SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ શરત મૂકી કે અમે અમારી અંદરને રજા આપીએ, પણ તેનું મુહૂર્ત અત્યારથી (બાર મહિના પહેલાથી) જોઇએ. એ મુહૂર્ત આપ્યા પછી જો , (૧) કચ્છ-વાગડમાં વરસાદ પડશે, (૨) કોઇ સગા-વહાલાનું મૃત્યુ નહિ થાય, (૩) પૈસે-ટકે અમારી સમૃદ્ધિ વધશે તો જ અમે રજા આપશું. વિ.સં. ૧૯૩૭, ઇ.સ. ૧૮૮૧માં જયોતિર્વેત્તા પૂ. પદ્મવિજયજી મ.એ વિ.સં. ૧૯૩૮, માગ.સુ.૩ નું મુહૂર્ત આપ્યું. ખરેખર ચમત્કાર એ સર્જાયો કે- વરસાદ પણ પડ્યો, સમૃદ્ધિ પણ વધી અને કોઇનું મૃત્યુ પણ ન થયું ! પલાંસવાના બધા જ લોકો પૂ. પદ્મવિ.મ.ની જ્યોતિષ વિદ્યાને તથા અંદરબેનના પુણ્યને વંદી રહ્યા. માગ.સુ.૩ ના કુલ ચારની દીક્ષા થવાની હતી. (જો ઇતારામ ઝવેરચંદ કોઠારી, હરદાસભાઇ ઓધવજી ચંદુરા, કુ. અંદરબેન મોતીચંદ દોશી તથા ક. ગંગાબેન કસ્તુરભાઇ દોશી) આથી પલાંસવામાં અપાર આનંદ હતો. ચારેય બાળ બ્રહ્મચારી યુવક-યુવતીઓ હતા. કચ્છ-વાગડમાં દીક્ષાનો આવો પહેલો જ પ્રસંગ હતો. ધનતેરસથી વાયણા શરૂ થયા હતા. કચ્છમાં ભુજ વગેરે તેમજ મોરબી, રાધનપુર, ભાભર વગેરે ૮૦ ગામોમાં પત્રિકા લખવામાં આવી હતી. (છાપીને નહિ, લખીને). તે તમામ સંઘો દીક્ષા વખતે આવ્યા હતા. મહોત્સવના પ્રારંભના દિવસોમાં પાંચ હજાર માણસ તથા દીક્ષાના દિવસે દસ હજાર માણસો એકઠા થયા હતા. રહેવા માટે પલાંસવાના રજપૂત, બ્રાહ્મણ, કુંભાર વગેરેએ પોતાના મકાનો આપ્યા હતા. (પોતે સંકડાશ ભોગવી હતી અથવા વાડીઓમાં રહેવા ચાલ્યા ગયા હતા.) પલાંસવાના ઠાકોર પુંજાજી, આડીસરના ઠાકોર લખાજી – એ બંનેની ખૂબ જ સહાયતા મળી હતી. વરઘોડા માટે રથ, ઘોડા, પાલખી વગેરે તમામ વસ્તુઓ આપી હતી. કારભારી નાગર બ્રાહ્મણ ચુનીલાલે ચુસ્ત સુરક્ષાનો બંદોબસ્ત કર્યો હતો. જે જે ગામના સંઘો આવે તેમનું સામૈયું થતું હતું. ૧૮ મોટા સાધર્મિક વાત્સલ્ય થયા હતા. એક ટેકમાં ૨૧ મણ ઘીનો શિરો વપરાતો હતો. (તે સમયે એક પૂ. સાધ્વીજી આણંદશ્રીજી + ૩૦૬ કે બે જ વસ્તુ સાધર્મિક વાત્સલ્યમાં બનતી હતી.) આવેલા સંઘો તરફથી તથા પલાંસવા ગામ તરફથી પરસ્પર થાળી, મોટા થાળા વગેરેની સવાસો લહાણીઓ થઇ હતી. પ્રભાવનાઓનો તો કોઇ પાર નહોતો. આખું પલાંસવા ઇન્દ્રપુરીની જેમ શણગારાયું હતું. માગ.સુ.૩ ના શુભ મુહૂર્ત ચારેયને પૂ. પદ્મવિજયજીએ દીક્ષા આપી હતી. ચારેયના નામ નીચે મુજબ પડ્યા હતા. જોઇતારામ : જીવવિજયજી : ગુરુ પૂ. પદ્મવિજયજી (વડીદીક્ષામાં પૂ. જીતવિ.) હરદાસભાઇ : હીરવિજયજી : ગુરુ પૂ. જીતવિજયજી અંદરબેન : આણંદશ્રીજી : ગુરુ સા. નિધાનશ્રીજી ગંગાબેન : જ્ઞાનશ્રીજી : ગુરુ સા. નિધાનશ્રીજી દીક્ષા પછી સંઘના અતિ આગ્રહથી એક મહિના સુધી રોકાયા. વિદાય વખતે જૈન-જૈનેતર તમામ લોકો વળાવવા આવ્યા. ગુરુ મ.ના કહેવાથી નૂતન દીક્ષિત સા. આણંદશ્રીજીએ ત્યારે લોકોની સમક્ષ વક્તવ્ય આપ્યું. (વાગડ સમુદાયમાં પૂ. પદ્મવિ.મ.ના સમયથી જ સાધ્વીજીઓ આ રીતે વ્યાખ્યાન આપતા આવ્યાં છે, જેમાં પુરુષો પણ બાજુમાં બેઠા હોય.) દીક્ષા પ્રસંગે વાયણાની પાંચ હજાર કોરી (કચ્છી નાણું) તથા વરઘોડા વગેરેની બોલીની ૧૦ હજાર કોરીની આવકમાંથી સોનાનું પાકું, સોનાની ઠવણી તથા શ્રીશાન્નિનાથજીની આંગી બનાવવામાં આવી હતી. કુલ ૮૦ હજાર કોરીનો વ્યય થયો હતો. અત્યારના હિસાબે કેટલા રૂપિયા કહેવાય તે સુજ્ઞોએ સ્વયં જાણી લેવું.) પલાંસવાથી વિહાર કરીને સા. રળીયાતશ્રીજી વગેરે પાટણ આવ્યાં. નૂતન દીક્ષિતોને જોઇને આનંદમાં આવેલા પાટણના સંઘે અઢાઇ મહોત્સવ કર્યો હતો. પુણ્યશાળીના પગલે નિધાન ! ત્યાર પછી વિસનગર (સા. રળીયાતશ્રીજીની જન્મભૂમિ) થઇને અમદાવાદ આવ્યા. ત્યાં ડહેલાના ઉપાશ્રયે બિરાજમાન ગીતાર્થવર્ય પૂ.પં. શ્રી રત્નવિજયજી (જે પૂ. પદ્મવિજયજીના જ ભૂતપૂર્વ શિષ્ય હતા ને તેમણે ડેલાવાળા પૂ. કચ્છ વાગડના કર્ણધારો ૨ ૩૦૭
SR No.008966
Book TitleKaccha Vagadna Karndharo
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2010
Total Pages193
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy