SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ માગ.સુ.૩, ભદ્રેશ્વર તીર્થમાં સંઘની તીર્થમાળ સાથે આચાર્ય પદવી થઇ. ગુરુભક્ત ત્રિપુટી (માલશી મેઘજી, હીરજી પ્રેમજી, હરખચંદ વાઘજી, આધોઇ)એ તેર હજારમાં કામળી વહોરાવવાનો ચડાવો લીધેલો. મુનિ શ્રી અમરેન્દ્રવિજયજી તથા બંધુત્રિપુટી (મુનિચન્દ્રવિ., કીર્તિચન્દ્રવિ. તથા જિનચન્દ્રવિ.) ત્યારે હાજર હતા. પ્રવક્તા શ્રી જિનચન્દ્રવિજયજીએ ‘તિત્શયરસમો સૂરી' કહીને પૂજ્યશ્રીની યોગ્યતાને બિરદાવી હતી. સુરેન્દ્રનગરમાં સાથે ગાળેલા ચાતુર્માસના સંસ્મરણોને પણ વાગોળ્યાં હતાં. પૂજ્યશ્રીએ આચાર્ય પદવી પછીના વક્તવ્યમાં ‘નાના બાળક પર ભાર મૂકવામાં આવ્યો છે, તે વહન કરવાની શક્તિ પ્રભુકૃપાએ મળો. ચતુર્વિધ સંઘ તરફથી ઊછળતા અક્ષતોને હું માત્ર અક્ષતો રૂપે ન જોતાં સાક્ષાત્ શુભેચ્છાઓને જોતો હતો.” વગેરે જણાવ્યું હતું. નૂતન આચાર્યશ્રી વિજયકલાપૂર્ણસૂરિજીને પૂ. દેવેન્દ્રસૂરિજીએ વંદન કર્યાં ત્યારે ભાવભર્યું દેશ્ય સર્જાયું હતું. આ પ્રસંગે ‘સહજ સમાધિ’ (અમૃતવેલની સજઝાય પરનું વિવેચન) નામના પૂજ્યશ્રીના પુસ્તકનું વિમોચન થયું હતું. આ અવસરે અન્યત્ર પણ ૧૮-૨૦ જેટલી આચાર્ય પદવીઓ હતી. કોઇ એકે માગ.સુ.૨ ના પદવીનું નક્કી કરતાં નાના-મોટાનો સવાલ ઊભો થતાં બધાની માગ.સુ.૨ ના દિવસે આચાર્ય પદવી થઇ. પૂજ્યશ્રી પર પણ માગ.સુ.૨ ના દિવસે આચાર્ય પદવી ગ્રહણ કરવા માટે દબાણ આવ્યું : ‘જો તમે સુ.૨ ના નહિ લો તો નાના થઇ જશો.’ પૂજ્યશ્રીએ કહેલું : ‘હું આમેય નાનો જ છું ને નાનો રહેવામાં જ માનું છું.’ આમ પૂજ્યશ્રીની પદવી માગ.સુ.૩ ના થઇ. નાના થવાના ભયે કે મોટા થઇ જવાની લાલચે પૂજ્યશ્રીએ માગ.સુ.૩ ના મુહૂર્તમાં ફેરફાર ન કર્યો તે તેમનામાં રહેલી નમ્રતાને જણાવે છે. પલાંસવામાં પૂ. દેવેન્દ્રસૂરિજીની નિશ્રામાં આગામી મનફરા ચાતુર્માસની જય બોલાઇ. પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૧૩૬ દીક્ષાઓ : પો.વ.૬, લાકડી, સા. ચન્દ્રવદનાશ્રીજી (પ્રભાબેન, લાકડીઆ) પૂ. દેવેન્દ્રસૂરિજીની નિશ્રામાં આ છેલ્લી દીક્ષા હતી. મહા સુ. ---, ફતેગઢ, અનંતપ્રભાશ્રીજી (તારાબેન, ફતેગઢ), ફા.સુ.૪, રાધનપુર, સા. સંવેગરસાશ્રીજી (તરુણિકાબેન, રાધનપુર), સા. મહાપદ્માશ્રીજી (સુશીલાબેન, રાધનપુર) રાધનપુર સ્થિરતા દરમ્યાન પ્રજ્ઞાચક્ષુ પંડિત શ્રી હરગોવનદાસને પૂજ્યશ્રીએ નાના મહાત્માઓની સૂત્રોમાંથી અશુદ્ધિઓ દૂર કરવાની તથા શુદ્ધિપૂર્વક સૂત્રો શી રીતે બોલાય ? તે સમજાવવા જણાવ્યું હતું. પંડિતજીએ તેમ કર્યું હતું. સંયુક્તાક્ષર કઇ રીતે બોલાય ? અનુસ્વારનું ઉચ્ચારણ કઇ રીતે કરાય ? વગેરે સમજાવ્યું હતું. પૂ. દેવેન્દ્રસૂરિજી કચ્છમાં રહ્યા હતા, જ્યારે પૂજ્યશ્રી દીક્ષા પ્રસંગે રાધનપુર પધાર્યા હતા. શંખેશ્વર (શંખેશ્વરમાં ત્રિસ્તુતિકાચાર્ય શ્રી વિદ્યાચન્દ્રસૂરિજી તથા પૂ. મુનિ શ્રી જયંતવિજયજી (હાલ આચાર્ય) વગેરે પૂજ્યશ્રીને મળવા ઉપાશ્રયમાં પધાર્યા હતા.) થઇને પાછા વળતાં વેડ મુકામે પ્રેમચંદ નામના ગોરજીએ તથા વેડ શ્રીસંઘે હસ્તલિખિત પ્રાચીન ભંડારનો એક મોટો પટારો પૂજ્યશ્રી સમક્ષ ખુલ્લો મૂકી દીધો હતો, પણ પૂજ્યશ્રીએ માત્ર નિરીક્ષણ કર્યું હતું, કશું લીધું નહોતું. રસ્તામાં સાંતલપુર, પલાંસવા વગેરે સંઘોની ચૈત્રી ઓળી માટે ખૂબ જ આગ્રહભરી વિનંતી હતી, પણ પૂ. દેવેન્દ્રસૂરિજીનું સ્વાસ્થ્ય ઠીક નથી, પગે થયેલા સોજામાંથી પાણી નીકળી રહ્યું છે, વગેરે સમાચારો જાણીને તાત્કાલિક આધોઇ પધાર્યા. ઓળી પહેલાં જ પૂજ્યશ્રી આધોઇ પધારી ગયા. પૂ. દેવેન્દ્રસૂરિજીએ આવી અવસ્થામાં પણ પ્રથમ ત્રણ આયંબિલ કર્યા. બધાએ ના પાડેલી છતાં ચૈત્ર સુ.૧૪નો ઉપવાસ કર્યો જ. (તેઓશ્રીની દર ચૌદસે ઉપવાસ કરવાની ટેક હતી તે જીવનપર્યંત પાળી) તે જ દિવસે સાંજે પાંચ વાગે કાનજી અજાભાઇના મકાનમાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. ઉપાશ્રય નવો થઇ રહેલો હતો માટે કાનજીભાઇના મકાનમાં પૂ. દેવેન્દ્રસૂરિજી આદિ રહ્યા હતા. કચ્છ વાગડના કર્ણધારો - ૧૩૭
SR No.008966
Book TitleKaccha Vagadna Karndharo
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2010
Total Pages193
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy