SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ વૈક્રિયયોગ પચીસ પ્રકારે છે. નારકીજીવોના સાત ભેદ છે. તે દરેકના પર્યાપ્ત અને અપર્યાપ્ત બે ભેદ હોવાથી બધા મળીને ચૌદ ભેદ થાય છે. વાયુકાયનો એક ભેદ છે. પંચેન્દ્રિય-તિર્યંચ અને મનુષ્યનો એકેક ભેદ છે. ચાર પ્રકારના ભવનપતિ, વ્યંતર જ્યોતિષ્ક અને વૈમાનિક દેવોના દરેકના પર્યાપ્ત અને અપર્યાપ્ત બે ભેદ હોવાથી એકંદરે આઠ ભેદ થાય છે એમ બધા મળીને પચીસ પ્રકારો થાય છે. (૧૪+૧+૨+૮=૨૫). આહારક એક પ્રકારનો છે. આ રીતે ત્રણે કાય - ઔદારિક, વૈક્રિય, આહારકના મળીને ૫૮ ભેદો થાય છે. તેજસ્ શરી૨ તેમાં અંતર્ગત હોવાથી તેના પણ ૫૮ ભેદો છે. એ જ રીતે કાર્યન્ન શરીરના પણ ૫૮ ભેદો છે. કુલ મળીને પ૮ (મનોયોગ) + ૫૮ (વાગ્ યોગ) + ૫૮ (ઔ. કાયયોગ) + ૫૮ (વૈ. કાયયોગ) + ૫૮ (આ. કાયયોગ) = ૨૦ આલંબનો છે. અહીં મોક્ષસાધકને યોગપ્રાસાદ ઉપર ચઢવા માટે મન, વાણી અને કાયા વગેરે આલંબનરૂપ-ટેકારૂપ છે. જેમ વસ્તુ ઉપર રંગ ચઢાવવા માટે તેને પ્રથમ પાશ આપવામાં આવે છે. વિવેચન : યોગ, વીર્ય આદિ મુખ્ય આઠ પ્રકારના જે યોગોનું વર્ણન અગાઉ કરેલું છે, તેના ભિન્ન-ભિન્ન આલંબનોનું સ્વરૂપ અહીં બતાવવામાં આવે છે. આલંબન એટલે શું ? તેનું સ્પષ્ટીકરણ તેના માટે આપેલાં ઉદાહરણથી વિચારીએ ‘જેમ વસ્ત્રને રંગ ચડાવવા માટે પ્રથમ પાશ આપવામાં આવે છે એટલે કે ભાત વગેરે ચીકણા પદાર્થોના પાણીમાં ઝબોળીને વસને મજબૂત રીતે બાંધવામાં આવે છે. (જેથી તેના ઉપર રંગ બરાબર અર્થ : ત્રણ લિંગ - પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ. જેમ કે પુરુષ, સ્ત્રી અને કુલ. ત્રણ વચન - એકવચન, દ્વિવચન, બહુવચન. જેમ કે એક પુરુષ, બે પુરુષ, ઘણા પુરુષ. ત્રણ કાળ - વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. જેમ કે કરે છે, કર્યું, કરશે. પરોક્ષ વચન - જેમ કે ‘તે’. પ્રત્યક્ષ વચન - જેમ કે ‘આ’. ઉપનય વચન (પ્રશંસા વચન) - જેમ કે ‘આ રૂપવતી સ્ત્રી છે.' અપનય વચન (નિંદા વચન) - જેમ કે ‘આ સ્ત્રી કુરૂપા છે.’ ઉપનય-અપનય વચન - જેમ કે ‘આ સ્ત્રી રૂપવતી છે, પરંતુ દુઃશીલા છે.’ અપનય-ઉપનય વચન - જેમ કે ‘આ સ્ત્રી કદરૂપી છે, પરંતુ સુશીલા છે.’ અધ્યાત્મવચન - મનમાં જુદું ધારીને બીજાને ઠગવાની બુદ્ધિથી બીજું કહેવાની ઇચ્છા હોય છતાં સહસા જે મનમાં ધારેલું હોય, એ જ બોલાઇ જાય. આ સોળ ભેદોનો ઉલ્લેખ 'શ્રી પદ્મવણા સૂત્ર'ના ભાષાપદમાં ૧૭૩મા સૂત્રમાં પણ છે. ધ્યાન વિચાર (સવિવેચન) ૦ ૩૦૦
SR No.008965
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherKalapurnsuri Sadhna Smarak Trust Patan
Publication Year2006
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy