SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ મહા સુ. ૧૨, ભચાઉ, અહીં પૂજ્યશ્રીને સમાચાર મળ્યા કે ચિત્રોડ પાસે ટ્રક અકસ્માતમાં બે સાધ્વીજીઓ (સા. ચન્દ્રવ્રતાશ્રીજી તથા સા. ચાયશાશ્રીજી) અને એક માણસ મૃત્યુ પામ્યાં છે. આ સાંભળતાં જ પૂજયશ્રીનું હૃદય એકદમ કસણાર્દ્ર બની ગયું હતું. બધા મુનિઓને બોલાવીને રોડ પર ચાલતા કેવી સાવધાની રાખવી ? વગેરે અંગે માર્ગદર્શન આપ્યું હતું. શ્રાવકોને પણ આ અંગે ઘટતું કરવા જણાવ્યું હતું. મહા વદ-૮-૯-૧૦ ચિત્રોડ, ચિત્રોડ સંઘે અકસ્માતમાં કાળધર્મ પામેલાં બે સાધ્વીજીઓના સંયમજીવનની અનુમોદનાર્થે કરેલાં જિનભક્તિ મહોત્સવમાં ત્રણ દિવસ રોકાવાનું થયું હતું. અહીં છસરા અંજનશલાકાની વિનંતી માટે કુંદરોડીવાળા ખીમજી છેડા આવેલા. મહા વદ-૧૧-૧૨, થોરીઆરી, ચિત્રોડથી આગળ જતાં વિહારમાં આવેલા પુરુષોએ અકસ્માતની જગ્યા બતાવી. તે સ્થાને તૂટેલા પાત્રના ઝીણા ટુકડાઓ પણ બતાવ્યા. ૮-૧૦ માઇલસ્ટોન પણ તૂટેલા હતા. સાધ્વીજીઓના ચહેરા એટલી હદે છુંદાઈ ગયેલા હતા કે ઓળખવામાં પણ મુશ્કેલી થાય, એમ તેમણે કહેલું. - થોરીઆરી બે દિવસ સ્થિરતા દરમ્યાન નૂતન જિનાલય બનાવવા પૂજ્યશ્રીએ પ્રેરણા કરેલી. અમે ઊતરેલા તે જૂનો ઉપાશ્રય, નગીનદાસ કરમચંદનો સંઘ આવેલો તે વખતે સંઘપતિએ આપેલી રકમમાંથી બનાવવામાં આવેલો. (વિ.સં. ૧૯૮૩) બાજુની ઓરડીમાં ધાતુના શીતલનાથ ભગવાન હતા. ફા.સુ. ૬-૭-૮, શણવા, જિનભક્તિ મહોત્સવ. ફ.વ. ૧, વ્રજવાણી, શિવમંદિરમાં મુકામ, અહીંના અજૈન માણસોએ પૂજ્યશ્રી પાસે આ ગામમાં પ00થી પણ વધુ વર્ષ પહેલા થયેલા એક ઢોલીની વાત કરેલી, જેની પાછળ ગામની બહેનો પાગલ હતી. એને મારી નાંખવામાં આવતાં એની ચિતામાં અનેક સ્ત્રીઓએ અગ્નિસમાધિ લીધેલી. એ ઢોલી જ્યારે ઢોલ વગાડતો ત્યારે સ્ત્રીઓ ગાંડીઘેલી બની જતી. પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૧૪૦ ફા.વદ-૨-૩, બેલા, મોટા રણના કિનારે રહેલું આ ગામ એક જમાનામાં વ્યાપારનું મથક હતું, પણ ત્યારે બે જ ઘર હતાં. (આજે તો એક પણ નથી.) અહીં પૂજયશ્રીની પ્રેરણાથી ઘણા અજૈન ભાઇઓએ દારૂ-માંસ આદિના ત્યાગની પ્રતિજ્ઞા લીધી હતી. ત્યાંથી પૂજ્યશ્રીએ જાટાવાળા, લોદ્રાણી, બાલાસર, રવ વગેરે ગામોમાં ઉપકારની હેલી વરસાવતાં રાપર, જેસડા, સુવઇ વગેરે ગામોમાં વિચરણ કર્યું હતું. બેલા વગેરે ગામોમાં ત્યાર પછી પૂજ્યશ્રી કદી પધાર્યા નહિ. ચૈત્ર સુદ-૫ થી ચૈત્ર વદ-૧, કટારીઆ તીર્થ, ગાગોદરવાળા સોમચંદ હરચંદ મહેતા પરિવાર તરફથી ચૈત્રી ઓળીની આરાધના કરાવવામાં આવી હતી ત્યારે પોષ મહિના જેવી ભયંકર ઠંડી પડી હતી. વૈ.સુ.૮-૧૦, મનફરા, જિનાલયની સાતમી વર્ષગાંઠે સાધર્મિક વાત્સલ્ય વગેરે રહ્યું હતું. વૈ.વદ-૪ થી જે સુદ-૫, છસરા, વિ.સં. ૨૦૧૫માં પૂજય કનકસૂરિજીની નિશ્રામાં અહીં નૂતન જિનાલયના ખાત મુહૂર્ત આદિ થયેલાં હતાં. જિનાલય પરિપૂર્ણ બનતાં ગામમાં રહેલા ૪૦૦ વર્ષ પ્રાચીન શાન્તિનાથ ભગવાનના પ્રતિમા જિનાલયની ઉપર સ્થાપિત કરવાના હતા તથા નૂતન મૂળનાયક શ્રી મુનિસુવ્રતસ્વામી આદિ જિનબિંબોની અંજનશલાકા - પ્રતિષ્ઠા કરવાની હતી. પૂજ્યશ્રીની નિશ્રામાં આ પહેલી જ અંજનશલાકા હતી. (પૂ. કનકસૂરિજીની કે પૂ. દેવેન્દ્રસૂરિજીની નિશ્રામાં પણ ક્યારેય અંજનશલાકા નથી થઇ.) વાગડ સમુદાયની પરંપરામાં આ પહેલી અંજનશલાકા હતી. એટલે લોકોમાં અપાર ઉત્સાહ હતો. ગવૈયા ગજાનનભાઇએ ભક્તિનો અદ્ભુત રંગ જમાવ્યો હતો . આ અંજનશલાકામાં કાંડાગરા વગેરે ગામોના જિનબિંબોની પણ અંજનશલાકા થઇ હતી. ‘પ્રિયંવદા' દાસી બનેલી બહેને પછીથી (વીસેક વર્ષ પછી) દીક્ષા લીધી. કચ્છ વાગડના કર્ણધારો ૨ ૧૪૧
SR No.008966
Book TitleKaccha Vagadna Karndharo
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2010
Total Pages193
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy