SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ એ છોકરો જ્યારે મને બહુ જ મારવા લાગ્યો ત્યારે મારાથી ન રહેવાયું. આખર હું ક્ષત્રિય હતો. કોઇનું સહી લેવામાં માનતો હોતો. આટલું સહ્યું એ સાધુપણાના કારણે... પણ હવે તો હદ થઇ ગઇ હતી. હવે મારો પિત્તો ફાટ્યો. આંખો લાલઘૂમ થઇ ગઇ... મેં એની સામે ક્રોધભરી નજરે જોયું ને મારી આંખોમાંથી તેજોવેશ્યા નીકળી પડી. ક્ષણવારમાં પેલા છોકરો બળીને ખાખ થઇ ગયો ! હાશ હવે લપ ગઇ ! હવે નિર્વિદને સાધના થશે, માનીને હું ફરી મારી સાધનામાં લીન બન્યો. એક વખતે ફરી આવો પ્રસંગ બન્યો. જંગલમાં ફરતો-ફરતો હું એક ગુફા પાસે જઈ ચડ્યો. ત્યાં જ ખૂંખાર સિંહ મારી સામે ધસી આવ્યો. એ છલાંગ મારીને મને ખતમ કરે એ પહેલાં જ તેજોવેશ્યાથી મેં એને બાળી નાખ્યો. હું ભૂલી ગયો હતો કે તેજોલેશ્યાનો પ્રયોગ કરવો, એ સાધુનો ધર્મ નથી. કોઇને બાળી નાખવા એ ક્ષમાશ્રમણને ન શોભે... પણ મને સમજાવે કોણ ? વારંવાર તેજોલેશ્યાની મારી આદત થઇ ગઇ હતી. સાચે જ શક્તિ મળવી તો સહેલી છે, પણ તેનું પાચન થવું ઘણું મુશ્કેલ છે. તપની સાથે અક્રોધ, શક્તિની સાથે ક્ષમા, જ્ઞાનની સાથે મૌન, સમૃદ્ધિની સાથે ઇચ્છા નિરોધ, યુવાનીની સાથે વ્રત... સાચે જ ઘણા મુશ્કેલ હોય છે. મને શક્તિ તો મળી, પણ હું એને પચાવી ન શક્યો. થોડા વખત પછી જંગલમાં ફરી એકવાર દીપડો (ચિત્તો) મારી સામે ધસી આવ્યો ને મેં તેજોલેશ્યાથી તેને ખતમ કરી નાખ્યો. એક વાર ઊછળતી-કૂદતો સાંઢ મને શિંગડાથી ઊડાવી દેવા ધસી આવ્યો, પણ આ બંદા ક્યાં ગાંજ્યા જાય એવા હતા ? સાંઢ મારી પાસે આવે એ પહેલાં જ મારી તેજોવેશ્યા એની પાસે પહોંચી ગઇ. સાંઢ સળગીને રાખ થઇ ગયો. ઓ મૂરખ સાંઢ ! ક્યાં ગયું તારું ઘમંડ? આખરે રાખ થઇ ગયું ને ? - રાખના ઢગલાને જોઇ મારું મન બોલી ઊઠ્યું. એવી જ રીતે એકવાર કાળોતરો ભયંકર નાગ મને ડસવા ધસી રહ્યો હતો... પણ એ આવે તે પહેલાં જ મારી આંખોમાંથી નીકળેલી તેજોલેશ્યાએ એને જમના ધામમાં મોકલી દીધો. આત્મ કથાઓ • ૧૯૨ એકવાર ફરી એક બ્રાહ્મણનો છોકરો મને પજવવા લાગ્યો. પણ હું હવે પજવણી સહન કરું તેમ ક્યાં હતો ? હું તો નિર્વિદને સાધના કરવા માંગતો હતો... એમાં થતી પજવણીનો તાત્કાલિક અંત કરી દેવામાં માનતો હતો... પણ એમ કરતાં હું એક વાત ભૂલી ગયો કે આમાં તો હું સાધનાને જ સાફ કરી રહ્યો છું. વિઘ્નોને સમ્યપણે સહવા એ પણ એક સાધના જ છે, એ વાત મારા મગજમાંથી જ નીકળી ગઇ હતી. સાધનાના અંગનો જ નાશ કરી હું સાધના કરવા માંગતો હતો. મારી મૂર્ખાઇની શી વાત કરવી ? જોત-જોતામાં મેં એ બ્રાહ્મણના છોકરાને પણ બાળી નાખ્યો. એક વખતે જંગલમાં એક ગોવાળીઓ મારી પાસે આવ્યો. એ વારંવાર એક પંક્તિ ગણગણ્યા કરતો હતો : વિદડા: શવર: fસ, દ્વીપ સંg: ft નિ : ” (પંખી ભિલ્લ અને સિંહ, ચિત્તો, સાંઢ ઉણી દ્વિજ.) હું તો આ શ્લોક સાંભળીને મારા અતીતમાં ખોવાઈ ગયો. ત્રિવિક્રમ રાજા તરીકે મેં પંખીને માર્યું. સાધુ બનીને મેં ક્રમશઃ ભિલ્લ, સિંહ, ચિત્તો, સાંઢ, સાપ અને બ્રાહ્મણને માર્યા. ૬-૬ પંચેન્દ્રિય જીવોની હત્યા કરનારો હું ! અરેરે ! મારું શું થશે ? શાસ્ત્રોમાં લખ્યું છે કે માંસાહાર, પંચેન્દ્રિયોનો વધ, મહા આરંભ અને મહાપરિગ્રહના સેવનથી માણસ નરકે જાય. સાધુ બનીને મેં નરકે જવાના ધંધા કર્યા. લાગે છે કે આ શ્લોક મારા અંગે જ છે. આ ગોવાળીઓ અને પ્રતિબોધ આપવા જ આવ્યો લાગે છે. પશ્ચાત્તાપથી પીગળી રહેલા મારા અંતઃકરણને વાચા ફૂટી : येनाऽमी निहताः कोपात्, स कथं भविता हहा ॥ (ક્રોધી થઇ હણ્યા જેણે, અરેરે તેનું શું થશે ?) ગોવાળીઓ તો આ સાંભળીને ખુશ-ખુશાલ થઇ ગયો. તાળીઓ પાડતો-પાડતો સીધો રવાના થઇ ગયો. મારો આભાર માનવા પણ ઊભો ન રહ્યો. મને લાગ્યું : ચોક્કસ કોઇ રાજા તરફથી આ શ્લોકની પાદપૂર્તિ માટે ઘોષણા કરવામાં આવી લાગે છે. ઇનામ મળવાની લાલચે આ પરકાય - પ્રવેશ • ૧૯૩
SR No.008964
Book TitleAatmkathao
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2003
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy