SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠ આપતા. બીજે દિવસે શ્રેણિકભાઇ એ પાઠ કંઠસ્થ કરીને સંભળાવતા તથા વચ્ચે પૂજ્યશ્રી શાસન-વિષયક મહત્ત્વપૂર્ણ સમસ્યાઓનું સમાધાન આપતા. પૂજ્યશ્રીની નિશ્રામાં સંવત્સરીનું પ્રતિક્રમણ તેમણે જીવનમાં પહેલી વાર કર્યું. શ્રેણિકભાઇએ ત્યારથી પૂજ્યશ્રીને ગુરુ તરીકે ધારેલા. એ વાતનો ઉલ્લેખ પણ અનેક સ્થળે તેઓ કરતા રહ્યા છે. વિ.સં. ૨૦૪૦, ઇ.સ. ૧૯૮૩-૮૪. કા.વ.૨ થી કા.વ.૬ ના સા. લાવણ્યશ્રીજીના ૫૮ વર્ષીય સંયમજીવનની અનુમોદનાર્થે જહાંપનાહની પોળ (અમદાવાદ)માં મહોત્સવ. કા.વદ-૪ ના પલ્લવીબેનની દીક્ષા થઈ. નામ પડ્યું : સા પુષ્પદન્તાશ્રીજી. પો.વદ, નાદિયા (રાજ.), અહીંથી પાલીતાણાનો પો. વદિ પ્રાયઃ પો.વદ-૬) થી ફા.સુદ-૨ સુધીનો પ્રાયઃ ૪૫ દિવસનો અન્નરાજજી પરિવાર તરફથી છ'રી પાલક સંઘ નીકળ્યો હતો. હજાર યાત્રિકો અને શતાધિક સાધુ-સાધ્વીઓથી શોભતો આ સંઘ પણ ખૂબ જ શાસન પ્રભાવક બન્યો હતો. સંઘ મહા વદ-૫-૬ના સુરેન્દ્રનગર પહોંચ્યો ત્યારે ત્યાં (મહા વદ૬ના) અનેક દીક્ષાઓ થઈ હતી : મુનિ શ્રી અજિતશેખરવિજયજી (જીતેન્દ્રભાઇ, હારિજ-મુંબઈ), સા. જિનભદ્રાશ્રીજી (નિર્મળાબેન, વસઇમુંબઇ), સા. જિનધર્માશ્રીજી (ભારતીબેન, વસઇ-મુંબઈ), સા. સ્મિતદર્શનાશ્રીજી (નીલિમાબેન, મનફરા), સા. સ્મિતવદનાશ્રીજી (ચંદનાબેન, મનફરા), સા. રાજરત્નાશ્રીજી (રેખાબેન, સુરેન્દ્રનગર), સા. ભવ્યરત્નાશ્રીજી (ભારતીબેન, સુરેન્દ્રનગર), સા. સંયમરત્નાશ્રીજી (સોહિનીબેન, ચોટીલા), સા. પુણ્યરત્નાશ્રીજી (પ્રિયદર્શનાબેન, જોરાવરનગર), સા. જિનેશરત્નાશ્રીજી (યોસ્નાબેન, નાંદેજ), સા. ચિદ્રત્નાશ્રીજી (હીનાબેન, આધોઈ), સા. શાસનરત્નાશ્રીજી (શાંતિબેન, મનફરા), સા. કીર્તિરત્નાશ્રીજી (કેસરબેન, આધોઈ), સા. નંદીરત્નાશ્રીજી (પ્રદીનાબેન, રાધનપુર-બકુત્રા),. પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૨૦૦ ફા.સુદ-૧ થી ફા.સુદ-૧૫, પાલીતાણા (પન્નારૂપા ધર્મશાળા), ફા.સુદ-૨ ના સંઘની તીર્થમાળ થયા પછી પણ અહીં રોકાણ થયું. ત્યારે મુનિઓ ગોચરી માટે ઠેઠ ગામમાં ભીડભંજન, સર્વોદય સોસાયટી વગેરે સ્થાને જતા. ફા.સુદ-૧૩ ની યાત્રા પૂજયશ્રી સાથે અમે સૌએ કરી. ભીડનો સારો એવો અનુભવ થયો. અહીં થયેલી દીક્ષાઓ, ફા.સુદ-૭ : સા. ચિરંજયાશ્રીજી (હીરાબેન, દેશલપુર), સા. અપૂર્વગુણાશ્રીજી (અલકાબેન, બાલાપુર) આ જ અરસામાં યાત્રા વખતે “દાદા ભગવાન છે. અંબાલાલ છે. દાદા ભગવાન છે.’ના નાદ પોકારતી એક યુવાનોની ટોળી સિદ્ધાચલ પર આવતી જણાઇ. ખુરશીમાં એક ટોપીવાળા ભાઇ બેઠા હતા. પાછળથી જાણવા મળ્યું કે એને લોકો દાદા ભગવાન કહે છે. મૂળ ચરોતરના અંબાલાલ પટેલ છે. સુરતના રેલવે સ્ટેશનના બાંકડા પર તેમને જ્ઞાન થયું. ત્યારથી એ પોતાના “અક્રમ-વિજ્ઞાનનો પ્રચાર કરતા ફરે છે. અમને સૌને આ કહેવાતા “ભગવાન” જોઇને આશ્ચર્ય થયેલું. એના કરતાંય વધુ આશ્ચર્ય એ થયેલું કે એ અંબાલાલ પટેલ જ્યારે દાદાના દરબારમાં પહોંચ્યા ત્યારે દાદાની પૂજા કરવા માટે ફૂલોની માળા વગેરે લઇને લાઇનમાં રહેલા શ્રાવકોએ પણ પોતાની ફૂલોની માળા અંબાલાલભાઇના ગળામાં પહેરાવી દીધી. આમ થવાનું કારણ એમ જાણવા મળ્યું કે ત્યાં એવો જોરશોરથી પ્રચાર કરવામાં આવ્યો કે આ જીવતા કેવળજ્ઞાની પધાર્યા છે, ભગવાન પધાર્યા છે. આવા પ્રચારપૂર્વક એમના બે-ચાર ભક્તોએ માળા પહેરાવી એટલે બીજાઓએ પણ પહેરાવી. બસ, પછી તો ચાલ્યું ! આ તો ગાડરોનું ટોળું ! એક વખત આ ‘દાદા ભગવાન શંખેશ્વરમાં પણ ભેટી ગયેલા. પ્રચાર એવો હોય કે “બે કલાકમાં મોક્ષ અપાવે છે.’ બે કલાકમાં મોક્ષ મળતો હોય તો કોણ છોડે ? મળે તો ઠીક છે, નહિ તો નુકસાન શું છે ? એમ સમજીને પણ માણસો ત્યાં જાય. કચ્છ વાગડના કર્ણધારો ૨ ૨૦૧
SR No.008966
Book TitleKaccha Vagadna Karndharo
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2010
Total Pages193
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy