SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ એટલે મેં વિચાર્યું : બધું તો નહિ પકડી શકાય, એક નવકાર બરાબર પકડી લઈએ તોય તરી જઈએ. આથી એક નવકાર પકડ્યો. - કહે, કલાપૂર્ણસૂરિ-1 (પે.નં. 1et), તા. ૨૯-૦૯-૧૯૯૯ તમને ભગવાન પર વિશ્વાસ નથી ? મને છે. મને તો વિશ્વાસ છે કે ભગવાન મારું બધું સાંભળી લેશે. એ જ ધું બોલાવશે. બાકી મારી પાસે પુસ્તકો જેવાનો ક્યાં સમય છે ? જ્યાં પાંચ મિનિટ મળે કે માણસો હાજર. આવા મળનારાઓને હું શી રીતે નારાજ કરી શકું? મૈત્રીની વાતો કરનારો હું અહીં મૈત્રી ન રાખું.? ખાલી બોલું જ ? ઘણી ભીડ થઈ જય. હું અકળાઈ જઉં ત્યારે પૂ. પં. ભદ્રકવિ. મ. યાદ આવે. વજસેનવિ. કોઈક દર્શનાર્થીને રવાના કરે (સાહેબજીને તકલીફ ન પડે તે આશયથી) ને એ મને ખેબર પડે તો ઊધડો લઈ લે. ૨વાના કર્યો કેમ ? અાવી અમૈત્રી ? ભગવાને તેમને અહીં મોકલ્યા અને હું તેમને અહીંથી બહાર ધકેલે છે ? અ યાદ આવી જાય ને હું તરત તૈયાર થઈ જઉં. શારીરિક સ્થિતિને ગૌણ કરીને પણ હજ ર-હજાર માણસને મેં અહીં વાસક્ષેપ નાખ્યો છે. - કઈ કલાપૂર્ણસૂરિ-૧ (પે.નં. ૨૮૪), તા. ૦૩-૧૦-૧૯૯૯ નાનપણમાં મને અધ્યાત્મ માટેની રુચિ ખરી, પણ કર્યું સાચું અધ્યાત્મ અને કયું ખોટું ? તેના ગતાગમ નહિ. પણ પુયોગે મને પહેલેથી જ ભક્તિ પસંદ. #ણે કે સતત ભગવાન માર્ગદર્શન આપતા રહ્યા. કોઈએ મને ગૃહસ્થપણામાં કાનજીનું પુસ્તક આપીને કહ્યું : આમાં ખરું અધ્યાત્મ છે. વાંચો.. પુસ્તક ખોલતાં જ અંદર જોવા મળ્યું. ઉપાદાન જ મુખ્ય છે. નિમિત્ત અકિંચિત્કરે છે. મેં તરત જ મૂકી દીધું ને પેલાને કહી દીધું : આ અધ્યાત્મ નથી. હું બધા સાધુ-સાધ્વીજીને જણાવવા માંગું છું': જયાં દેવ ગુરુની ભક્તિ ન હોય તેવા કોઇ અનુ છાનમાં સાચું અધ્યાત્મ છે, તેમ માનશો નહિ. - કહે કલાપૂર્ણસૂરિ-૧ (પે.નં. ૨૦૩), તા. ૦૨-૦૯-૧૯૯૯ આ મહાવ્રતો, આ સામાયિક તો ચિંતામણિ કરતાં પન્ન વધુ મૂલ્યવાન છે. ચિંતામણિથી પણ અધિક સાચવીને તેની સુરક્ષા કરજો , તેનું સંવર્ધન કર જો. ‘કરેમિ ભંતે "ની પ્રતિજ્ઞાથી સર્વ સાવધનો ત્યાગ થાય છે. આથી જગતના સર્વ જીવો રાજી થાય છે. અભયદાન મળતાં કોણ રાજી ન થાય ? - કહે કલાપૂર્ણસૂરિ-૨, જેઠ સુ. ૧૪ ભગવાનને હૃદયમાં રાખશો તો મોક્ષ મળશે. ભગવાનને છોડશો તો નિગોદ મળશે. કાર# કે વચ્ચે ક્યાંય વધુ સમય રહી શકાય તેમ નથી... • કહે કલાપૂર્ણસૂરિ શ્રાવકો ધ્યાન-વિચાર પર વાચના રાખવા વિનંતી કરે છે. તમને મનું યુ” કેવું છે. આપણું જીવન ? આખો દિવસ વાતો... વાતે-વાતે ગુસ્સો! અવિનય-ઉદ્ધતાઈનો પાર નહિ, ગુર્જનો છાંટો નહિ. છતાં અહંનો પાર નહિ. ભગવાન પાસે બાળક બનીને બધું જણાવી દો. જે કાંઈ પણ ક્રિયાકાંડ કરીએ છીએ તે લોક ઉપચારથી કરીએ છીએ કે આત્માથી કરીએ છીએ ? કંદીકે આત્મનિરીક્ષણ કર જો. તમે સહું પહેલાં તમારા જ સૂતેલા આત્માને જગાડો. એ જ ગી જય પછી જ બીજને જગાડવા પ્રયત્ન કરી જો. આપણે તો અત્યારે સૂતેલા છીએ ને બીજાને જગાડવા પ્રયત્ન કરી રહ્યા છીએ. આ બધું હું બીજાને જોવા નથી શીખવાડતો. તને જોવા માટે જ કહું છું. ફરી ફરીને આ વાત હું ભારપૂર્વક કહેવા માંગુ છું. - કહે કલાપૂર્ણસૂરિ-૨ (પે.નં. ૧o૯), તા. ૦૯-૦૪-૨000, ચૈ. સુ." પૂ. પં. ભદ્રંકરવિ. મ.ને પૂછ્યું : નવકારને જ તમે કેમ પકડવો ? પૂ. પં. મ. કહેતા : આ બધાં સૂત્રો, વિષિ, વિધાનો જોઈએ ત્યારે એમ થયું કે આમાંનું બધું ક્યારે જીવનમાં ઉતારીશું ? સૂત્રથી પણ નહિ, તો અર્થથી કે તદુભયથી શી રીતે ઉતારી શકીશું ? આ હું નથી બોલતો. ભગવાન જ બોલે છે. બોલનાર હું કોણ ? જે ભગવાન આ બોલાવે છે તે ભગવાનના જ ચરણોમાં આ બધું મમત " .
SR No.008966
Book TitleKaccha Vagadna Karndharo
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2010
Total Pages193
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy