SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ એક સાધક મહાત્માએ કહ્યું છે કે - ‘પ્રવૃત્તિ-નિવૃત્તિરૂપ કે સંકલ્પ-વિકલ્પરૂપ બાહ્ય વ્યવહારમાં જે સુષુપ્ત હોય છે, એટલે કે ઉપયોગ-રહિત હોય છે, તે જ સાધક આત્મ-સ્વભાવમાં મગ્ન હોય છે. જે બાહ્ય વ્યવહારમાં અટવાયેલો હોય છે, તે આત્માનુભવના વિષયમાં સુષુપ્ત હોય છે.’૧ લય અવસ્થામાં યોગીને બાહ્ય વસ્તુનું જ્ઞાન-વિજ્ઞાન હોતું નથી. એના સમર્થનમાં પૂ. શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા પણ ફરમાવે છે કે ‘જે યોગી જાગૃત અવસ્થામાં પણ સૂતેલા પુરુષની જેમ સ્વસ્થપણે આત્મભાવમાં રહી શકે છે, તે લય અવસ્થાને પ્રાપ્ત થયેલા અને શ્વાસોચ્છ્વાસની ક્રિયાથી વિરામ પામેલા યોગીઓ સિદ્ધ આત્માઓથી જરાયે ઊતરતા નથી, અર્થાત્ મુક્તાત્માની જેમ તેઓ પરમાનંદને અનુભવે છે.૨ દુનિયાના લોકો જાગૃત અને સુષુપ્ત આ બે અવસ્થામાં નિરંતર રહે છે, પરંતુ લય અવસ્થાને પ્રાપ્ત થયેલા યોગીઓ આ બંને અવસ્થાથી પર હોય છે. તેઓ હંમેશાં આત્મસ્વભાવમાં રહે છે. સંસારી જીવોની જાગૃતિ અને સુષુપ્તિ બંને અવસ્થાથી તેઓ સર્વથા પર હોય છે. આ બંને અવસ્થાઓનો અભાવ १. व्यवहारे सुषुप्तो यः स जागर्त्यात्मगोचरे । ૨. जागर्ति व्यवहारेऽस्मिन् सुषुप्तश्चात्मगोचरे ॥ ७८ ॥ यो जाग्रदवस्थायां स्वस्थः सुप्त इव तिष्ठति लयस्थः । श्वासोच्छ्वासविहीनः स हीयते न खलु मुक्तिजुषः ॥ ४७ ॥ ધ્યાન વિચાર (સવિવેચન) ૦ ૨૮૧ થવાથી લય-અવસ્થા પ્રગટે છે અને ત્યારે પરમાનંદમય આત્મતત્ત્વની અનુભૂતિ થાય છે. અનેક ધર્મયુક્ત વસ્તુનું તે-તે વિશિષ્ટ ધર્મરૂપે, અનેક પ્રકારે જ્ઞાન થવું તેને ‘વિજ્ઞાન’ કહેવાય છે. આ કરણમાં તેનો અભાવ થાય છે. નિર્વિજ્ઞાનીકરણ આદિ આઠ પ્રકાર નીચે મુજબ છે : (૧) નિર્વિજ્ઞાનીકરણ, (૨) મહાનિર્વિજ્ઞાનીકરણ, (૩) ૫૨મ-નિર્વિજ્ઞાનીકરણ, (૪) સર્વ-નિર્વિજ્ઞાનીકરણ, (૫) નિર્વિજ્ઞાનીભવન, (૬) મહા-નિર્વિજ્ઞાનીભવન, (૭) પરમ-નિર્વિજ્ઞાનીભવન, (૮) સર્વ-નિર્વિજ્ઞાનીભવન. (૬) નિર્ધારણીકરણ • મૂળ પાઠ : निर्धारणीकरणमित्यादि ८ ( અષ્ટધા ) ધારળવિદ્યુતિરૂપા, તદ્માવઃ ॥ ૬ ॥ उक्तं च चित्तं तिकालविसयं चेयणपच्चक्ख सन्नमणुसरणं । विन्नाणणेगभेयं कालमसंखेयरं धरणा ॥ ‘વંશવેાતિમાષ્ય', ગાથા ૨૧. ‘સમાધિ શતા’ - ‘યોગશાસ્ત્ર', પ્ર. ૧૨.
SR No.008965
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherKalapurnsuri Sadhna Smarak Trust Patan
Publication Year2006
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy