SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ જીતવિજયના લાડકવાયા, હીરવિજયના આંખના તારા, સિદ્ધિ-મેઘસૂરિગુરુવરનું (૨), બહુમાન ઉરે ધરનારા, જે વિનય કરે તે સૌનું, નિજ દિલમાં પ્રેમ ધરીને......... શ્રી કનક0 ૩ તપ-ત્યાગના જે છે સ્વામી, સ્વાધ્યાયના જે છે કામી, જે લઘુ પણ દોષ વિરામી (૨), જે નિર્મમ ને નિષ્કામી, અમે ધન્ય થયા સહુ આજે, તે ગુરુવર ચરણ ગ્રહીને. .... શ્રી કનક0 ૪ બે હજારને ઓગણીશ વરસે, શ્રાવણ વદિ ચોથને દિવસે, પંચસૂત્ર સુણે ઉલ્લાસે (૨), શ્રી સંઘ ઉભો છે પાસે, સુરલોક સિધાવ્યા સૂરિવર, આ ગચ્છને રડતો મૂકીને, સુરલોક સિધાવ્યા સૂરિવર, આ કચ્છને રડતો મૂકીને. પરલોક સિધાવ્યા સૂરિવર, સૌ “શ્રમણ'ને રડતા મૂકીને.... શ્રી કનક0 ૫ પૂજ્ય શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મ.સા. શ્રી કચ્છ વાગડ દેશ પર ઉપકાર અગણિત આપનો, ઉદ્ભવ કર્યો સૌના હૃદયમાં ધર્મમંગલ દીપનો, આજે બિરાજ્યા છો તમે અગણિત અંતઃકરણમાં શ્રદ્ધા સહિત કરું વંદના દેવેન્દ્રસૂરિવર ચરણમાં. ગામ લાકડિયા અને ગોપાલજી શુભ નામ છે, તાત લીલાધર જનતા મૂલી હૃદયારામ છે; વદન પર છે દિવ્યતા તેજસ્વિતા છે નયનમાં, શ્રદ્ધા સહિત કરું વંદના દેવેન્દ્રસૂરિવર ચરણમાં. શ્રી જીતવિજય ગુરુવર તણી શ્રવણે ધરીને વાણીને, વૈરાગ્યથી વાસિત થયા સંસારથી મન વાળીને; વીનવે ગુરુદેવને રાખો મને તુમ શરણમાં, શ્રદ્ધા સહિત કરુ વંદના દેવેન્દ્રસૂરિવર ચરણમાં.... ‘તું કરાવ યાત્રા તીર્થ શ્રી સમેતશિખરાદિ તણી’, નિજ માતની કરી પૂર્ણ ઇચ્છા જાણી હોંશ અતિ ઘણી; પ.પૂ. દેવેન્દ્રસૂરિજી મ. ૧ ૩૫૬ ભાવના કરી પૂરી તો પણ છોડતી નથી લાગણી, શ્રદ્ધા સહિત કરું વંદના દેવેન્દ્રસૂરિવર ચરણમાં... ‘ગોપાલ માવડીયો કરે શું આ ભવે સંયમગ્રહણ’, આ સાંભળી મહેણું પછી જલ્દી કર્યું અભિનિષ્ક્રમણ; પાંત્રીશ વરસની ઉંમરે વ્રતનું કરે જેઓ વહન, શ્રદ્ધા સહિત કરુ વંદના દેવેન્દ્રસૂરિવર ચરણમાં.. સંયમ ત્રાસી સાલમાં શ્રી કનકસૂરિ હાથે ગ્રહ્યું, નિજ ગામ લાકડિયામહીં ને નામ ‘દીપવિજય’ પડ્યું ; ચારમાં પંન્યાસ પદ ને વીસમાં સૂરિપદ લાં, શ્રદ્ધા સહિત કરું વંદના દેવેન્દ્રસૂરિવર ચરણમાં. ..... જિનધર્મથી અતિ દૂર જયારે ઓસવાળ જનો હતા, ત્યારે રહી કઇ ગામમાં તે સર્વને પ્રતિબોધતા; ગુરુવર ! તમારી ધર્મવાણી આજ પણ અમ સ્મરણમાં, શ્રદ્ધા સહિત કરું વંદના દેવેન્દ્રસૂરિવર ચરણમાં. સજઝાય મધુરી આપની ગંગા લહર જિમ રણકતી, કઇ વ્યક્તિ તે સંજઝાય કેરું શ્રવણ કરવા તલસતી, તે સાંભળી ગુરુવર કને વ્રતધર બન્યા કઈ દમ્પતી, શ્રદ્ધા સહિત કરું વંદના દેવેન્દ્રસૂરિવર ચરણમાં..... ક્રિયારુચિ સુંદર અને છો તીવ્ર મેધાવી તમે, ધારણા છે પ્રબળ ને સવિ શાસ્ત્ર તુમ મુખ પર રમે; જે પણ ભણ્યા શિશુકાળથી તે સર્વ રહેતું સ્મરણમાં, શ્રદ્ધા સહિત કરુ વંદના દેવેન્દ્રસૂરિવર ચરણમાં. ચૈત્ર સુદિ ચૌદસ દિને ઉપવાસના પચ્ચકખાણમાં, સ્વર્ગે સિધાવ્યા સોમવારે, સૂરિ સંધ્યાકાળમાં; શ્રમણ' જે મુક્તિતણા મુનિચંદ્ર જે કલિકાળમાં, શ્રદ્ધા સહિત કરું વંદના દેવેન્દ્રસૂરિવર ચરણમાં. . * * * * ૩ કચ્છ વાગડના કણધારો ૨ ૩પ૩
SR No.008966
Book TitleKaccha Vagadna Karndharo
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2010
Total Pages193
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy