SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ગામડે-ગામડે ફરી, ગોચરી, પાણી વગેરેની પ્રતિકૂળતા વેઠીને પણ લોકોને ધર્મ પમાડવો - આ તેમનો મુદ્રાલેખ હતો. (૧૬) “નીચી નજરે ચાલતાં, ત્રણ ગુણ મોટા થાય; કાંટો ટળે, દયા પળે, પગ પણ નવિ ખરડાય.” આ પંક્તિ પૂજ્યશ્રી માત્ર બોલતા નહોતા પણ તદનુસાર જીવતા હતા. હંમેશ નીચી નજરે જોવાની ટેવના કારણે તેમની ડોક પણ જાણે વળી ગઇ હતી.” - પૂ. મુનિશ્રી અનંતયશવિજયજી નાગપુર, વિ.સં. ૨૦૫૪, પોષી દશમ (૧૯) “અજબ-ગજબની યાદશક્તિવાળા આ મહાપુરુષ હતા.” - સા. નર્મદાશ્રીજી, અમદાવાદ | (૧૭) સંવત ૨૦૫૪, સુરતથી પૂજ્ય આચાર્યશ્રી વિજયજયઘોષસૂરીશ્વરજી મ.સા. લખે છે : “મારા ખ્યાલ મુજબ સિદ્ધાંત મહોદધિ પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મ.ની પ્રેરણા-આદેશથી પંન્યાસજી શ્રી જયંતવિજયજી ગણિવરના હાથે આ આચાર્ય પદવી થઇ તેથી બે સમુદાયોના સંબંધ ઘનિષ્ટ થયા અને મુનિરાજ શ્રી કલાપૂર્ણવિજયજી આદિ મહાત્માઓ સુરેન્દ્રનગરમાં પરમ પૂજય પ્રેમસૂરીશ્વરજી મ. પાસે ભણવા માટે ચાતુર્માસ પધાર્યા. તેથી અમોને મુનિરાજ શ્રી કલાપૂર્ણવિજયજી મ. વગેરેના ગુણોનો, આરાધક ભાવનો, પ્રભુ ભક્તિનો અનુપમ અનુભવ થયો હતો. આજે તેઓ પણ શાસનના ધુરંધર પ્રભાવક બન્યા છે. આરાધનામાં, અભ્યાસમાં અને બાહ્ય અત્યંતર ઉન્નતિમાં પૂર્વના મહાપુરુષો અમને જોડી ગયા હોવાથી આજે પણ અમે હૃદયથી અને વ્યવહારથી એક છીએ અને ભવિષ્યમાં પણ પરસ્પર મેળથી એકબીજાને સહાયક-પૂરક બનતા રહીશું. આ પ્રભુ શાસનનો અને પૂર્વ ગુરુવર્યોનો પ્રભાવ - પ્રતાપ છે.” (૨૦) વિ.સં. ૨૦૫૧માં અમે બેંગલોર ચાતુર્માસ પછી મૈસુરથી ઊટી થઇને કોઇમ્બતૂર ગયેલા. મૈસુરથી ઊટીના રસ્તે સંપૂર્ણ જંગલ હતું, જ્યાં પ્રસિદ્ધ ડાકુ વીરપ્પન રહેતો હતો. વાઘ, હાથી, હરણો, જંગલી ભેંસો વગેરે જંગલમાં હતું. બંડીપુરના એ અડાબીડ ભયાવહ જંગલથી પાર ઊતરવા થપૈકાડથી ઊટીનો પૂ.આ. શ્રી વિ. અશોકરત્નસૂરિજી મ.ની નિશ્રામાં છ'રી પાલક સંઘ નીકળવાનો હતો, એમાં અમે પણ જોડાઇ ગયા. પૂ. અશોકરત્નસૂરિજી ખૂબ જ નિર્મળ અને આરાધક આત્મા. પોતાની ક્રિયા વગેરેમાં ખૂબ જ ચુસ્તતા. વાપર્યા પછી અચૂક હાથમાં માળા હોય જ. એક વખત અમે પાસે ગયા. પૂજ્ય આ.ભ.ના હાથમાં માળા હતી. વિહારના થાકના કારણે ઝોકા આવતા હતા. વારંવાર માથું નમી જતું હતું. અમે કહ્યું : ‘સાહેબજી ! થોડીવાર સંથારો કરી લો ને !' ‘નહિ.” ‘પણ કેમ ?” માળા પૂરી કરીને કહ્યું : “અમે ૨૦૦૯ની સાલમાં કચ્છ ગયેલા ત્યારે પૂ.પં.શ્રી દીપવિજયજી મ. મળેલા. તેઓશ્રી કહેતા કે બપોરે ભલે બેઠા-બેઠા ઊંઘ આવી જાય, પણ સૂવું તો નહિ જ. પૂજ્ય પંન્યાસજીશ્રી મ.નું આ વાક્ય (જીવનપૂર્વકનું) મારા હૃદયમાં એવું ચોંટી ગયું કે મેં પણ નક્કી કર્યું કે- ગમે તે થાય, પણ બપોરે કદી સૂવું તો નહિ જ. એ વાતને કચ્છ વાગડના કર્ણધારો ૨ ૧૦૭ (૧૮) સાંતલપુર, સા. ચારુગુણાશ્રીજી લખે છે : પૂજયશ્રી વ્યાખ્યાનમાં સ્તવનો, સજઝાયો, ઢાળો ગાઈને સંભળાવ્યા પછી લોકભોગ્ય સરળ મીઠી વાણી વડે સૌને સમજાવતાં. પૂ.આ. શ્રી વિ. દેવેન્દ્રસૂરીશ્વરજી મ. ૧ ૧૦૬
SR No.008966
Book TitleKaccha Vagadna Karndharo
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2010
Total Pages193
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy