SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજય હીરવિજયજી, પૂ.પં. કનકવિજયજી વિદ્યમાન છે. હું એમના ચરણનું શરણું સ્વીકારી લઊં ! આવી ભાવમાં રમતા ગોપાળભાઇની લગભગ ૩૪ વર્ષની ઉંમર થઇ ગઇ હતી. એ અરસામાં એમના આત્માને જગાડનારી એક ઘટના બની ગઇ. વિ.સં. ૧૯૮૨ ના ચાતુર્માસમાં આધોઇમાં ધાર્મિક શિક્ષણ-સંસ્કાર વગેરે આપવાનું કાર્ય કરતા હતા. સામાયિક લઇને ગોપાળજી ભાઇ બેઠેલા હતા ને તેમની પાસે બીજા પણ ભાઇઓ-બેનો સામાયિક લઇ અભ્યાસ કરતા હતા. ગોપાળભાઇના મુખમાંથી અચાનક હૃદયની વાત નીકળી ગઇ : “હવે જેમ બને તેમ જલ્દી દીક્ષા લેવી છે. ઘણા વર્ષો નીકળી ગયા. દીક્ષાની ભાવના થયે આજે ૨૦ વર્ષ વીતી ગયા !!' લીધા લીધા દીક્ષા હવે ! તમારા જેવા માવડિયા શું દીક્ષા લેવાના? દીક્ષા આમ લેવાય ? દીક્ષા લેનારો માણસ તો સીધો કૂદી જ પડે ! તમારા જેવા શું દીક્ષા લેવાના ? દીક્ષા લેવાના આ લક્ષણ છે ?” એક બેને એમની સામે જ જોરદાર ટોણો માર્યો. વાતાવરણમાં સ્તબ્ધતા છવાઈ ગઇ. બેનની વાત પણ ખોટી નહોતી. ગોપાળજીભાઇ પાસે બેનની આ વાતનો કોઇ જવાબ પણ નહોતો. બીજા કોઇ હોય તો માઠું લાગી જાય : મને આ રીતે સંભળાવનાર આ બેન કોણ ? જેને હું ભણાવું એ જ મારી સામે બોલે ? મારી મજાક ઊડાવે ? માતાનું પણ મારે વિચારવાનું કે નહિ ? એને ખબર નથી કે માનો હું એકનો એક છું ? પણ નહિ, માઠું લગાડે તે ગોપાળભાઇ નહિ. એણે આનો સીધો જ અર્થ લીધો. આને જ શાસ્ત્ર કારો માર્ગ કહે છે : ‘ચંતન: નવઝ-TH મ:' ગમે તેવી પરિસ્થિતિમાં પણ ચિત્તનું અવક્રગમન (ઊંધું ન લેવું તે) તે જ માર્ગ છે. પૂ.આ. શ્રી વિ. દેવેન્દ્રસૂરીશ્વરજી મ. * ૮૦ સુભદ્રાના ટોણાનો ઊંધો અર્થ લીધો હોત તો ધન્ના શેઠ ધન્ની મુનિ બની શક્યા હોત ? ધશાના ટોણાનો ઊંધો અર્થ લીધો હોત તો શાલિભદ્ર શીધ્ર દીક્ષા લઇ શક્યા હોત ? ચાર તપસ્વીના ઠપકાને સાંભળીને કૂરગડુ મુનિએ, ગુરુણી ચંદનાના ઠપકાને સાંભળીને મૃગાવતીએ કે ગુરુદેવ આચાર્ય ચંડરુદ્રનો ઠપકો સાંભળીને પેલા નૂતન દીક્ષિતે અવળો અર્થ લીધો હોત તો કેવળજ્ઞાન મળી શક્યું હોત ? “જાવ, આનંદ શ્રાવકને ‘મિચ્છા મિ દુક્કડ' આપી આવો” આવી ભગવાનની આજ્ઞા સાંભળીને ઊંધો અર્થ લીધો હોત તો ગૌતમસ્વામી મહા– ગુરુ બની શક્યા હોત ? ગોપાળજીભાઇએ આનો સીધો જ અર્થ લીધો : આ બેન સાચું જ કહે છે ને ! દીક્ષા લેનારો કાંઇ આટલો વિલંબ કરે ? એની દૃષ્ટિએ હું “માવડિયો’ જ છું ને ! આ બેને તો મારા સૂતેલા આત્માને ઢંઢોળીને જગાડ્યો છે. ગોપાળજીભાઇના હૃદયમાં આ શબ્દો એવા ઘુસી ગયા કે તેમણે હવે તો ‘યા હોમ કરીને પડો'નો ફેંસલો કરી દીધો. બીજા જ દિવસે લાકડીયા પહોંચી પોતાની માતાને કહી દીધું : “જુઓ માતાજી ! તમને મારી દીક્ષાની ભાવનાની ખબર છે. આટલા વર્ષો સુધી હું તમારા કહેવાથી રોકાયો છું. તમારા શુભ મનોરથ પણ પૂરા કર્યા છે. હવે હું કોઇ કાળે વધુ સમય કાઢવા માંગતો નથી. તમે જો ના પાડશો તો મારે કોઇક સાહસ કરવું પડશે.” માતા મૂળીબેને જોયું કે હવે આ સિંહ પાંજરામાં પૂરાય તેમ નથી. હવે રજા અવશ્ય આપવી જ પડશે. દર વખત કરતાં આજના શબ્દોમાં કોઇ જુદી જ ઊર્જા હતી. મૂળીબેન માતા પાસે હવે કોઇ દલીલ કે બહાના રહ્યા ન હતા. કારણ કે બહોળું કુટુંબ હતું. સંભાળનારા ઘણા હતા. કોઇ આર્થિક ચિંતા પણ નહોતી. વળી, મૂળીબેન ધર્મ પામેલા હતાં. જિનશાસનના રાગી હતાં. તેમણે પોતાના તમામ સ્વજનોને એકઠા કર્યા ને પુત્રની ભાવના જણાવી. સ્વજનોએ પણ કહ્યું : ‘હવે આપણે રજા આપવી જ જોઇએ.’ કચ્છ વાગડના કર્ણધારો + ૮૧
SR No.008966
Book TitleKaccha Vagadna Karndharo
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2010
Total Pages193
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy