SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ (૩) અને સાઠ હજાર અમે સાઠ હજાર સાથીઓ હતા. જંગલમાં રહેતા અને લૂંટ ચલાવતા. લૂંટ કરવી - ધાડ મારવી આ જ અમારો ધંધો ! માણસના અવતારમાં પણ શેતાનને શરમાવે એવું અમે કામ કરતા. એક વખતે અમને સમાચાર મળ્યા : ભઠ્ઠિલપુરથી શત્રુંજ્યનો સંઘ નીકળી રહ્યો છે. અમારી પલ્લી (રહેઠાણ) બરાબર વચ્ચે જ આવેલી. અમે રાજી-રાજી થઇ ગયા : ચાલો... લૂંટ કરવાની ખૂબ જ મજા આવશે. જૈનોનો સંઘ એટલે અપાર સમૃદ્ધિ તો હોય જ. અમને અગાઉથી સમાચાર મળી ચૂક્યા હતા કે સંઘમાં પુષ્કળ માણસો છે. બધાના શરીરે સોનાહીરાના અમૂલ્ય ઘરેણાં છે. વળી સાથે ચાંદીનો રથ છે. અમે સર્વાનુમતે નક્કી કર્યું કે આ સંઘને ગમે તે રીતે લૂંટી જ લેવો. અમારામાંથી કુંભાર જેવા એકાદ-બે જણે વિરોધ કર્યો : બંધુઓ ! આપણે બીજાને લૂંટીએ તે કદાચ ઠીક છે, પણ શત્રુંજ્ય જેવા મહાન તીર્થની યાત્રાએ જતા ધાર્મિક પુરુષોને લૂંટવા એ તો ખૂબ જ અધમ કાર્ય છે. આપણે લૂંટ ચલાવીએ છીએ... પણ એમાંય ક્યાંક નીતિમત્તા અને મર્યાદાનું ધોરણ તો જાળવવું જ જોઇએ.' અમે લૂંટારા ! કુંભારની આવી સૂફિયાણી વાતો સાંભળીએ ? તો... તો.... અમારું ચોરપણું લાજે. અમે લાતો મારી એ સલાહ આપનારને કાઢી મૂક્યો. જતાં જતાં તે બોલતો ગયો : ‘વિનાશકાળે વિપરીત બુદ્ધિઃ’ અમે કહ્યું : હા... હા... તારી જ બુદ્ધિ ફરી છે... માટે તો તારે અહીંથી ભાગવું પડે છે. અમે લૂંટમાં આંધળા બન્યા હતા, મદથી છકી ગયા હતા. અમે કોઇનું શાના સાંભળીએ ? અમે તો સંઘને લૂંટવાનું નક્કી જ કરી લીધું. કાગડોળે સંઘના આગમનની રાહ જોવા લાગ્યા. સંઘ આવતાં જ અમે અમારા વ્યૂહ પ્રમાણે એકદમ તૂટી પડ્યા. અચાનક જ ધાડ પડવાથી ચોકીદારો હતપ્રભ બની ગયા. તેઓ કોઇ પ્રતિકાર કરે એના પહેલાં જ અમે તેમને પતાવી દીધા. અમારા ભયંકર આક્રમણથી સંઘના કેટલાય યાત્રિકો ભાગી છૂટ્યા. ભાગતા માણસની પાસે પણ જો આત્મ કથાઓ • ૧૬૪ લૂંટવા જેવું કાંઇ હતું તો તે પણ અમે લૂંટી લીધું. આ લૂંટમાં અમે ખૂબ જ સફળ રહ્યા. અમને ખૂબ જ માલ મળ્યો. એક વરસની લૂંટમાં જે ન મળે તે અમને એક જ લૂંટમાં મળી ગયો. અમે ખૂબ જ આનંદમાં આવી ગયા. પણ અમારો આ આનંદ ક્ષણજીવી નીકળ્યો. ભઠ્ઠિલપુરના રાજાને આ સમાચાર મળતાં જ તે અમારા પર ગુસ્સે ભરાયો. અમને શિક્ષા કરવા અમારા પર મોટું લશ્કર મોકલ્યું. અમારી છાવણીની ચારે બાજુ ઘેરો ઘાલ્યો. અમે સપડાઇ ગયા. અમે છૂટવા કોશિશ કરવા લાગ્યા. પણ આ શું ? અચાનક જ અમારી છાવણીમાં ભયંકર આગ લાગી. જોત જોતામાં અમે આગની જ્વાળાઓમાં લપેટાઇ ગયા. આગથી અમે ભડ... ભડ... બળવા માંડ્યા. ભયંકર વેદનાના કારણે અમે ચીસાચીસ કરી મૂકી. પણ કોણ સાંભળે? પછી તો અમારામાં ચીસો પાડવાની પણ શક્તિ ના રહી. આગથી ભયંકર રીતે બળેલા અમે બધા જ મરી પરવાર્યા... સીધા જ નરક ભેગા થઇ ગયા. અમારા જેવા પાપીઓની બીજી કઈ ગતિ હોય ? નરકની ભયંકર યાતનાઓનું તો શું વર્ણન કરીએ ? શબ્દોમાં કહી શકાય નહિ તેવી ભયંકર વેદના અમે સહી. બીજાને આપેલી પીડાનું ફળ કેવું ભયંકર હોય છે તે અમને અનુભવવા મળ્યું. એ પીડા... એ દુર્ગંધ... એ અંધારું... એ ભૂખ... એ તરસ... એ ત્રાસ... ખરેખર અસહ્ય હતા. આજે પણ એ યાદ કરતાં અમને તમ્મર આવી જાય છે. સેંકડો વર્ષો સુધી અમે વેદના સહી. સહી નહિ પણ ‘સહવી પડી’ એમ કહેવું વધુ ઉચિત ગણાશે. નરકનું જીવન એવું હોય છે કે ત્યાં કોઇ મરવા ઇચ્છે તો પણ મરી શકે નહિ. કોઇ આપઘાત કરી શકે નહિ, આયુષ્ય પૂરું થાય ત્યારે જ નરકમાંથી છૂટી શકે. તમારી દુનિયામાં જન્મ આનંદરૂપ ગણાય અને મૃત્યુ શોકરૂપ ગણાય, પણ અમારી નરકની દુનિયામાં ઊલટું હતું. અહીં જન્મ શોકરૂપ અને મૃત્યુ આનંદરૂપ ગણાય. ઘણા કાળ પછી અમારા માટે આનંદનો દિવસ આવ્યો. અમે મૃત્યુ પામી નરકમાંથી બહાર નીકળી કોઇ મોટા સમુદ્રમાં માછલાં થયા. હા... અમે સાઠેય હજાર સાથે હતા. પાપ કરવામાં સાથે હોઇએ તો ભોગવવામાં પણ સાથે જ રહેવું પડે ને ? માછલાં તરીકેના જીવનમાં પણ કોઇ માછીમારની જાળમાં અમે આત્મ કથાઓ . ૦ ૧૬૫
SR No.008964
Book TitleAatmkathao
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2003
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy