SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તિથી અશુભ ધ્યાનનાં બળને તોડનાર શુભ ધ્યાન મનમાં પ્રગટ થાય છે. અશુભ વિચારો, તેનું સેવન તેમજ ધ્યાન એ એક એવો ભાવ-રોગ છે કે તેનું નિવારણ ભવજેતા શ્રી અરિહંત પરમાત્માને ત્રિવિધે ભજવાથી જ થાય છે. અર્થ : આજ્ઞાવિચય, અપાયવિચય, વિપાકવિચય અને સંસ્થાનવિચય - એમ ચાર પ્રકારનું ધર્મધ્યાન એ ભાવથી ધ્યાન છે. વિવેચન : આ સૂત્રમાં ભાવધ્યાનના મુખ્ય ચાર પ્રકારનો સ્પષ્ટ નિર્દેશ છે. ધ્યાન માર્ગમાં ઉત્તરોત્તર વિકાસ તેમજ પ્રગતિ સાધવાની દૃઢ ઇચ્છાવાળા સાધકે સૌ પ્રથમ અધિકારી મહાપુરુષ પાસેથી ધ્યાનની પૂર્વભૂમિકારૂપ ચિંતાભાવના વગેરેનું સ્પષ્ટ માર્ગદર્શન મેળવી તદનુસાર પૂર્વાભ્યાસ કરવા પ્રયત્નશીલ બનવું જોઇએ. અમાસની રાતનો અંધકાર સૂર્યોદય થતાં અદૃશ્ય થઇ જાય છે. તેમ મનના ગગનમાં વિશ્વ-દિવાકર અરિહંત પરમાત્મા પધારતાં ત્યાં રહેલો ભાવાંધકાર કે જે મુખ્યતયા રાગ-દ્વેષાત્મક હોય છે તે નિયમા પલાયન થઇ જાય છે અને ત્યાં ધર્મધ્યાનરૂપી મંગલ પ્રભાત પ્રગટે છે. આર્ત્તધ્યાન અને રૌદ્રધ્યાન દ્રવ્યધ્યાન છે. કારણ કે તે ભવભ્રમણના હેતુરૂપ છે. ધર્મધ્યાન એ ભાવધ્યાન છે. કારણ કે તે ભવપરંપરાનો સમૂળ ક્ષય કરી અક્ષય સુખ આપનાર છે. ધર્મધ્યાનમાં આત્મ-તત્ત્વના શુદ્ધ સ્વભાવનું ધ્યાન મુખ્ય છે. તે ધ્યાનની ભૂમિકા પ્રાપ્ત કરવા માટે જિનોક્ત અનુષ્ઠાનો, વ્રત-નિયમો વગેરેનું ત્રિવિધે ચઢતા પરિણામે નિયમિત રીતે સેવન કરવું પડે છે, માટે તે પણ ધર્મધ્યાનનાં જેમ સોયમાં દોરો પરોવવો હોય, જ અંગ ગણાય છે. તો તેના અગ્રભાગને અણીદાર બનાવવો ભાવધ્યાનના મુખ્ય ચાર પ્રકારો પડે છે તો જ તે સોયના નાકામાં પરોવાય • મૂળ પાઠ : મનને હંમેશાં શુભભાવનાના માનસરોવરમાં સ્નાન કરાવવું જોઇએ. રોજના આ અભ્યાસના પરિણામે મન દુર્ધ્યાનના ઉકરડે જતું અટકે છે એ અનુભવસિદ્ધ હકીકત છે. છે, તેમ જ્યારે ચંચળ મન સ્થિર થાય છે ત્યારે જ તે સત્ તત્ત્વના ધ્યાનમાં પરોવાય છે. भावतस्तु आज्ञाऽपाय- विपाकસંસ્થાનવિષયમિનું ધર્મધ્યાનમ્ ॥ ધ્યાનયોગ્ય ચિંતા-ભાવના અને સ્થાન શુભધ્યાનમાં મનને સ્થિર કરવા માટે શાસ્ત્ર સાપેક્ષ જીવાદિ તત્ત્વોનું ચિંતન, જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વૈરાગ્ય ભાવનાનો અભ્યાસ આવશ્યક છે. ધ્યાન વિચાર (સવિવેચન) • ૭૮
SR No.008965
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherKalapurnsuri Sadhna Smarak Trust Patan
Publication Year2006
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy