SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ક્યાંય પ્રયોજાયેલો નથી. મહર્ષિ પતંજલિના યોગસૂત્રની રચના પછી આચાર્ય શ્રી હરિભદ્રે તે (યોગ) શબ્દ અપનાવ્યો અને વિકસાવ્યો છે. પરંતુ આ રજૂઆત ભ્રામક છે, સત્યથી વેગળી છે. હવે આપણે એ વિચારવું છે કે જૈન દર્શનમાં ‘યોગ’ શબ્દનો સાધનાના સંદર્ભ (અર્થ)માં પ્રયોગ ક્યાં ક્યાં થયેલો છે ? ચાર મૂળ આગમ ગ્રંથોમાં ‘આવશ્યક સૂત્ર'નું મુખ્ય સ્થાન છે. આ ‘આવશ્યક સૂત્રો'ના રચિયતા શ્રી ગણધર ભગવંતો છે. આવશ્યક સૂત્રોમાંનું એક સૂત્ર ‘શ્રમણ સૂત્ર' છે. જેનો પ્રયોગ સવારે અને સાંજે પ્રતિક્રમણની ક્રિયામાં પ્રત્યેક સાધુ અને સાધ્વીજી મહારાજ અચૂક કરે છે. તે સૂત્રની એક પંક્તિ છે - ‘વ્રુત્તિસાદ્ નોન સંદર્દિ આ ૩૨ પ્રકારના યોગસંગ્રહોના નિર્દેશમાં ‘જ્ઞાળ-સંવર નોશો વ’ધ્યાનનો ૨૮મો યોગ સંગ્રહ છે, ધ્યાન-સમાધિ રૂપ યોગ-પ્રક્રિયાનો સૂચક છે. આ સૂત્ર ઉપર નિર્યુક્તિની રચના કરનાર પૂ. આચાર્યદેવ શ્રી ભદ્રબાહુ સ્વામી, મહર્ષિ પતંજલિ પૂર્વે થયા છે. એથી એ સ્પષ્ટ સાબિત થઇ જાય છે કે ‘જૈનાગમો’માં ‘યોગ' શબ્દ ક્યાંયથી ઉછીનો લેવામાં નથી આવ્યો, પણ એનો પોતાનો જ છે. - આ જ ‘આવશ્યક સૂત્ર'ની નિર્યુક્તિમાં પૂ. ભદ્રબાહુ સ્વામીએ ધ્યાન અને સમાધિના સંદર્ભમાં ‘યોગ’ શબ્દનો પ્રયોગ કર્યો છે તેવા થોડાક પાઠો જોઇએ - ‘મુયનાળમિ વિનીવો, तो सो न पाउणइ मोक्खं । जो तव संयममइए નોર્ ન ચણ્ડ વોવું ને ॥ ૧૪ ॥' જે સાધક તપ-સંયમમય યોગમાં તત્પર બનતો નથી, તે એકલા શ્રુતજ્ઞાનના આલંબનથી જ મોક્ષ પામી શકતો નથી અર્થાત્ શ્રુતજ્ઞાન સાથે તપ-સંયમરૂપ યોગ સાધના કરે તો જ તે પોતાના પૂર્ણશુદ્ધ સ્વરૂપને પ્રગટ કરી શકે છે.' ‘નિબાળ સાહÇ નોને, जम्हा सार्हेति साहुणो । समा य सव्वभूएसु, તમ્હા તે ભાવસાદુળો ॥ ૨૦૨૦ ॥’ જેઓ નિર્વાણ-મોક્ષ સાધક સમ્યગ્ દર્શન-જ્ઞાનાદિ યોગોની સાધના કરે છે અને જીવ માત્ર પ્રત્યે સમાનભાવઆત્મતુલ્યભાવ ધારણ કરે છે, તે ‘ભાવ સાધુ' કહેવાય છે.' ‘વારસવિદ્દે સાદ્, खविए उवसामि य जोगेहिं । लब्भइ चरित्तलंभो, तस्स विसेसा इमे पंच ॥ ११३ ॥' ‘પ્રશસ્ત મન, વચન અને કાયાયોગ વડે અર્થાત્ ધ્યાન-સમાધિમાં પ્રયુક્ત મનોયોગ આદિ યોગ વડે બાર પ્રકારના કષાયનો ક્ષય, ઉપશમ અને ક્ષયોપશમ ધ્યાન વિચાર (સવિવેચન) .૬૦
SR No.008965
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherKalapurnsuri Sadhna Smarak Trust Patan
Publication Year2006
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy