SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ગાંધીધામ સંઘની અતિ આગ્રહભરી વિનંતીના કારણે પૂ. આચાર્યશ્રીની આંતરિક ઇચ્છા જાણીને પૂજ્યશ્રીએ ગાંધીધામ ચાતુર્માસ કર્યું. આ વખતે બે પુત્રમુનિઓ સહિત ત્રણ જ મુનિઓ હતા. ભચાઉ મુકામે શ્રા.વ.૪ ના પૂ.આ.શ્રી કનકસૂરિજીના કાળધર્મના સમાચાર મળતાં પૂજ્યશ્રી સ્તબ્ધ બની ગયા. આંખોમાંથી અશ્રુધારા વહી નીકળી. માતા-પિતાના સ્વર્ગગમન પ્રસંગે પણ નહિ રડનારા પૂજયશ્રી આ ક્ષણે રડી પડેલા હતા. કારણ કે પૂ. આચાર્યશ્રીની નિશ્રામાં રહીને હજુ ઘણું ઘણું મેળવવાનું હતું. ચાતુર્માસમાં મહાબલ-મલયાસુંદરી પર પ્રવચનો રહેલાં, રાત્રે તત્ત્વજ્ઞાન ક્લાસમાં દેવજી ચાંપશી વગેરે આવતા. પૂજય કનકસૂરિજીના અગ્નિસંસ્કારની બોલી દેવજીભાઇએ લીધેલી, તેમાં પૂજ્યશ્રીના સમાગમની અસર હતી. દેવજીભાઇ ખૂબ જ ઉત્તમ કોટિના શ્રાવક હતા. એમના સહજ ગુણોની પ્રશંસા પૂજયશ્રી પછીથી ઘણી વખત વ્યાખ્યાન વગેરેમાં કરતા. ચાતુર્માસમાં પર્યુષણ સુધી રોકાયેલા પં.શ્રી અમૂલખભાઇ પાસે બે પુત્ર મુનિઓએ પંચસંગ્રહ, પાર્શ્વનાથ ચરિત્ર વગેરેનું અધ્યયન કર્યું. વિ.સં. ૨૦૨૦, ઇ.સ. ૧૯૬૪, કટારીયામાં વૈશાખ સુદ-૧૧ ના પૂ.પં. દીપવિજયજીને પૂ.પં. જયંતવિજયજીએ (પછીથી આચાર્ય) આચાર્ય પદવી આપી. પૂ.પં. દીપવિજયજીને વિ.સં. ૨૦૧૬માં પૂ. કનકસૂરિજીએ આચાર્ય પદવી લેવા માટે આગ્રહ કરેલો, પણ નિઃસ્પૃહી આ મહાત્માએ જવાબદારી સંભાળનાર કોઇ શિષ્યો ન હોવાના કારણે ના પાડેલી. આ વખતે પૂજય કલાપૂર્ણવિજયજીએ જવાબદારી લેવાનું સ્વીકારતાં આચાર્ય પદવી માટે હા પાડી. આચાર્ય પદવી પછી પૂ. દીપવિજયજી પૂ. દેવેન્દ્રસુરિજી તરીકે જાહેર થયા. આ ચાતુર્માસ આધોઇમાં થયું. મહાનિશીથ સુધીના યોગોદ્વહન કર્યા. દશેરાથી ઉપધાન શરૂ થયાં. પિંડવિશુદ્ધિ પર વાચના રહી. પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૧૨૮ પૂ. પ્રેમસૂરિજીએ આગળના અભ્યાસ માટે પોતાની પાસે આવવા જણાવ્યું, પરંતુ ‘તમે જશો તો મારું શું ?” પૂ. દેવેન્દ્રસૂરિજીના આ વાક્ય પૂજ્યશ્રીને ત્યાં જતાં અટકાવ્યા. વિ.સં. ૨૦૨૧, ઇ.સ. ૧૯૬૫, પૂ. દેવેન્દ્રસૂરિજીની તબિયત ઠીક ન રહેતાં વ્યાખ્યાનની જવાબદારી ભુજપુર ચાતુર્માસમાં પૂજ્યશ્રી પર આવી પડી. જો કે, ક્યારેક ક્યારેક તબિયત ઠીક હોય તો પૂ. આ.ભ. પણ વ્યાખ્યાન આપતા. બંને નાના મુનિઓને પ્રજ્ઞાચક્ષુ પંડિતવર્યશ્રી આણંદજીભાઇ પાસે રઘુવંશ આદિનો અભ્યાસ કરાવ્યો. વિ.સં. ૨૦૨૨, ઇ.સ. ૧૯૬૬, દીક્ષાઓ (પૂ. દેવેન્દ્રસૂરિજી સાથે). મહાવ.૪, કીડીઆનગર, સા.યશોધર્માશ્રીજી (લક્ષ્મીબેન, કીડીઓનગર) ફા.વ.૪, ફતેગઢમાં સ્નાબેન સુમતિભાઇ (અમદાવાદ)ની દીક્ષા થઇ. નામ પડ્યું : સા. પ્રિયદર્શનાશ્રીજી. જેઠ સુ.૭, વોંધ, સા. વિજયપ્રભાશ્રીજી (કસ્તુરીબેન, વોંધ) પૂ.આ.ભ.ની તબિયત વધારે નરમ થતાં હવેથી વ્યાખ્યાનની સંપૂર્ણ જવાબદારી પૂજ્યશ્રી પર આવી. ભુજ ચાતુમાસમાં જ્ઞાનસાર પર પ્રવચનો રહ્યાં. એ પ્રવચનોનું અવતરણ કરી નગીનભાઈ જસાણીએ (હાલ મુનિશ્રી શુભધ્યાનવિજયજી) કલ્યાણમાં પ્રકાશિત કરાવ્યા હતા. વ્યાખ્યાનો વંડામાં રહેતા. કોઇના કહેવાથી છાપાં વાંચવાનું શરૂ કર્યું, પણ મને વિક્ષિત બનતાં છોડી દીધું. રાત્રિ તત્ત્વજ્ઞાન ક્લાસમાં અનેક વિદ્યાર્થીઓ આવતા. ચાતુર્માસમાં મુનિ શ્રી તરુણવિજયજીએ ૪૫ ઉપવાસ કરેલા. વિ.સં. ૨૦૨૩, ઇ.સ. ૧૯૬૭, દીક્ષાઓ : પો.સુ. ૧૧, વાંકી, સા, મદનરેખાશ્રીજી (મમીબેન), સા. કલાવતીશ્રીજી (કસ્તુરબેન). મહા વ. ૨, મનફરા, સી. પૂર્ણગુણાશ્રીજી (ઝવેરબેન), સા. પૂર્ણચન્દ્રાશ્રીજી (મણીબેન), સા. શીલરત્નાશ્રીજી (રતનબેન). કચ્છ વાગડના કર્ણધારો ૨ ૧૨૯
SR No.008966
Book TitleKaccha Vagadna Karndharo
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2010
Total Pages193
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy