SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ એના પછી તો એમનાં બેનો તથા ભત્રીજીઓ પણ ખેંચાયા. આ બધાની પાછળ પૂજ્યશ્રીની વચન-સિદ્ધિનું બળ છુપાયેલું હતું. (૧૧) પૂજ્યશ્રી વિક્વેષણા, પુત્રેષણા કે લોકેષણાથી પર હતા, એવું જણાવનારા કેટલાય પ્રસંગો છે. એક પ્રસંગ જોઇએ. વિ.સં. ૨૦૦૫, ઇ.સ. ૧૯૪૯ ની આસપાસની આ ઘટના છે. ઉત્તર ગુજરાત - બનાસકાંઠાના એક પિતા-પુત્ર દીક્ષાની ભાવના સાથે પૂજ્યશ્રી પાસે આવી પહોંચ્યા. પૂજયશ્રીની સંયમની સુવાસ એવી ફેલાયેલી હતી કે મુમુક્ષુઓ સામેથી આવતા. પિતા-પુત્ર બંનેનું દીક્ષા માટે લગભગ મુહૂર્ત નીકળવાની પણ તૈયારી હતી. ત્યાં પિતાજીના મનમાં કંઇક વિચાર આવ્યો અને પૂજ્યશ્રી પાસે પહોંચી ગયા. તેમણે પૂજયશ્રીને કહ્યું : મેં સાંભળ્યું છે ને મને જોવા પણ મળ્યું છે કે આપને ત્યાં બધા સાધુઓએ એકાસણા કરવાના હોય છે, પણ મારા પુત્ર મુનિને આપે બેસણા કરાવવાના રહેશે. તો જ અમે અહીં દીક્ષા લઇશું. પૂજ્યશ્રીના મનમાં થયું : બાલમુનિને જરૂર પડે તો બેસણા શા માટે ? નવકારશી પણ કરાવીએ. પણ દીક્ષા પહેલા જ આવી શરત ? શરત હોય ત્યાં સમર્પણ શી રીતે આવે ? સમર્પણ વિના સંયમ કેવું ? પૂજ્યશ્રીએ મક્કમતાથી કહ્યું : જુઓ ભાઇ, અહીં તો સમુદાયની પરંપરા પ્રમાણે એકાસણા જ કરવાના રહેશે. મરજી હોય તો અહીં દીક્ષા લો. અમારો કોઇ આગ્રહ નથી કે- અમારી પાસે જ દીક્ષા લો. પછી, એ પિતા-પુત્રની જોડીએ અન્ય સમુદાયમાં દીક્ષા લીધી. સમુદાયની પરંપરા સાચવવાની કેટલી ધગશ ! શિષ્યો બનાવવા માટેની કેટલી નિઃસ્પૃહતા ! સાચે જ પૂજયશ્રી પુત્રેયણા (શિષ્યષણા)થી પર હતા. (૧૨) પ્રાયઃ વિ.સં. ૧૯૯૪, ઇ.સ. ૧૯૩૮માં પૂ.આ. શ્રી લબ્ધિસૂરિજી મ. ફલોદી (રાજ.) ચાતુર્માસ બિરાજમાન હતા. તે વખતના શ્રાવકો તત્ત્વજ્ઞાનના ભારે જિજ્ઞાસુ અને અભ્યાસી પણ હતા. રોજ રાત્રે પૂજય આચાર્યશ્રીની સાથે તત્ત્વજ્ઞાન કર્મગ્રંથ વગેરે પદાર્થોની ચર્ચા ચાલે. ફૂલચંદજી ઝાબક તત્ત્વજ્ઞાનના રસિક અને સારા અભ્યાસી હતા. એક વખત રાત્રે તેમણે પૂછ્યું : ગુરુદેવ ! આ કાળમાં સર્વોત્કૃષ્ટ સંયમી કોણ હશે ? આપની નજર કોના પર ઠરે છે ? પૂજય લબ્ધિસૂરિજીએ તરત જ જવાબ આપ્યો : આચાર્ય શ્રી વિજય કનકસૂક્રિજી મ. આ નામ તો અમે ખાસ સાંભળ્યું નથી. તેઓ ક્યાં વિચરે છે ?” મોટા ભાગે કરચ્છ-વાગડમાં વિચરણ કરતા આ મહાત્મા પ્રસિદ્ધિથી અત્યંત પર છે.” આ વખતે મિશ્રીમલજી ત્યાં જ હતા. બધો વાર્તાલાપ એકાગ્રતાપૂર્વક સાંભળી રહ્યા હતા. તેમણે ત્યારે જ મનમાં ગાંઠ વાળેલી : આ જીવનમાં કદાચ દીક્ષા ઉદયમાં આવે તો પૂ. કનકસૂરિજી મ.ના જ સમુદાયમાં દીક્ષા લેવી. એમની પુત્રી રતનબેનના અક્ષયરાજજી સાથે વિ.સં. ૧૯૯૬, ઇ.સ. ૧૯૪૦માં લગ્ન થયા. દસેક વર્ષ પછી જમાઇ અક્ષયરાજજીને દીક્ષાના ભાવ જાગ્યા ને પોતાનો મનોરથ સસરા મિશ્રીમલજીને જણાવ્યો. દીક્ષા ક્યાં લેવી તે નક્કી નહોતું. પણ મિશ્રીમલજીએ કહ્યું : “તમે જો દીક્ષા લેતા હો તો મારે પણ દીક્ષા લેવી છે ને મારે તો વાગડવાળા પૂ. કનકસૂરિજી મ. પાસે જ દીક્ષા લેવી છે.” વડીલની ઇચ્છા પ્રમાણે અક્ષયરાજજીએ પણ આ સમુદાયમાં દીક્ષા લીધી. મિશ્રીમલજી તે પૂ. કમલવિજયજી મ. અક્ષયરાજજી તે વિશ્વવિભૂતિ પૂ. કલાપૂર્ણસૂરિજી મ. કચ્છ વાગડના કર્ણધારો + ૪૫ પૂ.આ. શ્રી વિ. કનકસૂરીશ્વરજી ૨ ૪૪
SR No.008966
Book TitleKaccha Vagadna Karndharo
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2010
Total Pages193
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy