SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ નવસારી દીક્ષા પછી પૂજ્યશ્રી ૧ મહિના સુધી જલાલપુર (પૂ. કમલસૂરિજીની સ્વર્ગભૂમિ) રોકાયા હતા. ધ્યાન માટે એમને આ સ્થાન ખૂબ જ ગમી ગયું હતું. જિનાલયમાં સૂર્ય-પ્રકાશ જોઇને ભગવાન ભલે મોક્ષમાં હોય પણ એમની કૃપાશક્તિ અહીં જ છે, એવી હૃદયમાં અનુભૂતિ થઇ. નવસારી ચાતુર્માસમાં પણ દર પાંચ તિથિએ ઉપવાસપૂર્વક બે કિ.મી. દૂર જલાલપુરમાં ધ્યાન માટે જતા. ઉપવાસ કરીને આખો દિવસ ધ્યાન કાયોત્સર્ગ - ભક્તિ આદિમાં વિતાવતા. શારીરિક શક્તિ હતી ત્યાં સુધી દર સાત દિવસે ઉપવાસ કરતા. ચાતુર્માસ દરમિયાન પૂ. દેવેન્દ્રસૂરિજીને આંખનું ઓપરેશન થયેલું. દિવાળી આસપાસના દિવસોમાં પૂ. દેવેન્દ્રસૂરિજી પાટ પરથી પડી જતાં પગે ફ્રેકચર થયું. તેના કારણે જીવનભર પથારીવશ રહેવું પડ્યું. યોગષ્ટિ સમુચ્ચય પરના વ્યાખ્યાનો સાંભળી પ્રભાવિત થયેલો એક કૃષ્ણભક્ત દરરોજ વ્યાખ્યાન સાંભળવા આવતો. એક સેલટેક્ષ ઓફિસર પણ નિયમિત આવતો. ચાતુર્માસ પરિવર્તન એ અજૈન સેલટેક્ષ ઓફિસરને ત્યાં કરેલું. વિ.સં. ૨૦૨૭, ઇ.સ. ૧૯૭૧, પૂ. દેવેન્દ્રસૂરિજીના ફ્રેકચરના કારણે બે મહિના નવસારીમાં રોકાણ થયું. તે દરમિયાન પૂજ્યશ્રીએ દમણ-વાપી આદિ સ્થળે વિચરણ કર્યું. સુરત, ગોપીપુરા, ફા.સુ.૩, સા. વિબુધશ્રીજીનું ૧૦૦ઓળીનું પારણું. દીક્ષાઓ : વૈ.સુ.૬, ખંભાત, મુનિ શ્રી કુમુદચન્દ્રવિજયજી (રતનશીભાઇ, મનફરા), સા. યશોભદ્રાશ્રીજી (હંસાબેન, અમદાવાદ) ૮-૧૦ વડી દીક્ષાઓ પણ ત્યારે થયેલી. વૈ.વ.માં હળવદમાં જિનભક્તિ મહોત્સવ થયેલો. આધોઇચાતુર્માસ દરમિયાન સાધ્વીજીઓના બૃહદ્યોગોહનથયેલા. વિ.સં. ૨૦૨૮, ઇ.સ. ૧૯૭૧-૭૨, ચોવિહાર અનશનપૂર્વક પૂજ્યશ્રીના ગુરુદેવ પૂ. મુનિ શ્રી કંચનવિજયજી ભચાઉ મુકામે કા.વ.૨ ના કાળધર્મ પામ્યા. તેમને જ્યોતિષનું જ્ઞાન સારું હતું. આથી પોતાનો પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. * ૧૩૨ અંતકાળ નજીક જાણી તેમણે ૧૬ ચોવિહાર ઉપવાસના પચ્ચક્ખાણ કરેલા ને ૧૧મા ઉપવાસે કાળધર્મ પામેલા. માગ.સુ.૩ ના અમે બંને ભાઇઓ (મુક્તિ મુનિ) મુંબઇથી પૂજ્યશ્રી પાસે દીક્ષા લેવાના ભાવ સાથે આધોઇ આવી પહોંચ્યા. પૂજયશ્રીની ટપાલ મુજબ અમે કા.વ.૬ ના મુંબઇ છોડ્યું. પાલીતાણામાં કેટલાક દિવસ રોકાયા. પછી મનફરા થઇ આધોઇ આવી પહોંચ્યા. બે-ચાર દિવસમાં ઉપધાન શરૂ થઇ રહ્યા હતા એટલે મોટાભાઇ (મુક્તિચન્દ્રવિ.) ઉપધાનમાં બેઠા, નાના ભાઇ વંદિત્તુ કરવા લાગ્યા. રોજ રાત્રે પૂજ્યશ્રી સ્વયં તત્ત્વજ્ઞાન પ્રવેશિકાના પાઠો આપતા, ૧૪ નિયમ સમજાવતા. એક દિવસ મારો (મુનિચન્દ્રવિ.નો) હાથ જોઇને કહ્યું : તારે દીક્ષા લેવી છે ને ? તો મોડું શા માટે ? વિરતિ જીવનમાં જેટલો જલદી પ્રવેશ થાય તેટલું સારું ને ? હમણાં મહા સુ.૧૪નું જ મુહૂર્ત છે. ભુજમાં જ દીક્ષા થઇ જાય તો શું વાંધો છે ?” અમે બંને ભાઇઓએ પૂજ્યશ્રીની વાત સ્વીકારી લીધી. મોટા ભાઇ ઉપધાનમાંથી ૩-૪ દિવસમાં જ નીકળી ગયા. માગ.સુ.૧૧ના દીક્ષાનું મુહૂર્ત નીકળ્યું. મોટા ભાઇ દુકાન તથા પગલા વગેરે કાર્યો માટે મુંબઇ ગયા. નાના ભાઇ આધોઇમાં જ રહીને પાંચ પ્રતિક્રમણ તથા સાધુજીવનના આવશ્યક ક્રિયાનાં સૂત્રો શીખ્યા. ઉપધાનની માળ વખતે આધોઇમાં અમારું સન્માન થયું. દીક્ષાઓ : મહા સુ.૧૪, ભુજ, મુનિ શ્રી મુક્તિચન્દ્રવિજયજી (હાલ પંન્યાસજી) (મેઘજીભાઇ, મનફરા), મુનિ શ્રી પૂર્ણચન્દ્રવિજયજી (હાલ પંન્યાસજી) (પ્રકાશ, ભુજ), મુનિ શ્રી મુનિચન્દ્રવિજયજી (હાલ પંન્યાસજી) (મણિલાલ, મનફરા), સા. અમીરસાશ્રીજી (ચાંદુબેન), સા. જયધર્માશ્રીજી (ઇન્દુબેન, જામનગર), સા. નિર્મળયશાશ્રીજી (નિર્મળાબેન, લોડાઇ), સા. દિવ્યદર્શનાશ્રીજી (ધર્મિષ્ઠાબેન, અમદાવાદ) પૂ. ભુવનભાનુસૂરિજીના શિષ્યરત્ન પૂ. મુનિશ્રી રાજેન્દ્રવિજયજી (હાલ આચાર્યશ્રી)ના શિષ્યો મુનિશ્રી ઇન્દ્રયશવિજયજી (અરુણભાઇ, કચ્છ વાગડના કર્ણધારો - ૧૩૩
SR No.008966
Book TitleKaccha Vagadna Karndharo
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2010
Total Pages193
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy