SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ હાજર રહ્યા. પૂજયશ્રીએ પ્રવચનમાં મૈત્રી-ભાવનાની એવી સુંદર વાતો કરી કે સૌનાં દિલ દ્રવી ઊઠ્યાં. મૈત્રીનું સુંદર વાતાવરણ તૈયાર થયું. છેલ્લા બાર બાર વર્ષથી અંતરીક્ષ પાર્શ્વનાથજીના દરવાજા બંધ હતા. અંદર સફાઇ પણ થઇ નહોતી. પૂજયશ્રીની નિશ્રામાં ૧૨ વર્ષે પહેલી વાર સફાઇ થઇ. ચૈત્ર વદ-૧૪, નાયગાંવ (મહારાષ્ટ્ર, જિ. નાંદેડ), આજે “પુ. ભુવનભાનુસૂરિજી અમદાવાદમાં ચૈત્ર વદ-૧૩ ના કાળધર્મ પામ્યા છે?” તેવા સમાચાર મળતાં પૂજ્યશ્રી સાથે અમે સૌએ દેવવંદન કર્યા. પૂજયશ્રીએ ભાવપૂર્વક ગુણાનુવાદ કર્યા. વૈ.સુદ-દ્ધિ.૧, મેડપલ્લી (આંધ્રપ્રદેશ), ગોદાવરી નદીને ઓળંગીને અમે આંધ્રપ્રદેશમાં આવ્યા હતા. આંધ્રપ્રદેશનું આ બીજું જ ગામ હતું. નાનકડા આ ગામમાં પોસમ્મા દેવીના મંદિરની પાસે રહેલા સભાગૃહમાં અમે ઊતર્યા હતા. ઉપર પતરાં હોવાથી તાપ સખત હતો. મંદિરની ભીંત પાસે પાર્શ્વનાથ ભગવાનની ખંડિત મૂર્તિ હતી. તેના પર લોકો હળદર વગેરે ચડાવતા હતા, પણ તેમને ખબર ન હતી કે આ કયા ભગવાન છે ? પૂજ્યશ્રીએ કહ્યું કે આ તો જૈનોના ૨૩મા તીર્થંકર પાર્શ્વનાથ ભગવાને છે. તેમના કહેવાથી અમે ‘શ્રી પાર્શ્વનાથાય નમઃ એવો જાપનો મંત્ર લખી આપ્યો. તેમણે તરત જ તે મંત્ર દીવાલ પર તેલુગુ ભાષામાં લખી નાખ્યો. પૂજ્યશ્રીએ પૂછ્યું : આ ભગવાન તમારી પાસે આવ્યા ક્યાંથી ? તેમણે કહ્યું : ૬૦ વર્ષ પહેલાં આ પોસમ્મા દેવીના મંદિરનો જીર્ણોદ્ધાર થયો ત્યારે તેના પાયામાંથી આ ખંડિત મૂર્તિ નીકળી હતી. પછી અમે આ રીતે રાખી છે. | (સંપ્રતિ મહારાજાએ આંધ-તમિલનાડુ વગેરે અનાર્ય જેવા ગણાતા દેશોમાં જિનાલયો બંધાવ્યાં હતાં તેવો ઉલ્લેખ હરિભદ્રસૂરિજીએ ઉપદેશપદમાં કર્યો છે. મધ્યકાળમાં મુસ્લિમોના ઝનૂની આક્રમણ સમયે આ મંદિરો-મૂર્તિઓ તૂટ્યાં હશે ને પછી જમીનમાં આ રીતે મૂકી દેવામાં આવ્યાં હશે, એવી કલ્પના અસંગત નહીં ગણાય.) પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૨૨૬ બપોરે પૂજ્યશ્રીના થયેલા પ્રવચનમાં ૨૨ જેટલા લોકોએ માંસમદિરા આદિના ત્યાગની પ્રતિજ્ઞા લીધી હતી. દક્ષિણના લોકો ભલે માંસાહારી કે મદિરાપાયી હોય. પણ હૃદયના અત્યંત સરળ ! કોઇ સમજાવનાર મળે તો છોડી દેવા તરત જ તૈયાર થઇ જાય. અહીંથી સાંજે જ અમારો જંગમપેઠ (૯ કિ.મી.) તરફ વિહાર હતો. પૂજ્યશ્રીએ માંગલિક સંભળાવવાની તૈયારી કરી ને એ જ વખતે ઢોલનો અવાજ સંભળાયો. એ તરફ અમે જોયું તો એક બકરાના ગળામાં માળા હતી. કપાળે તિલક હતું. મંદિરના ચોગાનમાં એ બકરાના ચાર પગ એક ભાઇએ પકડી રાખ્યા ને અમે હજુ વધુ વિચારીએ કે કરીએ એ પહેલાં તો એક ભાઇએ બકરાનું ગળું કાપી દેવીને ચઢાવી દીધું ! અમે તો આ જો અને સ્તબ્ધ થઇ ગયા, પણ ગામ લોકોને કોઈ આશ્ચર્ય થતું ન હતું. સ્વાભાવિક રીતે બધા જોઇ રહ્યા હતા. પૂજયશ્રીને આ અંગે ખૂબ જ દુ:ખ થતું રહ્યું. નજર સમક્ષ બકરાની હત્યા થઇ. એનો જીવ ને બચાવી શકાયો. પણ... પછી તો ખબર પડી કે લગ્નદીઠ કમસે કમ એક બકરો ચડાવવાની અહીં પ્રથી જ છે. ત્યાર પછીના બે દિવસોમાં (લગ્નગાળો હોવાથી) મંદિરોમાં ઠેર ઠેર બકરો ચઢાવવા આવતા લોકોની ભીડ જોવા મળી. આવા અવસરે ગુજરાત, હેમચન્દ્રસૂરિજી અને કુમારપાળ જરૂર યાદ આવે. ગુજરાતમાં આવું દૃશ્ય જોવા નથી મળતું, તેની પાછળનું કારણ કુમારપાળે અહિંસાનો દૃઢતાપૂર્વક નાખેલો પાયો છે, જે આજે પણ ઘણા અંશે જળવાઇ રહ્યો છે. હિંસાનું આવું પ્રત્યક્ષ દર્શન થવાથી પૂજયશ્રીનું હૃદય દ્રવી ઊહ્યું હતું. આ લોકો કઇ રીતે બચે તે માટે નિરંતર ચિંતનશીલ હતા. દરેક ગામમાં અમને જોઇ લોકોનું ટોળું ભેગું થઇ જતું. તેઓ “યેલુરૂ સ્વામી ? (સ્વામીજી ! આપ ક્યાંના છો ? કોણ છો ?) ઇત્યાદિ પૂછતા રહેતા, પણ દક્ષિણની તેલુગુ વગેરે ભાષાથી અમે અજાણ હોવાથી ઇશારાથી આગળ વાર્તાલાપ વધી શકતો નહિ. પૂજ્યશ્રી ઘણી વખત અમને કહેતા : કચ્છ વાગડના કર્ણધારો ૨ ૨૨૭
SR No.008966
Book TitleKaccha Vagadna Karndharo
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2010
Total Pages193
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy