SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ વિ.સં. ૨૦૪૨, ઇ.સ. ૧૯૮૫-૮૬, જયપુર ચાતુર્માસ પછી કા.વદના અંતમાં જનતા કોલોનીમાં નવનિર્મિત જિનાલયમાં મૂળનાયક શ્રી સીમંધરસ્વામી આદિ જિનબિંબોની અંજનશલાકાપૂર્વક પ્રતિષ્ઠા થઇ. તરસેમભાઇ, પદ્માબેન માતા-પિતા બન્યાં હતાં, ચંપાલાલજી વિધિકારક તરીકે આવ્યા હતા. જયપુરથી અજમેર થઇને મેડતા રોડ તરફ વિહાર થયો. રસ્તામાં પૂજ્યશ્રીના પગ ઘસાઇ જતાં પગ માટેની પટ્ટીઓ બનાવવાનો અમને લાભ મળ્યો હતો. પૂજ્યશ્રીને પટ્ટીઓ પસંદ ન હતી, પણ દાક્ષિણ્યથી ના પાડતા નહિ. વળી, પગ અત્યંત ઘસાઇ જતાં બીજો કોઇ ઉપાય પણ ન હતો. રોજ સવાર-સાંજ ૨૫-૩૦ કિ.મી. ના લાંબા લાંબા વિહારો હતા. મેડતા સિટી, માગ.સુ.૯, પૂજયશ્રીએ અહીં ૩૦૦ વર્ષ પહેલાં થઇ ગયેલા આનંદઘનજીના સ્મરણ માટે તેમનું સ્મારક (આનંદઘન સ્મારક) બનાવવા માટે પ્રેરણા કરેલી. તે મારક માટે જયપુરથી આવેલા તરસેમભાઇ જેવાએ આર્થિક લાભ પણ લીધેલો.. મેડતા રોડ, માગ.સુ.૧૦ થી મહા.સુ.૧, અહીં નાગોર વગેરે ગામોના નિવાસી હાલ મદ્રાસ રહેતા મદનચંદજી બાંગાણી વગેરે તરફથી ઉપધાન થયા. મહા સુદ-૪, સાંજે, ઓલવી, અહીં સ્થાનકવાસી રૂપ મુનિ મળ્યા હતા. રાત્રે સાથે પ્રવચનો થયાં હતાં. સાંભળનારા બધા અજૈન હતા. જૈનનું એક પણ ઘર નહોતું. અહીં રાત્રે પાટ ઉપરથી ઉઠતાં પૂજયશ્રી પડી ગયા હતા, જેથી પીઠ, ખભો વગેરે ભાગોમાં કેટલાય દિવસ સુધી સખત પીડા રહી હતી, પણ પાસે રહેનારાને પણ ખબર ન પડે, એવી સહજતાથી પૂજ્યશ્રી એ પીડા સહતા હતા. એમની પ્રસન્નતાનું સરોવર એટલું વિશાળ હતું કે આવી પીડાઓને એમાં ડૂબી જ જવું પડે. પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૨૦૮ મહા સુદ-૧૪, નોવી, અહીંથી અમારે સાંજે ઘાટી ઉતરીને ઝાડોલી જવાનું હતું. ગામ લોકોના કહ્યા પ્રમાણે ૧૦-૧૨ કિ.મી. સમજીને અમે વિહાર કર્યો. ૨ કિ.મી. પછી રવાડા નામનું ગામ વટાવી અમે આગળ વધ્યા. હવે ઘાટી આવી. ડુંગર પર ચડીને અમે નીચે ઊતર્યા. ડુંગર ઉપરથી ઝાડોલી દેખાતું હતું એટલે અમને એમ જ થયું : હવે તો આ રહ્યું ! પણ અમે તો ચાલતા જ રહ્યા, પણ ઝાડોલી દૂરને દૂર ! સૂરજ આથમી ગયો, અંધારું છવાઇ ગયું, રસ્તો પણ ખોવાઇ ગયો (ખરેખર તો રસ્તો હતો જ નહિ) અમે એમને એમ દિશા પકડીને ચાલવા માંડ્યા. રસ્તામાં કાંટા, કાંકરા, મંઠિયા વગેરેનો પાર નહિ. અમે તો ઝડપ કરીને જલદી જલદી ઝાડોલી પહોંચી ગયા. તો ય રાતના નવ તો થઇ જ ગયા. પણ પૂજયશ્રી તો વનસ્પતિ આદિની વિરાધનાના ભયે ધીરે-ધીરે ચાલતા રહ્યા. આમેય ચૌદસના ઉપવાસ હોય. આજે તો ૧૪મી દીક્ષા તિથિ હતી. અમને ત્રણેયને ઉપવાસ હતો. વળી લાંબો વિહાર ! ચૌદસનું લાંબુ પ્રતિક્રમણ ! અમે થોડીક વાર પૂજયશ્રીની વાટ જોઇ. પણ પછી થયું કે ક્યાં સુધી વાટ જોવી ? અમે પ્રતિક્રમણ શરૂ કરી દીધું. ૧૦.૧૫ વાગે પૂજયશ્રી આદિ પધાર્યા. અમને પ્રતિક્રમણ કરતા જો ઇ પૂજ્યશ્રીએ કડક ભાષામાં ટકોર કરી : “આજે ચૌદસનો મોટો દિવસ... સાથે જ પ્રતિક્રમણ કરવું જોઇએ ને તમે અલગ કરવા માંડયું? વંદન કર્યા ? ગુરુ મહારાજ પાછળ હોય તો રાહ ન જોઇ શકાય ?" અમે સૌએ અમારી ભૂલ નિમિત્તે માફી માંગી. પૂજ્યશ્રીને વંદન કરી ફરી સાથે પ્રતિક્રમણ કર્યું. ૧૦.૧૫ વાગે શરૂ થયેલું અમારું પ્રતિક્રમણ લગભગ ૧૧.૪૦ની આસપાસ પુરું થયું ! તે દિવસની સાંજે લગભગ ૧૮ કિ.મી.નો વિહાર થયો હશે ! સવારે ૧૦ કિ.મી.નો વિહાર થયેલો તે અલગ. મહા સુદ-૧૫, માંડાણી, અહીં વહેલી સાંજે આવ્યા. અહીં પૂ. ધુરંધરવિજયજી તથા પૂ. કલહંસવિજયજી મળ્યા. તેઓ અહીંના કોઈ કચ્છ વાગડના કર્ણધારો ૨ ૨૦૯
SR No.008966
Book TitleKaccha Vagadna Karndharo
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2010
Total Pages193
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy