઓમાં ઉપાદાનકારણતા પ્રગટતી નથી. ઉપાદાનમાં કારણતા (નિયમા કાર્ય ઉત્પન્ન કરવાની શક્તિ) નિમિત્તના યોગે જ પ્રગટે છે. ઉપાદાન, અનાદિ હોવા છતાં તેની કારણતા સાદિ-સાન્ત છે. શ્રી અરિહંત પરમાત્માના આલંબનથી જયારે આત્મા સ્વરૂપમાં લયલીન બને છે, ત્યારે ઉપાદાનકારણતા પ્રગટે છે અને સિદ્ધતારૂપ” કાર્ય સિદ્ધ થતાં તે (કારણતા) પણ નિવૃત્ત થઇ જાય છે. બીજમાં ફળ ઉત્પન્ન કરવાની શક્તિ તે ઉપાદાન છે, પણ વૃષ્ટિ વગેરે સામગ્રીના યોગથી તેમાં અંકુર ફૂટે છે, ત્યારે જ ફળરૂપ કાર્યની સિદ્ધિ થઇ શકે તેવી રીતે મોક્ષરૂપ કાર્યનું બીજ આત્મા હોવા છતાં શ્રી અરિહંતની સેવાદિના યોગે સમ્યગદર્શન પ્રગટતાં મોક્ષરૂપ કાર્ય સિદ્ધ થાય છે. બીજના ઢગલા પડ્યા હોય, છતાં વૃષ્ટિ આદિના અભાવે જેમ ભયંકર દુષ્કાળ પડે છે. તેમ આ લોકમાં અનેક ભવ્યજીવો વિદ્યમાન છે. છતાં શ્રી અરિહંત પરમાત્મા અને તેમના શાસનની આરાધના વિના કોઇનો પણ મોક્ષ થતો નથી. માટે, એમ નક્કી થાય છે કે શ્રી અરિહંતની સેવા એ મોક્ષનું પુર નિમિત્ત છે, તે વિના એકલું ઉપાદાન કાર્ય કરવાને સમર્થ બની શકતું નથી. હવે અપેક્ષાએ “કાર્ય” એ કારણરૂપે પરિણમે છે અને “કારણ” કાર્યરૂપે પરિણમે છે, એ આશ્ચર્યજનક પંક્તિનું રહસ્ય શું છે તે સમજીએ. જ ઉપાદાન કાર્ય-કારણની અપેક્ષાએ વિચારણા : જયારે શ્રી અરિહંત પરમાત્માદિના આલંબનથી સમ્યગુદર્શનની પ્રાપ્તિ થાય છે, ત્યારે “તત્ત્વશ્રદ્ધા, તત્ત્વજ્ઞાન અને તત્ત્વરમણતારૂપ” (ક્ષયોપશમ રત્નત્રયીરૂપ) કાર્યની નિષ્પત્તિ થાય છે, અને તે ક્ષાયોપથમિક રત્નત્રયીરૂપ કાર્ય એ જ ક્ષાયિક રત્નત્રયીને પ્રગટ કરવામાં કારણરૂપ બને છે. આ રીતે કાર્યનું કારણરૂપે પરિણમન થાય છે. હવે જે ક્ષયોપશમ રત્નત્રયીરૂપ કારણ છે કે જ્યારે ક્ષાયિક ભાવે પરિણમે છે ત્યારે “કારણ” એ જ કાર્યરૂપે બની જાય છે. એક છોક કોક , કોઈક પરમતત્વની ઉપાસના * ૨૦ ક. ૪, + 9 કાળનો બોમ્બ પડશે ત્યારે શું ? ભૂતકાળમાં બહારના હુમલાથી બચવા રાજાઓ કિલ્લાઓ ચણતા હતા. હવે બોમ્બ પડવા માંડ્યા એટલે લોકોએ ભોયરા (બંકર) બનાવ્યા. પણ આ કાળનો બોમ્બ પડે ત્યારે કોનું શરણ લેશો ? ભૌતિક વિજ્ઞાન પાસે એનો જવાબ નથી. બોમ્બ પડેલો હોય તે ધરતી ઘણા શ્રમથી કોઈ પલ્લવિત કરે. ઈજા પામેલા માનવોને સારવાર આપે, પણ મૃત્યુ પાસે તે શું કરી શકે ? ધર્મ જ માનવને સ્વાધીનતા અને સુખ આપશે. પ્રક. શક જાક . શક પરમતત્વની ઉપાસના * ૨૧ થી *ક જ છja.
SR No.008967
Book TitleParam Tattvani Upasana
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherVardhaman Tattvagyan Vidyalaya Mundra
Publication Year2008
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati, Soul, & Spiritual
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy