SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ આ. કર્મસિંહજી એ તેમને કહ્યું : “દાદા શ્રી જીતવિજયજી અતિ પવિત્ર અને અતિ પ્રસિદ્ધ મહાત્મા અહીં વિદ્યમાન છે, તેઓ જો કહે તો તો રજા આપશો ને ?’ ‘હા જી.' બધા શિષ્યોએ એકી સાથે આનંદપૂર્વક જવાબ આપ્યો : “એમના જેવા મહાપુરુષો હા પાડે પછી ના પાડનાર અમે કોણ ?” આખરે પૂ. જીતવિજયજી મ.ની હી આવતાં આ. કર્મસિંહજીએ અનશન સ્વીકાર્યું. નિર્ધામણા કરાવવા દરરોજ પૂ. દાદાશ્રી ત્યાં જતા. અન્ય સંપ્રદાયના સાધુઓમાં પણ પૂજયશ્રીનું કેટલું આદરણીય નામ ? આજે પણ આ. કર્મસિંહજીના ગુણાનુવાદ પ્રસંગે આઠ કોટિ મોટી પક્ષ (સ્થાનકવાસી)માં પૂજયશ્રીનો નામોલ્લેખ બહુમાનપૂર્વક થાય છે. વિ.સં. ૧૯૭૬માં પૂજ્યશ્રી પોતાની જન્મભૂમિ મનફરામાં પધારેલા. ત્યાં દર વર્ષે દશેરાના દિવસે પીર બાવા (મનફરામાં પીરબાવાનું રાજય ચાલતું. મનફરાની સ્થાપનાથી માંડી આઝાદી સુધી ૧૭ પીર બાવા થયા છે.) જાગીરમાં ભૈરવના મંદિરમાં પાડાનું બલિદાન આપતા. વર્ષોની આ પરંપરા હતી. પૂજ્યશ્રીની કરૂણામય ઉપદેશ ધારાથી પીર બાવાનું હૃદય બદલાયું ને એ બલિદાનની કુપ્રથાને કાયમ માટે તિલાંજલિ આપી. એ જ રીતે કાનમેરમાં પ્રાણીના બલિદાનની પ્રથા પૂજ્યશ્રીના ઉપદેશથી અટકી. પૂજયશ્રી વૃદ્ધાવસ્થાના છેલ્લા વર્ષોમાં પલાંસવામાં સ્થિરવાસ રહેલા હતા. એક વખત બહિર્ભમિએ ગયેલા હતા. ત્યાં કોઇએ સમાચાર આપ્યા કે આડીસરમાં વાલજીભાઇ અંતિમ અવસ્થામાં છે. આપને યાદ કરે છે કે પૂજ્ય ગુરુદેવ નિર્ધામણા કરાવવા આવે તો સારું ! ઉપાશ્રયમાં ગયા વગર ત્યાંથી જ સીધા પૂજયશ્રી આડીસર પહોંચ્યા. વાલજીભાઇને અંતિમ નિર્ધામણા કરાવી. વાલજીભાઇએ સમાધિપૂર્વક દેહનો ત્યાગ કર્યો. (આ વાલજીભાઇના પ્રપૌત્ર આજે મુનિ શ્રી અનંતયશવિ. તરીકે સુંદર સંયમ જીવન પાળી રહ્યા છે.) પૂજયશ્રી માનતા કે બીજાને સમાધિ આપીએ તો જ આપણને સમાધિ મળે. પૂજયશ્રી પરમ ક્રિયારુચિ, પ્રભુ ભક્ત અને પરમ તપસ્વી હતા. દીક્ષાના જીવનથી માંડી છેલ્લે સુધી એકાસણા કર્યા હતા. મહિનામાં ૧૦ પૂ. દાદા શ્રી જીતવિજયજી મહારાજ જે ૨૨ તિથિ ઉપવાસ કરતા. છેલ્લે વૃદ્ધાવસ્થામાં છ તિથિ ઉપવાસ કરતા. મુહપત્તિના ઉપયોગપૂર્વક બોલતા. બીજાને પણ તે રીતે બોલવા પ્રેરણા આપતા. ચાલતી વખતે ઇર્યાસમિતિના પાલનપૂર્વક નીચું જોઈને ચાલતા. તેઓ અવારનવાર કહેતા નીચી નજરે ચાલતાં, ત્રણ ગુણ મોટા થાય; કાંટો ટળે, દયા પળે, પગ પણ નવિ ખરડાય. પૂજયશ્રી જ્યાં જતા ત્યાં સૌને પ્રિય બની જતા. અનાયાસે જ એમનો ભક્ત વર્ગ તૈયાર થઇ જતો. પૂજયશ્રી પોતાની પાસે ભણવા આવનાર મુમુક્ષુઓને સંયમની ઉત્કૃષ્ટ તાલીમ આપતા હતા. પોતે તો મુહપત્તિનો ઉપયોગ રાખીને બોલતા, પણ મુમુક્ષુઓને પણ આવી જ તાલીમ આપતા હતા. વિ.સં. ૧૯૬ ૧માં પૂજયશ્રીનું ચાતુર્માસ આડીસરમાં હતું. જ્યારે એમના શિષ્ય પૂ. ધીરવિજયજી મ.નું ચાતુર્માસ ભુજમાં હતું. સા. આણંદશ્રીજી પણ ભુજમાં હતા. ત્યારે પૂ. ધીરવિજયજી મ.એ આડીસર - પોતાના ગુરુદેવ પર લખેલો એક પત્ર મળી આવ્યો છે. જેમાં લખે છે કે- “ડુંગરશી અને કાનજી બરાબર અભ્યાસ કરી રહ્યા છે. અત્યારે ૧૦મો ગણ ચાલે છે. તેઓ મુહપત્તિ વગર બોલે છે, એવું કોણે કહ્યું ?” મુમુક્ષુઓને તેઓ કેવી તાલીમ આપતા હતા, તે આના પરથી જણાય છે. આ કાનજી તે જ આપણા ઉપકારી પૂ. કનકસૂરિજી મ.બન્યા. વિ.સં. ૧૯૬૨, માગ.સુ.૧૫, ઇ.સ. ૧૯૦૫ ના ડુંગરશી તથા કાનજીની ભીમાસર મુકામે દીક્ષા થઇ હતી. પલાંસવા તથા ફતેગઢની પણ પોતાને ત્યાં દીક્ષા કરાવવાની ખૂબ જ વિનંતી હતી. ત્યારે પૂજયશ્રીએ વચલો માર્ગ કાઢયો : સંતાન પલાસવાના, ખર્ચ ફતેગઢનો પણ ભૂમિ ભીમાસરની ! ત્રણેય સંઘ ખુશ ખુશ થઇ ગયા. ‘ઉપાયે સતિ સૂર્તવ્ય, સર્વેષો વિત્તરનમ્ I’ તે આનું નામ ! કાનજીભાઇનું નામ કીર્તિવિજયજી (વડી દીક્ષામાં કનકવિજયજી) પાડ્યું ને વડી દીક્ષા તથા અભ્યાસ વગેરે માટે તેમને પૂ.આ. શ્રી કચ્છ વાગડના કર્ણધારો + ૨૩
SR No.008966
Book TitleKaccha Vagadna Karndharo
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2010
Total Pages193
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy