SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ગયા હતા.) થઇ ગયું હતું. નદીની રેતી તપી જતાં ભયંકર ઉષ્ણ પરિષહ સહન કર્યો હતો. આ ગરમીની અસર કેટલાય દિવસો સુધી રહી હતી. ત્યારથી કેટલીક શારીરિક તકલીફો પણ શરૂ થઇ ગઇ હતી. નોંધવા લાયક વાત એ હતી કે આટલું મોડું થવા છતાં પૂજયશ્રી કટારીઆ તીર્થમાં એક કલાક ભક્તિ કર્યા પછી જ પાણી વાપર્યું હતું. ભુજપુર, જેઠ, સાધ્વી શ્રી ચંદ્રકીર્તિશ્રીજી મહારાજનો 100મી ઓળીનો મહોત્સવ. માંડવી, ચાતુર્માસ, આ ચાતુર્માસમાં ઉત્તરાધ્યયન પર પ્રવચનો તથા ચારાંગસૂત્ર પર વાચના હતી. દશેરાથી ઉપધાનું શરૂ થયાં. આ ઉપધાનમાં પ્રથમ માળની (૫૫ હજારમાં) બોલી બોલનાર રતિલાલ હીરજી સાવલા ત્યાર પછી સાત વર્ષે પૂજયશ્રીના હાથે મદ્રાસમાં દીક્ષિત બની મુનિશ્રી મુક્તાનંદવિજયજી તરીકે પૂ. મુક્તિચન્દ્રવિ.ના શિષ્ય બન્યા. અહીં દરિયાકિનારે નરસી નાથાનું બનાવેલું શ્રી અજિતનાથ પ્રભુનું મંદિર છે. પૂજ્યશ્રી અહીં રોજ દર્શનાર્થે જતા. સાધના વગેરે માટે પણ ઘણો સમય અહીં ગાળતા. “પ્રીતલડી બંધાણી રે અજિત જિણંદશુ.” એ સ્તવન અહીંથી જ શરૂ થયું. વિ.સં. ૨૦૪૩, ઇ.સ. ૧૯૮૬-૮૭, માંડવી ચાતુર્માસ પછી પૂજયશ્રીએ કચ્છની પંચતીર્થી (જખૌ, સુથરી, નલિયા, કોઠારા વગેરે)ની યાત્રા કરી. પૂજ્યશ્રીની આ છેલ્લી યાત્રા હતી. પોષ વદ, અંજાર, અહીં પોષ વદ-૬ ના કેટલીક દીક્ષાઓ થઇ હતી : સા. અક્ષયચન્દ્રાશ્રીજી (અનસૂયાબેન, માધાપર), સા. જિનરક્ષિતાશ્રીજી (સુશીલાબેન, ભુટકિયા), સા. જિતમોહાશ્રીજી (જયશ્રીબેન, અંજાર), સા. ભક્તિરસાશ્રીજી (અમૃતબેન, આધોઈ). અહીં બીમાર મુનિ શ્રી શીલચન્દ્રવિજયજીની સેવામાં અમને બંને ભાઇઓને (મુક્તિ મુનિચન્દ્રવિ.ને) તથા બીજા કેટલાક મુનિઓને રાખ્યા. પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૨૧૪ મુનિશ્રી શીલચન્દ્રવિજયજીએ કેટલાક દિવસો પછી સવારે બેઠા બેઠા નવકાર મંત્રના શ્રવણપૂર્વક દેહત્યાગ કર્યો. આ મુનિશ્રી પણ અન્ય સમુદાયના હતા, છતાં પૂજયશ્રીએ છેવટ સુધી તેમને સંભાળ્યા. આ અરસામાં પૂજ્યશ્રીએ લોડાઇ જવાહરનગર વગેરે જિનાલયોમાં પ્રતિષ્ઠા કરાવી. (એ જિનાલયો ભૂકંપમાં ધ્વસ્ત બન્યા છે.) ચૈત્રી ઓળી, ગાગોદર, સોમચંદ હરચંદ મહેતા, દલસુખલાલ મગનલાલ વોરા, મણિલાલ પ્રાગજી માંઊં પરિવાર તરફથી પૂજ્યશ્રીની નિશ્રામાં અહીં સામુદાયિક ચૈત્રી ઓળીનું આયોજન થયું હતું. જેમાં ૬OO જેટલા આરાધકો જો ડાયા હતા. વૈ.સુદ ---, ગાંધીધામ, અહીં સંગેમરમરના નૂતન શિખરબદ્ધ જિનાલયમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથજી આદિ જિનબિંબોની શાનદાર અંજનશલાકા-પ્રતિષ્ઠા થઇ હતી. (ભૂકંપ પછી પણ આ જિનાલય અખંડ છે.) અ વૈ.સુદ-૪ ના કેટલીક દીક્ષાઓ થઇ હતી : સા. આગમરસાશ્રીજી (તરુણાબેન, આડીસર), સા. જયપૂર્ણાશ્રીજી (ધર્મિષ્ઠાબેન, પલાંસવા), સા. વિરતિપૂર્ણાશ્રીજી (ચંદ્રિકાબેન, પલાંસવા). વૈ.સુદ-૬ ના એક દીક્ષા થઇ હતી : સાં. મુગલોચનાશ્રીજી (માનુબેન, પલાંસવા) વૈ.વદ થી જેઠ સુદી, ભચાઉ, અહીં એક મહિના જેટલા સમય સુધી થયેલી સ્થિરતા દરમ્યાન પૂજ્યશ્રીએ ૨૨૫ જેટલા સાધુ-સાધ્વીજીઓ સમક્ષ શ્રી દશવૈકાલિક સૂત્ર (ટીકા : શ્રીહરિભદ્રસૂરિ) પર વાચના ફરમાવી હતી. ભુજ ચાતુર્માસ, આ ચાતુર્માસમાં પૂ. સાધુ-સાધ્વીજીઓના મોટા જો ગ થયા હતા. પયા વગેરે પર વાચનાઓ તથા નિશીથ આદિ છેદસૂત્રો પર પાઠો ગોઠવાયા હતા. વિ.સં. ૨૦૪૪, ઇ.સ. ૧૯૮૭-૮૮, કા.વદ-૬, ભુજ, અહીં કેટલીક દીક્ષાઓ થઇ હતી. સા. ચારુચંદનાશ્રીજી (સુનીતાબેન, ભુજ), સા. રાજીમતીશ્રીજી (રંજનબેન, જંગી) કચ્છ વાગડના કર્ણધારો ૨ ૨ ૧૫
SR No.008966
Book TitleKaccha Vagadna Karndharo
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2010
Total Pages193
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy