SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ સા. આણંદશ્રીજી ચાતુર્માસ સૂચિ રાત્રે પ્રાયઃ ૪.૧૫ વાગ્યે... બરાબર ભગવાન મહાવીરદેવના નિર્વાણ સમયે અત્યંત સમાધિપૂર્વક દેહ છોડ્યો. ૭૬ વર્ષનું આયુષ્ય ને લગભગ પંચાવન વર્ષનો એમનો સંયમ પર્યાય હતો. દીક્ષા લઇને આજ સુધી અખંડપણે ગુરુવર્યની આજ્ઞા પાળી હતી. પૂ. પદ્મ-જીત-હીર અને છેલ્લે પૂ.કનકસૂરિજી મ.ના આજ્ઞાવર્તિની બનીને તેઓ રહ્યા હતાં. વાગડ સમુદાયની ચાર-ચાર પેઢી એમણે જોઇ હતી તથા વાગડ સમુદાયના શ્રમણી વંદના તેઓ મોભી બન્યા હતાં. એમની વિદ્યમાનતામાં જ લોકો તેમને કલિકાલ ચંદન- બાલાવતાર' તરીકે નવાજતા હતા. (અમને એક ૧૦૦ વર્ષ જૂની પોસ્ટકાર્ડ મળી આવ્યો છે. જેમાં ચોટીલાના જગજીવનભાઇ નામના શ્રાવકે તેમને ‘કલિકાલ ચંદનબાલાવતાર'ના વિશેષણથી નવાજયા છે.) પૂ.કનકસૂરિજી, પૂ. ધીરવિ., પૂ. હર્ષવિ., પૂ. કાન્તિવિ., પૂ. દેવેન્દ્રસૂરિજી જેવા ઉત્તમ શ્રમણ પુષ્પો વાગડ સમુદાયના ઉદ્યાનમાં ખીલવીને અતિ અદ્દભુત કક્ષાનું શકવર્તી કામ તેમણે કર્યું છે. સંખ્યાબંધ લોકોને દેશવિરતિધર તથા બ્રહ્મચર્યવ્રત ધારક બનાવ્યા છે. પૂ. હરિભદ્રસૂરિજીના જીવન સાથે યાકિની મહત્તરાનું નામ કાયમ માટે જોડાયેલું છે, તેમ પૂજ્ય કનકસૂરિજી મ.ના જીવન સાથે તેઓનું નામ ધર્મમાતા તરીકે કાયમ માટે જોડાઇ ગયું છે. પૂજ્ય કનકસૂરિજી જો આટલા મહાન તો એમને તૈયાર કરનાર ધર્મમાતા સા. આણંદશ્રીજી કેટલા મહાન હશે ? તેની કલ્પના જ કરવી રહી. સા. નિધાનશ્રીજીનાં બે શિષ્યાઓના નામ પણ કેટલા અદ્ભુત છે ! આનંદ અને જ્ઞાન ! જ્ઞાન એટલે ‘ચિત્' ! આત્માના ‘ચિદાનંદ’ સ્વરૂપનો ખ્યાલ આપનાર વાગડ સમુદાયના આ બે શ્રમણી રત્નો ચિરકાળ સુધી જયવંતા રહેશે. * * * રાગી સાથે કરેલો પ્રેમ સંસાર વર્ધક બને. વીતરાગી સાથે કરેલો પ્રેમ સંસાર નાશક બને. - કહે કલાપૂર્ણસૂરિ | વિ.સં. | ઇ.સ. | ગામ - તે વર્ષે થયેલી મુખ્ય ઘટનાઓ | ૧૯૩૮ ૧૮૮૨ અમદાવાદ, રૂપા સુરચંદની પોળ ૧૯૩૯ ૧૮૮૩ અમદાવાદ, રૂપા સુરચંદની પોળ ૧૯૪૦ ૧૮૮૪ અમદાવાદ, રૂપા સુરચંદની પોળ (સા. રળીયાતશ્રીજી – કાળધર્મ) ૧૯૪૧ ૧૮૮૫ | અમદાવાદ, રૂપા સુરચંદની પોળ ૧૯૪૨ ૧૮૮૬ મોરબી | ૧૯૪૩ | ૧૮૮૭ | ધોલેરા ૧૯૪૪ ૧૮૮૮ વઢવાણ ૧૯૪૫ ૧૮૮૯ પાલીતાણા ૧૮૯૦ | પલાંસવા (પૂ. જીતવિ.ની નિશ્રા) ૧૯૪૭ ૧૮૯૧ ભુજ (પૂ. ખાન્તિવિ. પાસે આગમ વાચના) ૧૯૪૮ ૧૮૯૨ ભુજ (પૂ. ખાન્તિવિ. પાસે આગમ વાચના) ૧૯૪૯ | ૧૮૯૩ અમદાવાદ (રૂપા સુરચંદની પોળ) ૧૯૫૦ ૧૮૯૪ અમદાવાદ (રૂપા સુરચંદની પોળ) (સા. નિધાનશ્રીજી - કાળધર્મ). ૧૯૫૧ | ૧૮૯૫ | અમદાવાદ (રૂપા સુરચંદની પોળ) ૧૯૫૨ ૧૮૯૬ બીજાપુર ૧૯૫૩ ૧૮૯૭ બીજાપુર (સા. માણેકશ્રીજી દીક્ષા) ૧૯૫૪ ૧૮૯૮ | પલાંસવા (કાનજી તથા ડોસાભાઇ પ્રતિબોધ) ૧૯૫૫) ૧૮૯૯ પલાંસવા ૧૯૫૬ ૧૯00 | અમદાવાદ ૧૯૫૭ | | ૧૯૦૧ | વઢવાણ | ૧૯૫૮ | ૧૯૦૨ | પાલીતાણા (કાનજીભાઇને ૪થું વ્રત આપ્યું) કચ્છ વાગડના કર્ણધારો ૨ ૩૨૯ પૂ. સાધ્વીજી આણંદશ્રીજી + ૩૨૮
SR No.008966
Book TitleKaccha Vagadna Karndharo
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2010
Total Pages193
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy