SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ આવ્યું છે; તેથી તેનાં દર્શન-પૂજનથી આપણને આપણા આત્માનું જ વાસ્તવિક દર્શન-સ્પર્શન થાય છે. હકીકતમાં પરમાત્માનું ધ્યાન એ પણ એક પ્રકારે પોતાના શુદ્ધાત્માનું જ ધ્યાન છે. આ ધ્યાન સિદ્ધ કરવા માટેનું ઉત્કૃષ્ટ આલંબન પરમાત્મ-મૂર્તિ છે. આ રીતે ‘ચૈત્ય’-‘જિન-મૂર્તિ’ એ આત્મ-વિકાસની સાધનાનું આગવું અંગ હોવાથી એની ઉપકારકતા અને ઉપયોગિતા અમાપ છે. એ જ રીતે દેવાધિષ્ઠિત પ્રભાવશાલી જિન-મૂર્તિઓથી પ્રતિષ્ઠિત જિનાલયો અને તીર્થોની પણ આધ્યાત્મિક ક્ષેત્રે ઘણી જ મહત્તા અને ઉપકારકતા છે. ચૈત્યની ઉપાસના અને સંખ્યા-નિર્દેશ ચતુર્વિધ-સંઘને પ્રતિદિન ઉભયકાલ અવશ્ય કર્તવ્યરૂપ ‘પ્રતિક્રમણ’નાં સૂત્રોમાં ‘ચૈત્ય-સ્તવ’ અર્થાત્ ‘અરિહંત ચેઇયાણં’ સૂત્ર દ્વારા ‘અર્હચૈત્યો’ એટલે કે અરિહંત પરમાત્માઓની પ્રતિમાઓનાં વંદન-પૂજન આદિ નિમિત્તે કાયોત્સર્ગ કરવાનું વિધાન છે. ‘સવ્વો' આ સૂત્ર દ્વારા ત્રણે લોકમાં રહેલી સર્વ જિન-પ્રતિમાઓ સમાધિકારક હોવાથી, તેમને વંદનાદિ નિમિત્તે કાયોત્સર્ગ કરવામાં આવે છે. તેમજ ‘જાવંતિ ચેઇયાÛ' સૂત્ર દ્વારા સાધક ત્રણ લોકમાં રહેલા સર્વ ચૈત્યોને વંદન કરે છે તથા ‘જગચિંતામણિ’સૂત્રની ત્રીજી ગાથામાં સૌપ્રથમ શત્રુંજય, ગિરનાર, સાચોર, ભરૂચ આદિ મહાન તીર્થ ભૂમિઓમાં બિરાજમાન તીર્થાધિપતિ ઋષભદેવ, નેમિનાથ, મહાવીરદેવ તથા મુનિસુવ્રતસ્વામી વગેરે અરિહંત પરમાત્માઓની પ્રતિમાઓનું ભાવપૂર્વક સ્મરણ-વંદન કર્યા પછી મહાવિદેહ આદિ ક્ષેત્રોમાં, દિશાવિદિશિઓમાં ભૂત, ભાવિ અને વર્તમાનકાળ વિષયક વિચરતા સર્વ તીર્થંકર ભગવંતોને વંદન કરવામાં આવે છે અને ત્યાર બાદ ચોથી અને પાંચમી ગાથામાં ત્રણે લોકમાં રહેલા આઠ કરોડ, સત્તાવન લાખ, બસો ને બ્યાસી (૮,૫૭,૦૦,૨૮૨) શાશ્વત જિનચૈત્યોને તથા પંદ૨ અબજ, બેતાળીશ કરોડ, અઠ્ઠાવન લાખ, છત્રીસ હજાર ને એંસી (૧૫,૪૨,૫૮,૩૬,૦૮૦) શાશ્વતા જિન-બિંબોને વંદન-પ્રણામ કરવામાં આવે છે. એ જ રીતે પ્રાત:કાળના પ્રતિક્રમણમાં છ આવશ્યક પૂરા થયા પછી જે ‘સકલ તીર્થ’-સૂત્ર બોલવામાં આવે છે તેમાં પણ ત્રણે લોકમાં રહેલાં શાશ્વત ચૈત્યો અને શાશ્વત બિંબોની વિસ્તૃત રીતે સંખ્યાના નિર્દેશપૂર્વક સ્તુતિવંદના કરવામાં આવી છે; તે સંખ્યાનું કોષ્ટક આ પ્રમાણે છે ધ્યાન વિચાર (સવિવેચન) . ૧૭૪
SR No.008965
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherKalapurnsuri Sadhna Smarak Trust Patan
Publication Year2006
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy