SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ પદ્ય વિભાગ પ.પૂ. પદ્મવિજયજી મહારાજની સઝાય દેવ સમા ગુરુ પદ્મવિજયજી, સબહી ગુણે પૂરા; શુદ્ધ પ્રરૂપક સમતાધારી, કોઇ વાતે નહીં અધુરા; મુનીશ્વર લીજે વંદના હમારી, ગુરુ દર્શન સુખકારી---મુની. . // એ આંકણી IIT/ સંવત્ અઢાર છાસઠની સાલે, ઓસવાલ કુલેં આયા, ગામ ભરૂડીએ શુભ લગ્ને, માતા રૂપાં બાઇએ જાયા....... મુની //રા સત્તર વર્ષે રવિ ગુરુ પાસે, હુવા યતિ વેષધારી, ગુરુ વિનયે ગીતારથ થયા, ચંદ્ર જેસા શીતલકારી.......... મુની llll સંવત ઓગણીશ અગીઆરની સાલું, સંવેગ રસ ગુણ પીધો, રૂપે રૂડાં શાને પૂરા, જિનશાસન ડંકો દીધો. જ, 14 "રાસન કી દીધી. * * * * * * * * * * મુનીd ||૪|| સંવત ઓગણી ચોવીસની સાલે, છેદોપસ્થાપન કીધો, મહારાજ મણિવિજયજી નામનો, વાસક્ષેપ શિર લીધો. ...... મુની //પો. દિન દિન અધિકે સંવેગ રંગે, કામ કષાય નિવારી, ધર્મ ઉપદેશે બહુ જીવ તારી જ્ઞાન ક્રિયા ગુણધારી. ......... મુનીટ lll સંવતું ઓગણીશ આડત્રીસ વૈશાખે, શુદી અગીઆરસ રાતે, પ્રથમ જામે પલાંસવા કાળધર્મ કીધો, ‘જીત’ નમે નિત્ય પ્રીતે. મુની શી. * * * નિજ પ્રાણપ્રિય વૃષભતણું જે જોઇ આકસ્મિક મરણ , સંસારમાં નથી સાર જાણીને કર્યું સંયમ ગ્રહણ; વૈરાગ્યના રંગો સજી પાવન કર્યું અંતઃકરણ, તે પદ્મવિજયજી ચરણ કમળ ભાવથી કરું હું નમન. .............. //રા/ સંવેગથી દીક્ષા ગ્રહી શ્રી રવિવિજયજી ગુરુ કને, બે હાથ જોડી વીનવે આપો હવે શિક્ષો મને; ને શાસ્ત્રનો અભ્યાસ કરવા મન ઘણું જ થનગને, તે પદ્મવિજયજી ચરણ કમળ ભાવથી કરું હું નમન. .................. Hall ન્યાય-આગમ-નિમિત્ત ને વ્યાકરણ ને જ્યોતિષ ભણે, વાંચે વિચારે ને પછી નિજ-જીવનમાં તેને વણે; પછી માર્ગ સંવેગી ગ્રહ્યો શ્રી મણિવિજયજી ગુરુકને, તે પદ્મવિજયજી ચરણ કમળ ભાવથી કરું હું નમન. ... //૪ll નિજ શિષ્યને સોંપ્યા, વળી સૌભાગ્યવિજય મુનિરાજને, ને દેશ ને પરદેશમાં વિચરી કર્યા કઇ કાજને; અજ્ઞાનતા દૂરે ટળી જયાં જયાં પડ્યા પાવન ચરણ, તે પત્રવિજયજી ચરણ કમળ ભાવથી કરું હું નમન. .. I/પIL તરસ્યો તપાસે નીરને, ભૂખ્યો તપાસે ખીરને, ડૂબતો ગ્રહે નદી-તીરને, સમ્રાટ શોધે વીરને, તિમ માર્ગ ભૂલેલા અમે ગ્રહ્યું માર્ગદર્શક ગુરુ શરણ, તે પદ્મવિજયજી ચરણ કમળે ભાવથી કરું હું નમન. . જન્મ લીધો વીરભૂમિ પુણ્યભૂમિ કચ્છમાં, ને પાટ બહોતેરમે થયા ગુરુદેવ જે તપગચ્છમાં; ભરુડીયે જન્મ્યા અને શ્રી પલાંસવે અંતિમ શરણ. તે પદ્મવિજયજી ચરણ કમળે ભાવથી કરું હું નમન. . છેલ્લે કરાવે સંઘ શ્રી નવકારનું મંગલ શ્રવણ, વૈશાખ સુદી એકાદશી દિન જે કરે સ્વર્ગે ગમન; મુક્તિ તરફ આગળ વધ્યા મુનિચન્દ્ર જે ઉત્તમ ‘શ્રમણ', તે પદ્મવિજયજી ચરણ કમળ ભાવથી કરું હું નમન. .............. IIટા શ્રી પદ્મવિજયજી સ્તુતિ અષ્ટક (હરિગીત) જેણે ઉગાર્યો કચ્છને અજ્ઞાનના અંધારથી, જેણે સજાવ્યો કચ્છને સંસ્કારના શણગારથી; જેના હૃદયમાં વહી રહ્યું વાત્સલ્યનું સુંદર ઝરણ, તે પદ્મવિજયજી ચરણ કમળ ભાવથી કરું હું નમન................ ////. પ.પૂ. પદ્મવિજયજી મ. ૧ ૩૩૨ કચ્છ વાગડના કર્ણધારો ૨ ૩૩૩
SR No.008966
Book TitleKaccha Vagadna Karndharo
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2010
Total Pages193
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy