SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨) જેસલમેર બિરાજમાન (વિ.સં. ૨૦૫૪) પ્રાચીનશાસ્ત્ર સંશોધક, પરમ વિદ્વાન્ પૂજ્ય મુનિ શ્રી જંબૂવિજયજી મ.એ લખ્યું છે : ‘કચ્છ-વાગડના ઓસવાળો પર એમનો ઘણો મોટો ઉપકાર છે. ઓસવાળોને એમણે ધર્મ સંસ્કાર આપીને ધર્મ માર્ગે જોડ્યા છે. એમની સાથે મારો અંગત પરિચય ન હોવા છતાં આટલી વાત હું બરાબર જાણું છું.” (૧૦) અમદાવાદ-કૃષ્ણનગર જયાનંદ સોસાયટીમાં રહેલા સા. ચન્દ્રયશાશ્રીજી મ.એ પૂજયશ્રીનો અનુભવ લખતાં જણાવ્યું : પૂજયશ્રી વચનસિદ્ધ મહાપુરુષ હતા. એક દિવસ અમે વંદન કરવા ગયાં. અમારી સાથે સા. ચન્દ્રસેનાશ્રીજીને જોતાં પૂજ્યશ્રીએ તરત જ પૂછ્યું : “કેમ ગઇ કાલે તમે વંદન કરવા કેમ નહોતા આવ્યાં ?' ‘સાહેબજી ! ગઇ કાલે બહુ જ ઉલ્ટીઓ થતી હતી, એટલે આવી શકાય તેમ નહોતું.” એમ ? લો, આ ગોળી. ઉલ્ટી મટી જશે.’ ખરેખર, એ ગોળી લેતાં જ ઉલ્ટી ગાયબ થઇ ગઇ. ખરેખર તો એ ગોળી સંશમની (તાવ માટેની) હતી, પણ શ્રદ્ધાપૂર્વક લેતાં કામ થઇ ગયું. આવી હતી પૂજયશ્રીની વચન-સિદ્ધિ ! (૧૧) મોરબીમાં ચાતુર્માસ બિરાજમાન (વિ.સં. ૨૦૫૪) સા. ચન્દ્રલતાશ્રીજીએ લખ્યું : એક વખત અમે પૂજયશ્રીને વંદન કરીને પચ્ચક્ખાણ લેતા હતાં. પચ્ચખાણ આપતા ‘પચ્ચખાઇ’ શબ્દ આવતાં પૂજયશ્રી અટક્યા ને કહ્યું: ‘પચ્ચકખાઈ આવે ત્યારે ‘પચ્ચકખામિકેમ બોલતા નથી? પચ્ચક્ખાણ ભાષ્ય ભણ્યા છો ને ! એ ખાલી ભણવાનું છે કે તે મુજબ આચરવાનું છે ? ‘પચ્ચકખાઇ’ વખતે ‘પચ્ચકખામિ’ અને ‘વોસિરાઇ’ વખતે ‘વોસિરામિ’ બોલવાનું હોય. મુખ્ય વાત આપણા ઉપયોગની છે. નાની-નાની બાબતમાં પણ ઉપયોગ હોય તો મોટી બાબત બની જાય છે ને મોટી બાબતમાં પણ ઉપયોગ ન હોય તો નાની બાબત બની જાય છે. શ્રી જૈન શાસનમાં ઉપયોગની – જાગૃતિની ખૂબ જ મહત્તા છે. આપણે રોજ સવારે ઉપયોગનો કાઉસ્સગ્ન કરીને પછી જ દૈનિક તમામ ક્રિયાઓ શરૂ કરીએ છીએ ને !' પૂજયશ્રીની સચોટ મીઠી શિખામણ સાંભળીને અમે નત મસ્તક બની ગયાં. (૧૩) વિ.સં. ૨૦૫૪, પાટણ ચાતુર્માસ પહેલાં સા. સંયમપૂર્ણાશ્રીજીએ લખ્યું છે : વિ.સં. ૨૦૧૧માં પૂજ્યશ્રી મનફરા ચાતુર્માસ બિરાજમાન હતા ત્યારે હું નાની ઉંમરની હતી. ખેતી વાડીના કામમાં જ અમે એવા ડૂબેલા રહેતા કે ધર્મ માટે સમય જ ન મળે. વળી, એકડો પણ ન આવડે એવા અમે નિરક્ષર, મારા સસરા લધાભાઇ ધર્મ પ્રત્યેની ઘણી જ લાગણીવાળા હતા. પૂજય દાદા શ્રી જીતવિ.મ. વિ.સં. ૧૯૭૬માં છેલ્લીવાર મનફરા પધારેલા ત્યારે ત્યાંથી પલાંસવા જતી વખતે ડોલીથી ગયેલા ને મનફરાના કેટલાક મજબૂત માણસો એ ડોલીને ઊંચકીને લઇ ગયા હતા, તેમાં મારા સંસારી સસરા (લધા વીરા દેઢિયા) પણ હતા. ચોથા દિવસે પલાંસવા પહોંચ્યા હતા. | પિયર-ભરૂડીયામાં તો ખાસ કાંઇ ધર્મ સંસ્કાર નહોતા મળ્યા. મળે તેવા સંયોગો પણ નહોતા, પણ અહીં મનફરા ધર્મનું વાતાવરણ સારું હતું. એ વાતાવરણથી હું પણ કંઇક રંગાઇ. આથી જ્યારે જ્યારે સમય મળે ત્યારે ત્યારે હું પૂજ્યશ્રીના વ્યાખ્યાનમાં પહોંચી જતી. પૂજ્યશ્રીનું વ્યાખ્યાન એટલે ? જાણે દ્રાક્ષનો રસ ! એટલી મધુરતા કે ઉઠવાનું મન જ ન થાય. એમનું વ્યાખ્યાન એટલું મધુર કે સંસાર કડવો લાગવા માંડે !! કેવું આશ્ચર્ય ! મને પણ સંસાર ત્યારથી જ કડવો-અસાર લાગવા માંડ્યો. સંયમ સ્વીકારવા જેવું લાગ્યું. પણ હું લાચાર હતી. એક તો લગ્નની બેડીથી જકડાયેલી હતી અને બીજું મને નવકાર સિવાય કાંઇ નહોતું આવડતું. કચ્છ વાગડના કર્ણધારો ૨ ૧૦૩ પૂ.આ. શ્રી વિ. દેવેન્દ્રસૂરીશ્વરજી મ. • ૧૦૨
SR No.008966
Book TitleKaccha Vagadna Karndharo
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2010
Total Pages193
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy