SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ભીખમચંદજી છાજેડ પૂજયશ્રીના પૂર્વ સંસ્મરણો યાદ કરતાં કહેતા : પર્યુષણમાં અમારે ત્યાં પારણું કે પોથી ઘેર પધરાવવાનો લાભ મળેલો ત્યારે અમે તો ૧૦-૧૧ વાગ્યા સુધી જાગ્યા, પણ આ પૂજયશ્રી (અખેરાજજી)એ તો ભક્તિ-ગીતો ગાઇને આખી રાત જાગીને સાચા અર્થમાં રાત્રિ-જાગરણ કર્યું હતું. પૂજ્યશ્રીના પરિચયથી જિનાલયમાં જવાનું શરૂ કરનાર ઇન્દરચંદજી બૈદ (નેતાજી) નેહરુ, ઇન્દિરાથી માંડીને અત્યારના રાજનેતાઓ સાથે ગાઢ સંબંધો ધરાવે છે. તેઓમાં ઉદારતા એટલી કે કોઇ પણ વ્યક્તિ ખાલી હાથે ન જાય, તેમના પ્રયત્નથી પર્યુષણના બે દિવસ સમગ્ર મધ્યપ્રદેશમાં કતલખાના બંધ રહ્યાં. બીજી વખત પૂજયશ્રીના દર્શનાર્થે મુખ્યપ્રધાન દિગ્વિજયસિંહ આવતાં આ દિવસ દરમ્યાન હોટલોમાં પણ માંસ ન પીરસાય, તેવું તેમણે વચન ઠરાવ્યું. સાધુ-સાધ્વીઓ માટે બપોરે લલિત-વિસ્તરા પર ચાલતી વાચનાઓમાં કેટલાક જિજ્ઞાસુ ગૃહસ્થો આવતા. તેમાં આ ઇંદરચંદજી બૈદ પણ હોય જ. ૮૫ વર્ષના ભીખમચંદજી મુણોત ગૃહસ્થપણામાં પૂજ્યશ્રી સાથે રમેલા છે. આજે આ ઉંમરે પણ તેમનો જ્ઞાન-પ્રેમ જોરદાર છે, આગમ કર્મસાહિત્યના જ્ઞાન સાથે જયોતિષનું પણ ઠીક ઠીક જ્ઞાન ધરાવે છે. ત્યાંનાં પ્રવચનોમાં કેટલાક અજૈનો પણ આવતા. તેમાંના એક ડૉ. જેઠમલજી માહેશ્વરીએ પોતાના મનની વાત કહેતાં કહ્યું હતું કે- પૂજ્યશ્રી તો સાક્ષાત્ ભગવાન છે. વિ.સં. ૨૦૫૫, ઇ.સ. ૧૯૯૮-૯૯, રાજનાંદગાંવ ચાતુર્માસ પૂર્ણ કરી પૂજ્યશ્રીએ રાયપુર થઇ ફરી રાજનાંદગાંવ આવી હૈદ્રાબાદ તરફ વિહાર કર્યો. માગ.સુદ-૩, કુમરદા, અહીં ઇંદરચંદજી ‘નેતાજી'એ આવીને સમાચાર આપ્યા કે અહીં (નાંદગાંવ) રોજ જે દસ હજાર ગાયો કપાતી હતી તે આપના આશીર્વાદથી બંધ કરાવી છે. જે ઢોરોની ટ્રકો નીકળશે પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૨ ૬૦ તેને પકડીને તેમાંનાં ઢોરોને પાંજરાપોળમાં મોકલીશું. છત્તીસગઢમાં મોટું કતલખાનું શરૂ થવાનું હતું, તેને રોકવા હું પૂરો પ્રયત્ન કરતો જ રહીશ. પૂજયશ્રીએ તેમને અંતરના આશીર્વાદ આપ્યા. ગઢચિરોલી, અહીંના પ્રવચનમાં મહારાષ્ટ્રના કલેકટર આવેલા. પૂજ્યશ્રીએ તેમને માંસાહારનો ત્યાગ કરાવ્યો. અહીં વિહારમાં ઠેર ઠેર પ્રવચનો દ્વારા પૂજયશ્રી લોકો પાસેથી સાત વ્યસનોના ત્યાગ કરાવતા રહ્યા. ચન્દ્રપુર, અહીં ચૂંટણીમાં જીતીને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી બનેલા દિગ્વિજયસિંહ પૂજયશ્રીના દર્શનાર્થે આવેલા. ચૂંટણીથી પાંચ દિવસ પહેલાં પણ આશીર્વાદ લેવા આવેલા. ત્યારે જીતવાની શક્યતા ઓછી જણાતી હતી, છતાં ચૂંટણીમાં જીત મળી તેમાં તેમને પૂજયશ્રીના આશીર્વાદ જ કારણરૂપે જણાયા. આથી જ તેઓ કૃતજ્ઞતા વ્યક્ત કરવા પૂજયશ્રી પાસે આવ્યા હતા. પૂજ્યશ્રીએ ફરી જીવદયાની જ વાત કાઢી. મુખ્યમંત્રીએ વાતનો સહર્ષ સ્વીકાર કરતાં કહેલું : “નવું તો મેં સા पद पर रहूंगा तब तक नया एक भी बुचड़खाना खोलने नहीं दूंगा और आपके आदेश का अच्छी तरह से पालन करुंगा।" હૈદ્રાબાદ (કારવાન), અંજનશલાકા-પ્રતિષ્ઠા. કુલ્પાકજી ચૈત્રી, ઓળી પ્રસંગે પૂજયશ્રી પધાર્યા હતા ત્યારે કારવાનમાં રહેલા ગોડીજી પાર્શ્વનાથના (પૂજયશ્રી ૧૦-૧૨ વર્ષની ઉંમરે ગૃહસ્થપણામાં અહીં પૂજા કરતા હતા) દર્શન કરતાં તેમણે કહ્યું : બાપ सबके अच्छे अच्छे बंगले हो गये और भगवान के लिए यह ऐसा मंदिर ? क्या जीर्णोद्धार नहीं हो सकता ? ત્યાં રહેલા ટ્રસ્ટીઓએ પૂજયશ્રીના મુખેથી નીકળેલું આ વચન તરત જ વધાવી લીધું અને પાયાથી જીર્ણોદ્ધારનું કામ શરૂ થયું. માત્ર ૧૬ મહિનામાં વિશાળ જિનાલય ઊભું થઇ ગયું. (જેમાં શ્રેષ્ઠીઓએ પોતાના પૈસા રોકેલા) અને રાજનાંદગાંવથી પાછા ફરી રહેલા પૂજ્યશ્રીની નિશ્રામાં મહા સુદમાં ભવ્ય રીતે અંજનશલાકાપૂર્વક પ્રતિષ્ઠા પણ કરાવી. કચ્છ વાગડના કર્ણધારો ૧ ૨૬૧
SR No.008966
Book TitleKaccha Vagadna Karndharo
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2010
Total Pages193
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy