SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મ-યોગ કો તેને જન્મ આપનાર, તેનું સુંદર રીતે સંરક્ષણ અને સંવર્ધન કરનાર આઠ (૫+૩=૮) માતાઓ છે. - - શ્રી ‘પક્ષવણા' સૂત્રની વૃત્તિમાં ‘સંયતત્ત્વ’'ની-સાધુપણાની વ્યાખ્યા કરતાં જણાવ્યું છે કે - ‘અહીં સંયતપણું એટલે નિરવદ્ય (નિષ્પાપ) યોગની પ્રવૃત્તિ અને સાવદ્ય (સપાપ) યોગની નિવૃત્તિરૂપ આંતર ચારિત્રના પરિણામ (અધ્યવસાય)થી જે યુક્ત હોય તેને જાણવું. સાધુધર્મ - ચારિત્રયોગની આ વ્યાખ્યા પ્રણિધાનાદિ ચારે યોગોમાં યથાર્થ રીતે ઘટતી હોવાથી પ્રણિધાનાદિ ચારિત્ર સ્વરૂપ છે એ સ્પષ્ટ રીતે સમજી શકાય છે. સામ, સમ અને સમ્મ (સમ્યક્) સામાયિકના ત્રણ પ્રકારો પ્રણિધાનાદિમાં સમાયેલા છે. પણ (૧) સામ-સામાયિક મધુર પરિણામરૂપ છે. તેમાં અશુભ નિવૃત્તિરૂપ પ્રણિધાન અને શુભ પ્રવૃત્તિરૂપ સમાધાન રહેલાં છે. (૨) સમ-સામાયિક તુલ્ય પરિણામરૂપ છે અર્થાત્ રાગ-દ્વેષના પ્રસંગોમાં સમતા-માધ્યસ્થરૂપ હોવાથી તે સમાધિરૂપ છે. પરિણામરૂપ હોવાથી તે ‘કાષ્ઠા’ સ્વરૂપ છે. આ રીતે વિચારતાં સ્પષ્ટ જણાઇ આવે છે કે પ્રણિધાનાદિ યોગો એ વ્યવહાર અને નિશ્ચય - બંને પ્રકારના ચારિત્રની શુદ્ધિ અને સ્થિરતાના ઘોતક છે. આ ચારિત્રની શુદ્ધિ અને સ્થિરતા જેમ-જેમ વધતાં જાય છે તેમ-તેમ ધ્યાનની નિશ્રળતા વધતી જાય છે અને તેના પ્રભાવે કર્મોના ક્ષયનું કાર્ય વેગવંત બનતું જાય છે. બધા બાહ્ય આવેગો તદ્દન શાન્ત પડી જાય છે. મનની ચાર અવસ્થાઓ અને પ્રણિધાનાદિ પ્રણિધાનાદિ ચારે પ્રકારોમાં અનુક્રમે મનનો વ્યાપાર સૂક્ષ્મ-સૂક્ષ્મતર બનતો હોય છે. પ્રણિધાનમાં અશુભ ચિત્તવૃત્તિનો નિરોધ થાય છે અને સમાધાનમાં શુભ ચિત્તવૃત્તિનો પ્રવાહ ચાલે છે, તેથી ચિત્તની વિક્ષિપ્ત અને યાતાયાત અવસ્થાનો અહીં અભાવ હોય છે. સમાધિમાં રાગ-દ્વેષના પ્રસંગે પણ માધ્યસ્થ-સમભાવ રહે છે, તેથી ત્યાં ચિત્તની સ્થિર અને આનંદમય એવી ‘શ્લિષ્ટ’ અવસ્થા હોય છે. ‘કાષ્ઠા’માં મન અત્યંત એકાગ્ર બની (૩) સમ્મ-સામાયિક તન્મયતા જતું હોવાથી ત્યાં શ્વાસોચ્છ્વાસની ગતિ १. संयतत्वमिह निरवद्येतर योगप्रवृत्तिरूपमान्तरचारित्रपरिणामानुषक्तमवगन्तव्यम् । ધ્યાન વિચાર (સવિવેચન) ૦૨૬૪ ‘પન્નવાસૂત્ર-સંયમપવૃત્તિ:'.
SR No.008965
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherKalapurnsuri Sadhna Smarak Trust Patan
Publication Year2006
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy