SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ જ તેઓ ત્યાગ કરવા તૈયાર થઇ જતા. પૂજ્યશ્રીએ આ બાજુના વિહારોમાં અનેક લોકો પાસેથી માંસાહાર અને મદિરાપાન છોડાવ્યા. પોષ સુદ-૩, પનરુટિ, અહીં જૈનોનાં ૪૦ ઘર હતાં. પૂજયશ્રીનું ભાવભીનું સ્વાગત થયું. બપોરે સિદ્ધચક્રપૂજન હતું. પૂજયશ્રી જયાં પધારતા ત્યાં મહોત્સવનાં મંડાણ થઇ જ જતાં. અહીં તો સાધુઓનાં દર્શન પણ દુર્લભ હતાં. એટલે લોકોના ભાવોમાં ખૂબ જ ભરતી હોય તે સ્વાભાવિક છે. અહીંના D.G.P. (જિલ્લા કલેકટર) પણ પૂજયશ્રીના દર્શનાર્થે ખાસ આવેલા. પૂજ્યશ્રીએ તેમને માંસાહાર ત્યાગની પ્રતિજ્ઞા આપેલી. પોષ સુદ-૭, કડલૂર, પૂજયશ્રીની આજ્ઞાથી અહીં (૧૧૦ ઘર) સાધ્વીજીઓનું સુંદર ચાતુર્માસ થયેલું. અહીં ૧૮ અભિષેકનો કાર્યક્રમ રહ્યો. પોષ સુદ-૯, પોંડિચેરી, મહર્ષિ અરવિંદથી પ્રસિદ્ધ આ પોંડિચેરીમાં ત્રણ દિવસ રોકાવાનું થયું. અરવિંદના આશ્રમમાં તેની સમાધિના (સમાધિના સ્થાને માત્ર ઓટલો જ છે) દર્શનાર્થે હજારો લોકો આવીને શ્રદ્ધાપૂર્વક ફૂલો ચડાવતા હોય છે. અરવિંદ અહીં વર્ષો સુધી મૌનપૂર્વક રહ્યા હતા. આપણા ગુજરાતી કવિ સુંદરમ્ પણ અહીં રહેતા. અહીંના ૨૫ (૨૫ સ્થાનકવાસી) ઘરના સંઘમાં જિનાલયની આવશ્યકતા હતી, પૂજ્યશ્રીએ એ માટે પ્રયત્નો કર્યા. મૂર્તિ ભરાવવાના ચડાવામાં ૨૭ લાખ રૂપિયા થયેલા. પોષ સુદ-૧૩-૧૪, વલુપુરમ, રામે અહીં રહીને બાણ મારેલું માટે આ ગામનું નામ ‘વિલુપુરમુ” (“વીલુ' એટલે બાણ) પડ્યું હોવાનું કહેવાય છે. ૭૦ ઘરના અહીંના સંઘમાં પૂજયશ્રીની નિશ્રામાં જિનાલય નિર્માણની યોજના ઘડાઇ, જેમાં ૨૫ લાખ રૂપિયા થયેલા તથા ગોશાળાનિર્માણની યોજના પણ થયેલી. કાંચીના શંકરાચાર્ય પણ અહીં આવેલા હતા. શંકરાચાર્યના સામૈયામાં માત્ર બેન્ડવાળા જ હતા, જ્યારે પૂજ્યશ્રીના સામૈયામાં સેંકડો માણસોની ભીડ જોવા મળતાં પૂજ્યશ્રીનો પ્રભાવ સહજ રીતે જ અહીં ફેલાઇ ગયો. પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૨૪૪ શંકરાચાર્ય પાસે લોકો ફળોના ટોપલા ધરતા હતા. અહીં પણ કેટલાક અજૈન લોકો ફળોના ટોપલા (પૂજયશ્રી સમક્ષ) ધરતા હતા. પછી તેમને સમજાવવું પડતું. અહીંના મારવાડી જૈનોમાં કેટલાકને હિન્દી પણ ન આવડે. તમિલ, ઇંગ્લીશ અને મારવાડી આ ત્રણ જ ભાષા આવડે. વર્ષોથી એ લોકો આ બાજુ વસે છે છતાં ધર્મ, ભાષા (મારવાડી), પોશાક, રીત-રિવાજ તથા ખોરાકની પદ્ધતિમાં એમણે પરંપરાગત બધું જ ઘણુંખરું ટકાવી રાખ્યું છે. પોષ વદ-૧-૨, તિન્દીવરમ્, અહીં પણ મંદિર નિર્માણ માટેની પૂજ્યશ્રીની પ્રેરણા શ્રીસંઘે ઝીલી લીધી. વ્યાખ્યાન સભામાં જ મૂર્તિઓની બોલી ૩૩ લાખની થઇ. પોષ વદ-૪, અચરપાકમુ, પૂજયશ્રીની જીવદયા માટે પ્રેરણા થતાં અહીં પોણા બે લાખ જેટલી ટીપ થયેલી. પોષ વદ-૮, આલંદૂર, અહીં જે મકાનમાં ઊતરેલા તેના માલિકને પૂજ્યશ્રી પ્રત્યે એટલો ભક્તિભાવ ઊભરાયેલો કે તે જ દિવસે પાંચ હજાર ખર્ચીને પૂજયશ્રી માટે પાટ બનાવેલો. ખબર પડતાં પૂજ્યશ્રીએ એનો ઉપયોગ ન કર્યો. મહા સુદ-૫-૬-૭, વ્યાસર પાડી (મદ્રાસ), અહીં મહા સુદ-૭ ના જિનાલયની પ્રતિષ્ઠા થઇ. આ જિનાલયનું નિર્માણ પૂ. મુનિશ્રી કેવલવિજયજી (પૂ. કનકસૂરિજીના શિષ્ય)ની પ્રેરણાથી થયું હતું. અહીંના લોકો પૂ. કેવલવિજયજીના પરમ ભક્તો હતા. મહા સુદ-૭ સાંજથી ચૈત્ર વદ-૩, મદ્રાસ, અઢાઇ મહોત્સવપૂર્વક મહા સુદ-૧૩ ના બે મુનિઓને પદવી અપાઇ. રાજસ્થાન ગ્રાઉન્ડમાં પૂ. કીર્તિચન્દ્રવિ. ને ગણિપંન્યાસ પદ તથા મોટા ભાઇ પૂ. મુક્તિચન્દ્રવિ.ને પૂજયશ્રીએ ગણિ પદથી વિભૂષિત કર્યા. આ પ્રસંગે રાજસ્થાનના ઉપપ્રમુખપ્રધાન હરિશ્ચન્દ્ર બાબરા, મદ્રાસ પોલીસ કમિશ્નર શ્રીપાળ ઇત્યાદિ આવ્યા હતા. કચ્છ વાગડના કણધારો ૨ ૨૪૫
SR No.008966
Book TitleKaccha Vagadna Karndharo
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2010
Total Pages193
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy