SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ પરમાત્મા પ્રત્યે અખૂટ શ્રદ્ધા કેળવવી. કોઇ અન્ય મતની, મિથ્યા દર્શનની અભિલાષા કરવી નહીં, તેમ જ ધર્મના બદલામાં કોઇ પ્રકારના ભૌતિક ફળની ઇચ્છા કરવી નહીં : આ બંને પ્રકારની કાંક્ષા-ઇચ્છા ધ્યેયમાંથી વિચલિત બનાવે છે, માટે તેનો ત્યાગ કરવો. (૩) નિર્વિચિકિત્સા : ‘હિતકારી વસ્તુમાં પણ તે હિતકર હશે કે કેમ ?’ એવો મતિ વિભ્રમ થવો તે વિચિકિત્સા છે. જેમ જિનશાસન સર્વ હિતકર છે, ધર્મનું આરાધન સર્વ વાંછિત ફળ આપનાર છે, છતાં તેમાં પ્રવૃત્તિ કરવાથી ‘મને ફળ મળશે કે કેમ ?’ - આ રીતે ધર્મના ફળમાં સંદેહ ઉત્પન્ન થવો તે વિચિકિત્સા છે, તેનાથી રહિત થવું તે નિર્વિચિકિત્સા છે. નિર્વિવિચિકિત્સાનો એક અર્થ છે મુનિ-મહાત્માઓનાં મલિન વસ્ત્ર, ગાત્ર આદિ જોઇ, તેની નિંદા, જુગુપ્સા-ઘૃણા ન કરવી અને બીજો અર્થ છે - ધર્મના ફલમાં સંદેહ ઉત્પન્ન કરી, ચલચિત્તવાળા ન થવું. = (૪) અમૂઢ દૃષ્ટિતા : જેનામાં સાચા ખોટાને પારખવાની દૃષ્ટિ ન હોય તે ‘મૂઢષ્ટિ’ કહેવાય છે. કોઇનો બાહ્ય ઠઠારો, આડંબર, વાણી-વિલાસ કે ચમત્કારો જોઇ, તેના પ્રતિ મોહિત ન થવું, પણ શ્રી જિનેશ્વર કથિત સત્ય માર્ગ ઉપર સ્થિર ચિત્ત રહેવું; જિનશાસનની - લોકોત્તરતામાં દઢ વિશ્વાસ રાખવો તે અમૂઢ દિષ્ટતા છે. (૫) ઉપબૃહણાઃ જિનશાસન, ચતુર્વિધ સંઘ અને તેનાં સાધનો – અનુષ્ઠાનો વગેરેની સર્વાંગ સુંદર વ્યવસ્થા, અદ્ભુતતાની પ્રશંસા ક૨વી તથા ગુણી પુરુષોના ગુણોની યોગ્ય પ્રશંસા કરવી-સમાનધર્મીના ગુણની પ્રશંસા કરી તેની વૃદ્ધિ કરવી. (૬) સ્થિરીકરણ : ધર્મમાર્ગથી વિચલિત થનારને ધર્મમાં સ્થિર રાખવાનો પ્રયત્ન કરવો. (૭) વાત્સલ્ય : સમાનધર્મી પર હૃદયથી પ્રેમ રાખવો, તેના પ્રતિ હિતનો ભાવ રાખવો તથા જિન શાસનનાં પ્રત્યેક અંગો-સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, મંદિર, મૂર્તિ, આગમ, તીર્થ વગેરે પ્રતિ પ્રેમભાવ ધારણ કરવો. (૮) પ્રભાવના : ધર્મનો પ્રભાવ લોકોના હૃદય પર પડે અને તેઓ ધર્માચરણ કરવાની ભાવનાવાળા થાય તેવાં કાર્યો કરવાં. તેમજ જિન શાસન પ્રત્યે લોકોનો પ્રેમ-આદર વધે તે રીતે શાસન ઉન્નતિનાં ઉત્તમ કાર્યો કરવાં. દર્શનાચારના આ આઠ આચારોનું પાલન કરવાથી દર્શન-ગુણની પુષ્ટિ અને સ્થિરતા થાય છે. ચારિત્રાચારના આઠ પ્રકાર બાળ-નો-નુત્તો, पंचहिं समिईहिं तीहिं गुत्तीहिं । ધ્યાન વિચાર (સવિવેચન) • ૩૦૪
SR No.008965
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherKalapurnsuri Sadhna Smarak Trust Patan
Publication Year2006
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy