SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ તમારા ત્રણેય યોગો - મન, વચન અને કાયા ભગવાન માટે તડપવા જોઇએ. તડપન વિના ભગવાન ન મળે. | ‘ભિક્ષાનો સમય વ્યતીત થઇ ગયો હોય.' પ્રભુ સિવાય તમારી બીજી બધી જગ્યાથી અપેક્ષા - આશા ચાલી ગઇ હોય. માત્ર પ્રભુમાં જ તમને આશા હોય, બીજા બધાં બળોને છોડી પ્રભુ-બળ જ સર્વસ્વ લાગતું હોય તો જ પ્રભુ મળે. ‘હાથમાં સૂપડું હોય.’ સૂપડું એટલે તમારું હૃદય. સૂપડું કેવું હોય? બહારથી પહોળું - અંદરથી સાંકડું ? તમારું હૃદય પણ આવું જ નથી ? બહારથી પહોળું-પહોળું - ખૂબ જ દેખાવ કરનારું, પણ અંદરથી ખૂબ જ સાંકડું છે. ‘સૂપડામાં અડદના બાકળા હોય.' ઢોર પણ કદાચ ન ખાય એવા બાકળા ! તમારા હૃદયમાં પણ બાકળા જેવા જ રાગાદિ ભાવો છે ને ? મનના અનેક સંકલ્પ-વિકલ્પો છે ને ? એ બધા જ પ્રભુ-ચરણે ધરી દેવાના છે ! ‘આંખમાં આંસુ હોય. અભિગ્રહ માટેની બધી જ શરતો તૈયાર હતી, પણ મારી આંખમાં આંસુ હોતા. હું રડી પડી. પ્રભુએ મારી સામે જોયું. આંખમાં આંસુ જોઇ પાછા પધારી બાકળા વહોર્યા. હું ધન્ય-ધન્ય બની ગઇ. મને લાગે છે કે ભગવાન તો દરેકના હૃદયમાં આવવા તૈયાર છે... હા... તમારા હૃદયમાં પણ આવવા તૈયાર જ છે પણ ભગવાન તમારે ત્યાંથી દરરોજ પાછા ફરે છે. કારણ કે તમારી આંખમાં આંસુ નથી. સાચું કહેજો : તમે ભગવાન માટે કદી રડ્યા છો ? રોગથી પીડિત થઇ રહ્યા હશો, પૈસા વિના રડ્યા હશો. કોઇએ વિશ્વાસઘાત કર્યો હશે ત્યારે રડ્યા હશો, પણ ક્યારેય પ્રભુ માટે રડ્યા છો ? રડ્યા વિના ભગવાન આવે શી રીતે ? હું તો મારી જાતને ભાગ્યશાળી માનું છું કે જે ભગવાન દેવાંગનાઓની પણ સામે ન જુએ તે ભગવાને મારી સામું જોયું. આંખમાં આંખ પરોવીને જોયું. ખરેખર હું ધન્ય બની ગઇ. પછી તો ભગવાનને કેવળજ્ઞાન થયું ત્યારે ચતુર્વિધ સંઘના સાધ્વીસંઘમાં હું મુખ્ય બની. ૩૬,૦૦૦ સાધ્વીઓની હું ગુરુણી બની. એક વખતે મારા શિષ્યા મૃગાવતીને મેં મોડા આવવા બદલ ઠપકો આપ્યો. અત્યંત કુલીન મૃગાવતી આથી પસ્તાવો કરવા લાગ્યા (મારા નિમિત્તે ગુરુણીને કેટલું બોલવું પડ્યું?) આજની શિષ્યાઓની જેમ સામે કોઈ જવાબ ન આપ્યો. કહેવું હોત તો કહી શકત કે હું કાંઇ રખડવા હોતી ગઇ. પ્રભુની દેશના સાંભળવા ગઇ હતી. આજની શિષ્યાઓને જોઉં છું ત્યારે મને શું નું શું થઇ જાય છે. આજે તો ક્યારેક ઊલટું શિષ્યાઓ ગુરુણીને ઠપકો આપે છે. અવળી ગંગા ચાલવા લાગી છે. પશ્ચાત્તાપ કરતાં મારાં શિષ્યા તો કેવળજ્ઞાન પામ્યાં, પણ મનેય કેવળજ્ઞાનની ભેટ આપતાં ગયાં. મારા શિષ્યાનો આ મોટો ઉપકાર મારાથી શી રીતે ભૂલાય ? હું જ્યારે ૩૬,૦૦૦ સાધ્વીઓમાં મુખ્ય બની ત્યારે મને સમજાયું કે કુદરતે મને આટલું દુઃખ શા માટે આપ્યું ? કદાચ કુદરત મને દુઃખ દ્વારા ઘડવા માંગતી હતી, મને દુઃખના તાપ આપી મજબૂત બનાવવા માંગતી હતી. જેના હાથમાં નેતૃત્વ આવવાનું હોય તે તો મજબૂત જ જોઇએ ને ? તો મારું જીવન વાંચી તમે એક પ્રેરણા લેજો. દુઃખના કારણે કદી રડવું નહિ, પણ પ્રભુ માટે રડવું.” જો આટલું આવી જશે તો મારી જેમ તમે પણ ધન્ય બની જશો. આત્મ કથાઓ • ૧૮૬ પરકાય - પ્રવેશ • ૧૮૭
SR No.008964
Book TitleAatmkathao
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2003
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy