SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ એમ કહીને આવ્યો છું કે “આ મણિને મારા બેનને ત્યાં થોડા દિવસ માટે મૂકી આવું છું. એની ફોઇને ત્યાં ભલે થોડા દિવસ રહી આવે.” મારા જેવી ધર્મની લાગણી મારી પત્નીને નથી, એટલે આવું કરવું પડે. શું થાય ? આપ જો કહેતા હો તો મારી મણિને આપની પાસે મૂકી જાઉં? તમે એને તૈયાર કરજો . મારી સંપૂર્ણ રજા છે.” જિનશાસનમાં આવા શ્રાવકો વસે છે, એ જાણીને સાધ્વીજીને ખૂબ જ આનંદ થયો. કહ્યું : “ભલે, તમે મૂકી જાવ. અમે તૈયાર કરવામાં કોઇ કચાશ નહિ રાખીએ.’ ૧૫ વર્ષની મણિ પ્રેમપૂર્વક સાધ્વીજી પાસે રહી ગઇ. પ્રથમ નજરે જ તે સાધ્વીજીના તપ-તેજથી અંજાઇ ગઇ અને વાત્સલ્યથી ભીંજાઇ ગઇ. થોડા જ દિવસોમાં તો તેને એટલું બધું ગમી ગયું કે તે ઘર અને માતાપિતા વગેરે બધું જ ભૂલી ગઈ ! તે વખતે માણસાથી કેશરીયાજીનો છ'રી પાલક સંઘ નીકળેલો, એમાં સાધ્વીજીની સાથે મણિ પણ જોડાઈ. એને વિહારો ખૂબ જ ફાવી ગયા. વિ.સં. ૧૯૫૨ ના બીજાપુર ચાતુર્માસમાં તે સાથે રહીને ભણી. ગુણી સા. આણંદશ્રીજીએ પણ તેને સંયમની ઉત્કૃષ્ટ તાલીમ આપી . વિ.સં. ૧૯૫૩, ઇ.સ. ૧૯૯૭, વૈ.સુ.૧૫ ના દિવસે તેણે પૂ. દાદા શ્રી જીતવિજયજી મ.ના વરદ હસ્તે બીજાપુરમાં દીક્ષા સ્વીકારી. તેની દઢતા જોઇને માતા જડાવબેન પણ છેલ્લે દીક્ષા માટે સંમત થઇ ગયાં હતાં. તેમનું નામ પાડવામાં આવ્યું : સા, માણેકશ્રીજી. સા.આણંદ શ્રીજીના આ પ્રથમ શિષ્યા થયાં. તેઓ ખૂબ જ વિનીત, શાંત અને આજ્ઞાંકિત હતાં. ગુરુજીનું પણ તેમના પર ખૂબ જ વાત્સલ્ય હતું. તેમણે પ્રકરણ, વ્યાકરણ વગેરેનો સારો અભ્યાસ કર્યો હતો. ગુરુવર્યાના દરેક કાર્યોમાં તેમનો બધી રીતે સહકાર રહ્યો હતો. વિ.સં. ૧૯૬૫, ઇ.સ. ૧૯૦૯નું ચોટીલા ચોમાસું તેમના જ સ્વજનોના આગ્રહથી થયું હતું. વિ.સં. ૧૯૬૮, ઇ.સ. ૧૯૧૨, વૈ.વ.૧ ના મુન્દ્રા (કચ્છ)માં ટી.બી. રોગથી ગ્રસ્ત બનેલાં આ સા. માણેકશ્રીજી સમાધિપૂર્વક કાળધર્મ પૂ. સાધ્વીજી આણંદશ્રીજી * ૩૧૦ પામ્યાં હતાં. સા. આણંદશ્રીજીથી પ્રતિબોધ પામેલ મુન્દ્રાના વોરા તેજસી ફોજદારે ખૂબ જ ભક્તિ કરી હતી. ૩૨ વર્ષની વયે ૧૬ વર્ષના દીક્ષાપર્યાયનું પાલન કરીને કાળધર્મ પામેલાં આ સાધ્વીજીના જવાથી સા. આણંદશ્રીજીને બહુ મોટી ખોટ પડી હતી. સા. રતનશ્રીજી – ચતુરશ્રીજી વગેરેની પરંપરાનો સાધ્વી વર્ગ સા. માણેકશ્રીજીની શાખાનો છે. - સા. આણંદશ્રીજીના પોતાના કુલ ત્રણ શિષ્યાઓ હતાં. ત્રણે ત્રણનો સ્વર્ગવાસ પોતાની વિદ્યમાનતામાં જ થઇ ગયો હતો. વિ.સં. ૧૯૫૮, ઇ.સ. ૧૯૦૨માં પાલીતાણા ચાતુર્માસ દરમ્યાન નરોડા (અમદાવાદ પાસે)ના અ.સૌ. ચંદનબેન ચાતુર્માસ કરવા આવેલાં . સાધ્વીજીનું અત્યંત નિર્મળ જીવન જોઇ તેમને ચારિત્ર સ્વીકારની પ્રબળ ઇચ્છા થઇ અને તરત જ અમલમાં પણ મૂકી દીધી. ચાતુર્માસ પછી તરત જ વિ.સં. ૧૯૫૯, ઇ.સ. ૧૯૦૨, માગ.સુ. ૧૫ ના દિવસે ચારિત્ર સ્વીકાર કરી ચંદનશ્રીજી નામ ધારણ કર્યું. આ તેમનાં બીજા શિષ્યા હતાં. સા. ચંદનશ્રીજી ખૂબ જ આરાધક, ગુરુભક્ત અને શુદ્ધ ક્રિયાના પક્ષપાતી હતાં. એમનો ચહેરો જ એટલો પ્રતિભાશાળી હતો કે જે જોઇને જ કેટલાય લોકો પ્રતિબોધ પામી જતા હતા. ૨૦ વર્ષનું ચારિત્ર પાળી વિ.સં. ૧૯૭૭, ઇ.સ. ૧૯૨૧, પોષ વદ-૮ ના સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા હતાં. ચંપાશ્રીજી-ગુણશ્રીજી-સુભદ્રાશ્રીજી વગેરે તેમની પરંપરા છે. ત્રીજા શિષ્યા તે સા. મુક્તિશ્રીજી, જે સા. ચતુરશ્રીજીના સંસારી માતૃશ્રી હતાં. સંસારી નામ મીઠીબાઇ હતું. માંડવીના આ મીઠીબેને એકની એક પુત્રી પાર્વતીની સાથે વિ.સં. ૧૯૬૭, ઇ.સ. ૧૯૧૧, મહા સુ.૧૦ ના દિવસે પૂ. જીતવિજયજી મહારાજના વરદ હસ્તે દીક્ષા લીધેલી. વિ.સં. ૧૯૬૯, ઇ.સ. ૧૯૧૩, ભુજ ચાતુર્માસ દરમ્યાન કેટલાક શ્રાવિકાઓએ તથા આ સા. મુક્તિશ્રીજીએ કર્મ-સૂદન તપ શરૂ કર્યો હતો. એકલઠાણાના દિવસે અચાનક જ કોલેરા રોગથી ગ્રસ્ત બન્યાં ને સતત - સખત ઝાડાઉલ્ટી થવાથી, શરીરમાં પાણી ઘટી જતાં રાત્રે ૩.૦૦ વાગે અષા.વ.૧૧ કચ્છ વાગડના કર્ણધારો ૨ ૩૧૧
SR No.008966
Book TitleKaccha Vagadna Karndharo
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2010
Total Pages193
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy